IMF પાસે ભીખ નહી માંગે પાકિસ્તાન, અમે ડોલરના મોહતાજ નથી: ઇમરાન ખાન

 આર્થિક સંકટ સામે જઝુમી રહેલા પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય મુદ્રા દોષ (IMF) પાસેથી મદદ લેવાના વિકલ્પ પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. પાકિસ્તાને વડાપ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો છે કે તેઓ કેટલાક મિત્ર દેશોનાં સંપર્કમાં છે જેના કારણે તેમને વધી રહેલા દેવાના કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની સમસ્યામાં મદદ કરી શકે. 

IMF પાસે ભીખ નહી માંગે પાકિસ્તાન, અમે ડોલરના મોહતાજ નથી: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ :  આર્થિક સંકટ સામે જઝુમી રહેલા પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય મુદ્રા દોષ (IMF) પાસેથી મદદ લેવાના વિકલ્પ પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. પાકિસ્તાને વડાપ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો છે કે તેઓ કેટલાક મિત્ર દેશોનાં સંપર્કમાં છે જેના કારણે તેમને વધી રહેલા દેવાના કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની સમસ્યામાં મદદ કરી શકે. 

ઉલ્લેખનીય ચે કે તે અગાઉ પાકિસ્તાને આઇએમએફથી બેલાઉટ પેકેજની માંગ કરી હતી. પાકિસ્તાન આ માંગ બાદ આઇએમએફએ તેની બેલેન્સ ઓફ પેમેન્ટ સમસ્યાને જોતાચીન પાસેથી વન બેલ્ટ વન રોડ યોજના માટે અપાયેલ દેવાની સમીક્ષાની વાત કરવામાં આવી હતી. 

આઇએમએફની આ શરત પર પાકિસ્તાનને ગત્ત થોડા વર્ષો દરમિયાન ચાઇના- પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) ના હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મોટુ દેવું મળી રહ્યું હતું. આઇએમએફનું માનવું છે કે ચીન પાસેથી પાકિસ્તાનને આપવામાં આવેલું દેવું તેની પરેશાનીનું કારણ હોઇ શકે છે જેથી કોઇ પ્રકારનું બેલઆઉટ પેકેજ આપતા પહેલા ચીન પાસેથી મળેલા દેવાની સંપુર્ણ સમીક્ષા કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news