મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રસ્તો ક્લિયર? NCP નેતાએ કર્યો મોટો દાવો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા માજિદ મેમણ (Majid Memon)એ કરેલા દાવાને જો માનીએ તો મહારાષ્ટ્રમાં સરકાર બનવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રસ્તો ક્લિયર? NCP નેતાએ કર્યો મોટો દાવો

નવી દિલ્હી/મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા માજિદ મેમણ (Majid Memon)એ કરેલા દાવાને જો માનીએ તો મહારાષ્ટ્રમાં સરકાર બનવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. માજિદ મેમણે બુધવારે દાવો કર્યો કે કોંગ્રેસ(Congress) ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) એ શિવસેના-એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારને મંજૂરી આપી દીધી છે. મેમણનું આ નિવેદન કોંગ્રેસ અને એનસીપી નેતાઓની દિલ્હીમાં થયેલી બેઠક બાદ આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના(Shiv Sena) અને એનસીપી વચ્ચે થયેલી ડીલ મુજબ  બંને પક્ષોના મુખ્યમંત્રી અઢી-અઢી વર્ષ માટે હશે. શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 43 મંત્રીઓ સામેલ થઈ શકે છે. 

સંજય રાઉતનો અંદાજો, ડિસેમ્બરમાં બનશે નવી સરકાર
આ અગાઉ શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે પણ કહ્યું છે કે ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં સરકાર બની જશે. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ મળીને ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમ તૈયાર કર્યો છે. જે મુજબ ત્રણેય પક્ષો પરસ્પર મળીને સરકાર બનાવશે. 

રાઉતે કહ્યું કે 'હાલમાં અલગ અલગ પક્ષો શિવસેના-એનસીપી અને કોંગ્રેસમાં આંતરિક પ્રક્રિયા ચાલી રહી છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં શિવસેનાના મુખ્યમંત્રીના નેતૃત્વવાળી સરકાર કાર્યભાર ગ્રહણ કરશે.' એમને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે વિધાયકોને નવા નવા તરીકાથી લલચાવવાની કોશિશ થઈ રહી છે તો તેમણે તેને ફગાવતા કહ્યું કે આ ષડયંત્ર એ જ લોકો રચે છે જે શિવસેનાની સરકાર બનતી જોવા માંગતા નથી. 

રાઉતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે? તો તેમણે કહ્યું કે  ખેડૂતોની ભલાઈ માટે તેઓ કોઈને પણ જઈને મળી શકે છે. 

જુઓ LIVE TV

પવાર-પીએમની મુલાકાતથી કોંગ્રેસ નારાજ
આ બાજુ એનસીપી અધ્યક્ષ શરદ પવારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી. તેઓ મહારાષ્ટ્રના ખેડૂતોની કરજમાફીની માગણી લઈને વડાપ્રધાન પાસે પહોંચ્યા હતાં. કોંગ્રેસે આ મુલાકાતના ટાઈમિંગને લઈને સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસે કહ્યું કે મુલાકાતનો સમય યોગ્ય નથી. પવાર અને પીએમ મોદી વચ્ચે ખેડૂતોના મુદ્દે થયેલી બેઠકમાં અમિત શાહ પણ હાજર રહ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news