NASA ના Perseverance રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના પર્સીવન્સ રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લીધુ છે. લગભગ 7 મહિના પહેલા આ રોવરે ધરતી પરથી ટેકઓફ કર્યું હતું. NASA એ આ સફળતા ભારતીય-અમેરિકી મૂળના વૈજ્ઞાનિક ડો.સ્વાતિ મોહનના નેતૃત્વમાં મેળવી છે. પર્સીવરેન્સ રોવર મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓની શોધ કરશે. નાસાના જણાવ્યાં મુજબ રોવરે ગુરુવાર-શુક્રવારની રાતે મંગળની સૌથી ખતરનાક સપાટી જેજેરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું જ્યાં એક સમયે પાણી હતું. 
NASA ના Perseverance રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું

વોશિંગ્ટન: અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના પર્સીવન્સ રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લીધુ છે. લગભગ 7 મહિના પહેલા આ રોવરે ધરતી પરથી ટેકઓફ કર્યું હતું. NASA એ આ સફળતા ભારતીય-અમેરિકી મૂળના વૈજ્ઞાનિક ડો.સ્વાતિ મોહનના નેતૃત્વમાં મેળવી છે. પર્સીવરેન્સ રોવર મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓની શોધ કરશે. નાસાના જણાવ્યાં મુજબ રોવરે ગુરુવાર-શુક્રવારની રાતે મંગળની સૌથી ખતરનાક સપાટી જેજેરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું જ્યાં એક સમયે પાણી હતું. 

NASA એ કર્યો આ દાવો
નાસાએ દાવો કર્યો છે કે આ અત્યાર સુધીના ઈતિહાસમાં રોવરની માર્સ પર સૌથી સટીક લેન્ડિંગ છે. રોવરના લાલ ગ્રહની સપાટી પર પહોંચ્યાના ગણતરીના સમયમાં અમેરિકી સ્પેસ એજન્સીએ તેની પહેલી તસવીર પણ બહાર પાડી દીધી છે. છ પૈડાવાળું આ રોવર મંગળ ગ્રહની જાણકારી ભેગી કરશે અને પથ્થરોના નમૂના પણ સાથે લઈને આવશે. જેનાથી જાણવા મળશે કે શું લાલ ગ્રહ પર ક્યારેય જીવન હતું ખરું.

આ માટે ખાસ છે Perseverance
પર્સીવરેન્સ નાસાની ચોથી પેઢીનું રોવર છે. આ અગાઉ પાથફાઈન્ડર અભિયાન માટે સોજોનરને વર્ષ 1997માં મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ 2004માં સ્પિરિટ અને ઓપોર્ચ્યુનિટીને મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે 2012માં ક્યૂરિઓસિટીએ મંગળ પર ડેરો જમાવ્યો હતો. નાસાના માર્સ મિશનનું નામ પર્સીવરેન્સ માર્સ રોવર અને ઈન્જીન્યૂટી હેલિકોપ્ટર છે. NASA ના જણવ્યાં મુજબ પર્સીવરેન્સ રોવર 1000 કિલોગ્રામ વજનનું છે. જે પરમાણુ ઉર્જાથી ચાલે છે. પહેલીવાર કોઈ રોવરમાં પ્લૂટોનિયમનો ઈંધણ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. 

— NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 18, 2021

સરળ નહતું લેન્ડિંગ
પર્સીવરેન્સ રોવર મંગળ ગ્રહ પર 10 વર્ષ સુધી કામ કરશે. તેમાં 7 ફૂટનો રોબોટિક આર્મ, 23 કેમેરા અને એક ડ્રિલ મશીન છે. આમ તો Perseverance રોવરના લાલ ગ્રહની સપાટી પર પહોંચવાની પ્રક્રિયા ખુબ મુશ્કેલ રહી. લેન્ડિંગ અગાઉ રોવરે એ સમયમાંથી પણ પસાર થવું પડ્યું જેને ટેરર ઓફ સેવન મિનિટ્સ કહે છે. આ દરમિયાન રોવરની ગતિ 12 હજાર માઈલ પ્રતિ કલાક હતી અને તે મંગળના વાયુમંડળમાં પ્રવેશી ચૂક્યું હતું. આવા સમયમાં ઘર્ષણથી વધેલા તાપમાનના કારણે રોવરને નુકસાન પહોંચવાની શક્યતા ખુબ વધુ હતી પરંતુ તે સફળતાપૂર્વક લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું. 

સ્વાતિ મોહન બાળપણથી યુએસમાં
નાસાના એન્જિનિયર ડો. સ્વાતિ મોહને આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મંગળ ગ્રહ પર ટચડાઉનની પુષ્ટિ થઈ ગઈ છે. હવે તે જીવનના સંકેતની શોધ માટે તૈયાર છે. સ્વાતિ બાળપણમાં જ અમેરિકા આવી ગયા હતા. તેમણે પોતાનો મોટાભાગનો સમય ઉત્તર વર્જિનિયા-વોશિંગ્ટન ડીસી મેટ્રો ક્ષેત્રમાં વિતાવ્યો તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ અને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં સ્નાતકની  ડિગ્રી મેળવી તથા એરોનોટિક્સ-એસ્ટ્રોનોટિક્સમાં એમઆઈટીથી એમએસ અને પીએચડી પૂરું કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news