બ્રિટનમાં ફેલાઇ રહ્યો છે નવા પ્રકારનો કોરોના વાયરસ, UK માં ટિયર 3 લોકડાઉન લાગૂ
બ્રિટનમાં નવા કોરોના વાયરસના ઝડપથી ફેલાવવાથી ટીયર થ્રી લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે કોરોનાના નવા વેરિએન્ટની ઓળખ થયા બાદ કોવિડ 19ના કેસ ઝડપથી વધી રહ્યા છે.
Trending Photos
લંડન: કોરોના વાયરસ (corona Virus) દુનિયાભરના દેશોમાં પગ પેસારો કરી લીધો છે પરંતુ બ્રિટનમાં દરરોજ વધી રહેલા કેસ માટે કોવિડ 19ના નવા વેરિએન્ટને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસનો નવો પ્રકાર બ્રિટન અને યૂરોપના ઘણા અન્ય દેશોમાં ફેલાઇ રહ્યો છે. એવામાં ફરી એકવાર લંડન અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પ્રતિક્રિયા આપી છે. WHOએ આ નવા પ્રકારના કોવિડ વાયરસ વિરૂદ્ધ વેક્સીનના પ્રભાવને લઇને જાણકારી આપી છે.
બ્રિટનમાં 100 લોકો થયા નવા કોવિડ વેરિએન્ટથી ઇનફેક્ટિડ
WHO એ કહ્યું આ સલાહ આપવા માટે કોઇ પુરાવા જરૂર નથી નવા કોવિડ 19 વેરિએન્ટના વિરૂદ્ધ વેક્સીનની અસર પ્રભાવિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસો પહેલાં WHO (World Health Organisation)ના ટોચના ઇમરજન્સી વિશેષજ્ઞ માઇક રેયાન (Mike Ryan)એ કહ્યું હતું કે વેક્સીન એટલી માત્રામાં ઉપલબ્ધ નહી થાય કે તમામને લગાવી શકાય. આપણે કોરોના વાયરસ (CoronaVirus)ના પ્રસારને કાબૂમાં કરવા માટે હાલના ઉપાયો ચાલુ રાખવા પડશે. રેયાને કહ્યું કે 'અમને જાણકારી મળી છે કે ઇંગ્લેંડમાં 1,000 વ્યક્તિઓમાં નવો વાયરસ જોવા મળ્યો છે. અમે તેને ગંભીરતાથી લઇ રહ્યા છીએ. અમે બ્રિટનમાં ઘણા વેરિએન્ટ જોઇ રહ્યા છીએ. આ વાયરસ સાથે વિકસિત થશે અને બદલાતા રહેશે.
આ ક્ષેત્રોમાં ફેલાયો નવો કોરોના વાયરસ
બ્રિટનના હેલ્થ સેક્રેટરી મેટ હૈંકોક (Matt Hancock)એ દાવો કરતાં કહ્યું કે દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટની ઓળખ થઇ છે. WHOના સ્વાસ્થ્ય સચિવે એક નિવેદનમાં કહ્યું કે 'અમે ઘાતક કોરોના વાયરસના એક નવા રૂપની ઓળખ કરી છે, જે ઇગ્લેંડના દક્ષિણ-પૂર્વમાં ઝડપથી ફેલાઇ શકે છે. શરૂઆતી વિશ્લેષણથી ખબર પડી છે કે આ આવૃતિ હાલના વેરિએન્ટની તુલનામાં ઝડપથી વધી રહ્યો છે. હૈનકોકએ આગળ કહ્યું કે ઓછામાં ઓછા 60 અલગ-અલગ સ્થાનિક અધિકારીઓએ કોરોના વાયરસ સંક્રમણના નવા પ્રકારને જોયો છે.
UK માં લાગ્યું ટિયર થ્રી લોકડડાઉન
બ્રિટનમાં નવા કોરોના વાયરસના ઝડપથી ફેલાવવાથી ટીયર થ્રી લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે કોરોનાના નવા વેરિએન્ટની ઓળખ થયા બાદ કોવિડ 19ના કેસ ઝડપથી વધી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખતાં બ્રિટન સરકારે લંડનમાં દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોને ફરી 'ટીયર-3' સ્તરના પ્રતિબંધમાં રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે