Karachi Police Head Quarter Attack: કરાચીમાં પોલીસ હેડ ક્વાર્ટર પર હુમલો, 10થી વધુ આતંકવાદીઓ હોવાની આશંકા

હુમલાખોરોએ પોલીસ હેડક્વાર્ટરની પાછળથી ગ્રેનેડ ફેંક્યો હતો અને બાદમાં તેઓએ ચાર માળની ઇમારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોએ વિસ્ફોટ કર્યો અને ગોળીબાર કર્યો ત્યારે સ્ટાફ હજુ પણ પોલીસ વડાની ઓફિસમાં હાજર હતો. પોલીસ હેડક્વાર્ટર પર ભારે પોલીસ ફોર્સ પહોંચી ગયો છે.

Karachi Police Head Quarter Attack: કરાચીમાં પોલીસ હેડ ક્વાર્ટર પર હુમલો, 10થી વધુ આતંકવાદીઓ હોવાની આશંકા

Karachi Police Head Quarter Attack:  પાકિસ્તાનના કરાચીમાં પોલીસ હેડક્વાર્ટર પર આતંકીઓએ હુમલો કર્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર હેડક્વાર્ટરમાં 10થી વધુ આતંકીઓ હાજર છે. આ સાથે આતંકવાદીઓ બહુમાળી ઈમારતની અંદર પણ ઘૂસી ગયા છે. કરાચી પોલીસ ઓફિસની તમામ લાઇટો બંધ કરી દેવામાં આવી છે. તમામ દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

હુમલાખોરોએ પોલીસ હેડક્વાર્ટરની પાછળથી ગ્રેનેડ ફેંક્યો હતો અને બાદમાં તેઓએ ચાર માળની ઇમારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોએ વિસ્ફોટ કર્યો અને ગોળીબાર કર્યો ત્યારે સ્ટાફ હજુ પણ પોલીસ વડાની ઓફિસમાં હાજર હતો. પોલીસ હેડક્વાર્ટર પર ભારે પોલીસ ફોર્સ પહોંચી ગયો છે.

— Kashmiri Hindu (@BattaKashmiri) February 17, 2023

— Usama Khokhar🇱🇾 (@UsamaKashifPPP) February 17, 2023

10 થી વધુ હુમલાખોરો ગ્રુપમાં વહેંચાયેલા છે
આતંકવાદીઓના પહોંચ્યા બાદ પોલીસ સ્ટેશનના વડાની ઓફિસની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે તેઓ હુમલાખોરોની સંખ્યા અને તેમના ઠેકાણાની ચકાસણી કરી રહ્યા છે. દરમિયાન, આતંકવાદીઓ દ્વારા ઘેરાયેલા પોલીસ અધિકારીએ સાથી અધિકારીઓને સંદેશો મોકલ્યો કે પોલીસ વડાની ઓફિસમાં 10 થી વધુ હુમલાખોરો ગ્રુપોમાં વહેંચાયેલા છે. હુમલાખોરોએ કરાચી પોલીસ ઓફિસ (KOP) ના પાછળના માર્ગમાંથી ભારે હથિયારોનો ઉપયોગ કરીને પોલીસ પર હુમલો કર્યો હતો. આ પહેલા પણ આતંકીઓએ મિયાંવાલી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.

રેન્જર્સની ભારે ટુકડીઓથી ઘેરી લીધું
પોલીસ હેડક્વાર્ટર પોલીસ અને રેન્જર્સની ભારે ટુકડીથી ઘેરાયેલું છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે કરાચી પોલીસ વડાની ઓફિસ પર થયેલા હુમલાની નોંધ લીધી હતી. સિંધ પ્રાંતના મુખ્ય પ્રધાન મુરાદ અલી શાહે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) ને KOPમાં ટીમો મોકલવા અને હુમલાખોરોની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે સંબંધિત અધિકારી પાસેથી વારંવાર સમયાંતરે અહેવાલો માંગ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news