ઘર્ષણ: પરમાણુ હથિયારો સાથેના અમેરિકી ફાઇટર જેટે સાઉથ ચાઇના સીમાં કબ્જો જમાવ્યો,
સાઉથ ચાઇના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધતો જોઇ રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે કે, દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી નેવી દ્વારા જોરદાર શક્તિ પ્રદર્શન ગણાવવામાં આવી રહ્યું છે. ચીને અમેરિકાને આ અંગે ધમકી પણ આપી અને પોતાનાં મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા આ શક્તિનું ખુલુ પ્રદર્શન ગણાવ્યું છે.
Trending Photos
વોશિંગ્ટન: સાઉથ ચાઇના સીમાં ચીન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધતો જોઇ રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે કે, દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી નેવી દ્વારા જોરદાર શક્તિ પ્રદર્શન ગણાવવામાં આવી રહ્યું છે. ચીને અમેરિકાને આ અંગે ધમકી પણ આપી અને પોતાનાં મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા આ શક્તિનું ખુલુ પ્રદર્શન ગણાવ્યું છે.
સાઉથ ચાઇના સીમાં યુદ્ધાભ્યાસ દરમિયાન પરાણુ બોમ્બ લઇ જવા સક્ષમ અમેરિકાનાં બોમ્બવર્ષક વિમાન સહિત કુલ 11 ફાઇટર જેટે વિવાદિત ક્ષેત્રમાં ઉડ્યન કરી હતી. આ તમામ ફાઇટર જેટ્સે ઉડાવી અમેરિકાએ ચીનને પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો હતો. આ દરમિયાન યુએસ નેવીએ પરમાણુ યુદ્ધ જહાજ નિમિત્ઝ અને રોનાલ્ડ રીગન જેવા વિશ્વનાં સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયરને પણ યુદ્ધાભ્યાસમાં જોડ્યા હતા.
અમેરિકી ફાઇટર જેટની વિવાદિત ક્ષેત્રમાં ઉડ્યનથી ચીન ભડકી ગયું હતું. ત્યાંના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે તેને શક્તિનો ખુલ્લુ પ્રદર્શન ગણાવ્યું હતું. અમેરિકાને ધમકી આપી કે, અમેરિકાની કોઇ પણ કાર્યવાહી પર પીએલએ મુંહતોડ જવાબ આપવા માટે ખુબ જ બેતાબીથી રાહ જોઇ રહ્યુ છે.
ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે, ચીન પાસે DF-21D અને DF-26 એરક્રાફ્ટ કેરિયર અને કિલર મિસાઇલ, એન્ટીએરક્રાફ્ટ કેરિયર હથિયારોનો ખજાનો છે. દક્ષિણ ચીન સાગર સંપુર્ણ ચીનની મુઠ્ઠીમાં છે. આ ક્ષેત્રમાં કોઇ પણ અમેરિકી કેરિયર એરક્રાફ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં અમેરિકી સરકારને આનંદ મળશે.
ગ્લોબલ ટાઇમ્સની ધમકીના ટ્વીટને રિટ્વીટ કરતા યુએસ નેવીએ કહ્યું કે, અમેરિકી નેવી ત્યાર બાદ પણ આ ક્ષેત્રમાં તહેનાત રહેશે. ચીની નૌસેનાનાં યુદ્ધાભ્યા સમયે જ અમેરિકાએ આ યુદ્ધાભ્યાસ કરીને ચીનને પડકાર્યું છે. અમેરિકાએ કહ્યું કે, યુદ્ધાભ્યાસનો મુખ્ય ઇરાદો આ વિસ્તારમાં દરેક દેશને ઉડ્યન કરવાની આઝાદી, સમુદ્રી વિસ્તારમાંથી પસાર થવાની વ્યવસ્થાના આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરાવવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે