20 જાન્યુઆરીએ થશે નડ્ડાની તાજપોશી, બનશે ભાજપના નવા અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું પાર્ટી અધ્યક્ષ બનવું ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. તેમના નામની જાહેરાત 20 જાન્યુઆરીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધા મોહન સિંહ કરશે.  

Updated By: Jan 13, 2020, 07:54 PM IST
20 જાન્યુઆરીએ થશે નડ્ડાની તાજપોશી, બનશે ભાજપના નવા અધ્યક્ષ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું પાર્ટી અધ્યક્ષ બનવું ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. તેમના નામની જાહેરાત 20 જાન્યુઆરીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધા મોહન સિંહ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 19 જાન્યુઆરીએ ઉમેદવારી પત્રક ભરવામાં આવશે. હાલ નવા અધ્યક્ષ માટે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. 

પાર્ટી બંધારણ અનુસાર, 50 ટકાથી વધુ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થાય છે. તમામ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી ચાલી રહી છે અને 18 જાન્યુઆરી સુધી 80 ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી સંપન્ન થઈ જશે. 

ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધામોહન સિંહ આગામી બે કે ત્રણ દિવસમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તારીખની જાહેરાત કરશે. પરંતુ તે નક્કી માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડી જ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવશે. 

વિદ્યાર્થીઓ સામે ઉભા રહેવાની હિંતમ પીએમ મોદીમાં નથીઃ રાહુલ ગાંધી  

20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નડ્ડાના નામની જાહેરાત થઈ જશે. સૂત્રો અનુસાર, પીએમ મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સિવાય ઘણા પ્રદેશોના અધ્યક્ષ જેપી નડ્ડાના પ્રસ્તાવક હશે. 

જાન્યુઆરીમાં સમાપ્ત થયો હતો અમિત શાહનો કાર્યકાળ
ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ પાછલી જાન્યુઆરીમાં સમાપ્ત થયો હતો. લોકસભા ચૂંટણીને નજીક જોતા શાહને આ પદ પર બન્યા રહેવાનું કહેવામાં આવ્યું હતું. સામાન્ય ચૂંટણી અને ત્યારબાદ શાહ ગૃહ પ્રધાન તરીકે મોદી સરકારમાં સામેલ થયા બાદ જેપી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હવે ચર્ચા છે કે નડ્ડા જ પાર્ટીના આગામી અધ્યક્ષ હશે. તે ફેબ્રુઆરીમાં પાર્ટીની કમાન સંભાળી શકે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ભારતના અન્ય મહત્વના સમાચાર