Liz Truss Resigns: માત્ર 45 દિવસમાં ટ્રસે છોડી PMની ખુરશી, ફરી રેસમાં આવ્યા ઋષિ સુનક અને બોરિસ જોનસન
Britain Political Crisis: બ્રિટનના પ્રધાનમંત્રી લિઝ ટ્રસે ડોલરના મુકાબલે નીચે પડતા પાઉન્ટ અને વધતી મોંઘવારી વચ્ચે રાજીનામું આપી દીધું છે. હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે નવા પ્રધાનમંત્રી કોણ બનશે?
Trending Photos
લંડનઃ Liz Truss Resigns: માત્ર 45 દિવસ, ભૂલભરેલા આર્થિક નિર્ણયો અને મહત્વપૂર્ણ લડાયક નેતાઓના રાજીનામાએ બ્રિટિશ પ્રદાનમંત્રી લિઝ ટ્રસે ખુરશી છોડવી પડી છે. હવે નવા પ્રધાનમંત્રી પદ ગ્રહણ ન કરે ત્યાં સુધી ટ્રસ કેરટેકર પીએમ રહેશે. પરંતુ તેમની આ જાહેરાતથી મોંઘવારીનો સામનો કરી રહેલા બ્રિટનમાં રાજકીય સંકટ ઉભું થઈ ગયું છે.
પોતાના રાજીનામાની જાહેરાત કરતા લિઝ ટ્રસે સ્વીકાર્યું કે તે પોતાના જનાદેશને નિભાવવામાં સક્ષમ નથી અને તેથી રાજીનામું આપી રહ્યાં છે. સાથે તેમણે જાહેરાત કરી કે આગામી એક સપ્તાહમાં કંઝર્વેટિવ પાર્ટી નવા નેતાની પસંદગી કરી લેશે. પરંતુ આ વચ્ચે વિપક્ષી લેબર પાર્ટીએ તેને શરમજનક સ્થિતિ ગણાવતા તત્કાલ ચૂંટણી કરાવવાની માંગ કરી છે.
બોરિસ જોનસનની વિશ્વાસુ
કંઝર્વેટિવ પાર્ટીમાં લિઝ ટ્રસના મુકાબલે બીજા સ્થાન પર રહેલા ઋષિ સુનકની મજબૂત દાવેદારીથી લઈને પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસનની એકવાર ફરી પીએમ પદ પર વાપસી થવાની દરેક સંભાવના પર વાત થઈ રહી છે. આમ પણ ટ્રસ પૂર્વ પીએમ જોનસનની વિશ્વાસુ છે. ઓક્ટોબર 28 સુધી આંતરિક ચૂંટણીની કવાયતથી નેતાની ચૂંટણી પર તસવીર સ્પષ્ટ થઈ જશે પરંતુ એટલું નક્કી છે કે બ્રિટનની સરકાર અને તેનો ખજાનો બે મહિના બાદ વધુ નબળી આર્થિક સ્થિતિમાં પહોંચવાનો છે.
કેમ કહ્યું હતું હું યોદ્ધા છું?
બ્રિટનમાં સૌથી ઓછા સમય સુધી પ્રધાનમંત્રીની જવાબદારી નિભાવી રાજીનામુ આપવાનો ટેગ લઈને જઈ રહેલા ટ્રસે એક દિવસ પહેલા સંસદમાં કહ્યું હતું કે તે યોદ્ધા છે અને રાજીનામુ આપશે નહીં, પરંતુ 24 કલાકમાં ચિત્ર બદલી ગયું. તેમણે 10 ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર આવાસ બહાર લાગેલા મીડિયા કેમેરાની સામે આવીને રાજીનામાની જાહેરાત કરવી પડી છે.
લિઝ ટ્રસે કેમ આપ્યું રાજીનામું?
તેવામાં તે સવાલ ઉઠવો વ્યાજબી છે કે આખરે શું થયું કે ટ્રસે રાજીનામું આપવું પડ્યું? તેની પાછળ કેટલાક જૂના અને નવા કારણ છે. તેમને આ ખુરશી બોરિસ જોનસનના રાજીનામા બાદ મળી હતી, જે જૂનથી જુલાઈ 2022 વચ્ચે પાર્ટીગેટ અને ક્રિસ પિંચર વિવાદ જેવા મામલાથી ઘેરાયેલા હતા. સાથે બ્રિટનમાં વધતી મોંઘવારી અને આર્થિક નીતિઓને લઈને વધતી નારાજગીએ જોનસનના કાર્યકાળને રસ્તામાં રોકી દીધો હતો. ત્યારબાદ એક લાંબી આંતરિક ચૂંટણી પ્રક્રિયા બાદ 5 સપ્ટેમ્બરે લિઝ ટ્રસે ભારતીય મૂળના સુનકને બરાવી કંઝર્વેટિવ પાર્ટીમાં મુખિયાનું પદ જીત્યું અને પ્રધાનમંત્રી બન્યા હતા.
લિઝ ટ્રસના પ્રધાનમંત્રી બન્યાના બે દિવસની અંદર બ્રિટનને મોટો આઘાત લાગ્યો અને તેમની નિમણૂંક કરનારા મહારાણી એલિઝાબેથનું નિધન થઈ ગયું હતું. તેવામાં પીએમ તરીકે ટ્રસની પહેલી મોટી જવાબદારી તો મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર રહ્યાં, જે માટે દુનિયાના ઘણા દેશના પ્રમુખો બ્રિટન પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે