રવિવારે પાકિસ્તાનના ભવિષ્યનો નિર્ણય થશે, રાષ્ટ્રજોગ સંબોધનમાં બોલ્યા ઇમરાન ખાન

પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ખુરશી ખતરામાં છે. વિપક્ષી પાર્ટીઓ ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી છે. જેના પર 3 એપ્રિલે મતદાન થઈ શકે છે. આ પહેલાં ઇમરાન ખાન દેશની જનતાને સંબોધિત કરી રહ્યાં છે. દેશની જનતાને સંબોધન કરતા ખાને અનેક મુદ્દા પર વાત કરી છે. આ દરમિયાન તેમણે ભારત, કાશ્મીર અને નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો છે. 
 

રવિવારે પાકિસ્તાનના ભવિષ્યનો નિર્ણય થશે, રાષ્ટ્રજોગ સંબોધનમાં બોલ્યા ઇમરાન ખાન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી ઇમરાન ખાન દેશને સંબોધિત કરી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ઇમરાન ખાન મોટી જાહેરાત કરી શકે છે. પોતાના સંબોધન પહેલા ઇમરાન ખાને સુરક્ષા પરિષદની બેઠક યોજી છે. ઇમરાન ખાને રાષ્ટ્રજોગ સંબોધન પહેલા વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી સાથે પણ મહત્વપૂર્ણ બેઠક કરી છે. ઇમરાન ખાને દેશની જનતાને સંબોધિત કરતા કહ્યુ કે, તે રાજીનામુ આપવાના નથી. આ સાથે વિદેશી તાકાતો વિપક્ષની સાથે હોવાનો આરોપ ખાને લગાવ્યો છે. ઇમરાન ખાને કહ્યુ કે, હું છેલ્લા બોલ સુધી રમીશ. 

ઇમરાન ખાનનું સંબોધન, Live અપડેટ્સ

હું રાજીનામુ નહીં આપુઃ ઇમરાન ખાન
ઇમરાન ખાને કહ્યુ- હું રાજીનામુ આપવાનો નથી, હું છેલ્લા બોલ સુધી રમતો રહીશ. અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગનું જે પણ પરિણામ હશે હું વધુ મજબૂત બનીને નિકળીશ. 

રવિવારે થશે પાકિસ્તાનનો નિર્ણય
પોતાના સંબોધનમાં ઇમરાન ખાને કહ્યુ કે, રવિવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. આ દરમિયાન પાકિસ્તાનના ભવિષ્યનો નિર્ણય થશે. એટલે કે ખાન અત્યારે રાજીનામુ આપવાના નથી. તેમણે કહ્યું કે હું છેલ્લા બોલ સુધી રમીશ. 

ઇમરાન ખાને વિપક્ષ પર વિદેશી તાકાત સાથે મળવાનો આરોપ લગાવ્યો
ઇમરાન ખાને પોતાના સંબોધનમાં વિપક્ષ પર વિદેશી તાકાતો સાથે મળવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ કે, પાકિસ્તાનમાં 400 ડ્રોન એટેક થયા પરંતુ તેની કોઈએ આલોચના કરી નહીં. 

ઇમરાન ખાને પોતાના સંબોધનમાં કર્યો નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ
ઇમરાન ખાને પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો. એક પુસ્તકનો હવાલો આપતા કહ્યુ કે, નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફની નેપાળમાં મુલાકાત થઈ હતી. 

આપણા નેતા અમેરિકાથી ડરે છેઃ ઇમરાન
ઇમરાન ખાને કહ્યુ- આપણા નેતા ડરેલા છે કે અમેરિકા નારાજ ન થાય. ક્યા કાયદામાં લખ્યુ છે કે બીજો દેશ આવી તમારા દેશમાં ડ્રોન એટેક કરે. 

અમે અમેરિકા માટે સૌથી વધુ કુરબાની આપીઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ- અમેરિકા માટે એટલી કુરબાની કોઈએ નથી આપી જેટલી પાકિસ્તાને આપી. આપણા 80 હજાર લોકોના મોત થયા.

અમારી વિદેશ નીતિ પાકિસ્તાનના લોકો માટે હશેઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ- જ્યારે મને સત્તા મળી તો મેં હંમેશા કહ્યુ કે, અમારી વિદેશ નીતિ પાકિસ્તાનના લોકો માટે હશે પરંતુ તેનો અર્થ એવો નથી કે અમે કોઈ સાથે દુશ્મની કરીએ. 

કોઈની સામે મારી જનતાને ઝુકવા નહીં દઉંઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ- જ્યારે મેં રાજનીતિ શરૂ કરી ત્યારથી મેં હંમેશા તે કહ્યુ કે હું કોઈની સામે ઝુકીશ નહીં અને દેશને ઝુકવા દઈશ નહીં. 

મેં પાકિસ્તાનને ઉપર અને નીચે જતું જોયુંઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ, 'હું જ્યારે નાનો હતો ત્યારે પાકિસ્તાનનું ઉદાહરણ આપવામાં આવતું હતું. આપણે ઉપર જઈ રહ્યાં હતા, પરંતુ મેં પાકિસ્તાનને નીચે જતુ જોયું હતું.'

— ANI (@ANI) March 31, 2022

હું ભાગ્યશાળી છું કે અલ્લાહે મને બધુ આપ્યુઃ ખાન
ઇમરાન ખાને કહ્યુ- હું ભાગ્યશાળી છું કે અલ્લાહે મને બધુ આપ્યુ, પ્રસિદ્ધિ, ધન, બધુ. મારે આજે કોઈ વસ્તુની જરૂર નથી. તેણે મને બધુ આપ્યુ જેના માટે હું તેનો આભારી છું. 

— ANI (@ANI) March 31, 2022

- રાષ્ટ્રના નામે સંબોધનમાં પીએમ ઇમરાન ખાને કહ્યુ, હું પ્રથમ જનરેશનથી છું જેનો જન્મ આઝાદ પાકિસ્તાનમાં થયો, મારા માતા-પિતા ગુલામીના સમયમાં જન્મ્યા હતા. મારા માતા-પિતા હંમેશા મને કહેતા હતા કે તું નસીબદાર છો કારણ કે તું નથી જાણતો કે ગુલામી શું હોય છે. 

- ઇમરાન ખાને પોતાના સંબોધનમાં કહ્યુ કે હું નસીબદાર છું કે મને જેટલી જરૂરીયાત હતી એટલી પ્રતિષ્ઠા મળી. આજે મારે કોઈ વસ્તુની જરૂર નથી. હું પાકિસ્તાનની પ્રથમ જનરેશન છું. પાકિસ્તાન મારાથી માત્ર 5 વર્ષ મોટુ છે. 

અમેરિકા વિરુદ્ધ રાજદ્વારી વિરોધ નોંધાવશે અમેરિકા
અમેરિકા  પર પાકિસ્તાનની રાજકીય દખલઅંદાજીનો આરોપ લગાવ્યા બાદ પાકિસ્તાન અમેરિકા વિરુદ્ધ રાજદ્વારી વિરોધ નોંધાવશે. પાકિસ્તાન અમેરિકાના સર્વોચ્ચ અધિકારીને સમન પાઠવી વિરોધ નોંધાવશે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઇમરાન ખાનના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ
રાષ્ટ્રજોગ સંબોધન પહેલા ઇમરાન ખાનના ઘર પર રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની 37મી બેઠક મળી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના રક્ષામંત્રી, ઉર્જા મંત્રી, સૂચના તથા પ્રસારણ મંત્રી, ગૃહમંત્રી, નાણામંત્રી, માનવાધિકાર મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત ઘણા મંત્રી અને અધિકારી હાજર રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news