VIDEO: 'રહસ્યમયી' ટ્રેન દ્વારા ચીનના પ્રવાસે ઉ.કોરિયાના તાનાશાહ, શી-કિમ વચ્ચે થઈ ગુફ્તગુ

VIDEO: 'રહસ્યમયી' ટ્રેન દ્વારા ચીનના પ્રવાસે ઉ.કોરિયાના તાનાશાહ, શી-કિમ વચ્ચે થઈ ગુફ્તગુ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર વિદેશ પ્રવાસ કરી રહ્યાં છે અને ચીન પહોંચ્યા છે. બહારની દુનિયાને આ વાત તો જરાય ખબર પણ ન પડી હોત. પરંતુ જેવી એક ખાસ ટ્રેન બેઈજિંગ પહોંચી કે લોકોને ખબર પડી ગઈ કે આ  ટ્રેનમાં કિમ જોંગ ઉન સવાર છે. એક ખાસ પીળી પટ્ટીવાળી ટ્રેનમાં જ કિમ જોંગનો પરિવાર મુસાફરી કરે છે. કિમ અને તેનો પરિવાર હવાઈ મુસાફરીથી દૂર રહે છે. ષડયંત્ર રચાવવાનું જોખમ અને હવાઈ મુસાફરીનો ડર તેના કારણ હોઈ શકે છે. પરંતુ જ્યારે સત્તાધારી કિમ કુટુંબની આ ખાસ ટ્રેનને ઉત્તર કોરિયાની બહાર જોવામાં આવી તો માલુમ પડ્યું કે કિમ વિદેશ પ્રવાસે ગયા છે.

કિમ જોંગ ઈલ
કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલનું ડિસેમ્બર 2011માં મોત થયા બાદ તેમનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. ઈલને હવાઈ પ્રવાસથી નફરત હતી. તેમણએ લગભગ એક ડઝન જેટલા વિદેશ પ્રવાસ કર્યાં. જેમાંથી મોટાભાગના ચીનના હતાં. આ દરમિયાન તેઓ આ જ ટ્રેનથી પ્રવાસ કરતા હતાં. આ પ્રવાસ દરમિયાન ટ્રિનમાં અતિ ભવ્ય પાર્ટીઓ થતી હતી. દારૂ પણ પિરસાતો હતો. એન્ટરટેઈનમેન્ટ કાર્યક્રમો પણ થતા હતાં. તેમના પ્રવાસ હંમેશા સિક્રેટ રાખવામાં આવતા હતાં. 2001માં જ્યારે તેઓ રશિયા ગયા તો ત્યાં એક રશિયન અધિકારી કોન્સ્ટેન્ટિન યુલિકોવસ્કી પણ સાથે હતો. 2002માં તેના હવાલે એક અખબારે લખ્યું પણ હતું કે તે ત્રણ સપ્તાહના પ્રવાસમાં ફ્રાન્સની બોર્ડિએક્સ અને બિયુજોલિએસ જેવી મોંઘી દારૂના અનેક બોક્સ હતાં. લાઈવ લોબસ્ટર અને પોર્ક બાર્બેક્યુનું ભોજન પીરસવામાં આવતું હતું.

— Augustus Manchurius (@1984to1776) March 26, 2018

કિમ જોંગ ઈલના પ્રવાસો ખુબ સિક્રેટ રહેતા હતાં. આ અંગે કોઈને પણ ગંધ સુદ્ધા આવતી નહતી. 2003માં ચીન પહોંચ્યાના અનેક દિવસો બાદ તેમના પ્રવાસને સાર્વજનિક કરવામાં આવ્યો હતો. આ રીતે જ્યારે તેઓ 2009માં રશિયા ગયા તો ત્યાં ફોટોગ્રાફરોને તેમના પ્રવાસના ફોટા લેવાની ના પાડી દેવાઈ હતી.

— ANI (@ANI) March 28, 2018

કિમ ઈલ-સુંગ
ઉત્તર કોરિયાના સંસ્થાપક અને કિમ જોંગ ઈલના પિતા તો 1984માં પૂર્વ યુરોપ સુધી આ ટ્રેનમાં ગયા હતાં.

કિમ જોંગ ઉન
કિમ જોંગ હાલ ચાર દિવસના ચીન પ્રવાસે ગયા છે. કિમ પત્ની રી સોલ જૂ સાથે આ પ્રવાસે ગયા છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પણ કરી. રિપોર્ટ્સ મુજબ જિનપિંગ સાથે મુલાકાત બાદ કિમે કહ્યું કે નોર્થ કોરિયા, અમેરિકા સાથે વાત કરવા માટે  તૈયાર છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન કિમ જોંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને નોર્થ કોરિયા આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. જેને શીએ સ્વીકારીને જલ્દી ત્યાં આવવાની વાત કરી છે.

— ANI (@ANI) March 28, 2018

શાહી ભોજન
મીડિયા રિપોર્ટ્સ મુજબ શીએ પોતાના ખાસ મહેમાન કિમનું જોરદાર સ્વાગત તો કર્યું જ પરંતુ સાથે સાથે તેમના માટે એક શાનદાર શાહી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું. ચીનની રાજધાની બેઈજિંગની એક હોટલમાં આયોજિત શાહી ભોજન દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાત થઈ. ભોજન બાદ કિમે કહ્યું કે મારી શી જિનપિંગ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. મેં શીની સાથે બંને પક્ષો, સંબંધોના વિકાસ, વર્તમાન ઘરેલુ સ્થિતિ, કોરિયાઈ દ્વિપ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર વાત કરી. ભોજન બાદ શીએ કહ્યું કે કિમે તેમને સતત બીજીવાર ચીનના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવવા બદલ શુભેચ્છા પાઠવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news