પોતાની જમીનથી અફઘાન-ભારત વ્યાપાર અંગે વિચાર કરી રહ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાને આ વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાન સાથે વાતચીત કરીને તે વાતના સંકેત આપ્યા હતા
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાને આ વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાન સાથે વાતચીત કરીને તે વાતના સંકેત આપ્યા હતા કે તે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પોતાનાં જમીની રસ્તા મારફતે વ્યાપાર ચાલુ થાય તેના પક્ષમાં છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાનાં રાજદૂત જોન બાસે એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. જોન બાસનો આ ખુલાસો ઘણો મહત્વપુર્ણ છે કારણ કે પાકિસ્તાન ગત્ત ઘણા વર્ષોથી ભારતનો સામાન અફઘાનિસ્તાન મોકલવા માટે પોતાની જમીનના ઉપયોગને મંજુરી નહોતું આપી રહ્યું.
બાસે કહ્યું કે, પાકિસ્તાનની સરકારે બે મહત્વપુર્ણ ડેવપલમેન્ટ બાદ અફઘાનિસ્તાન સાથે આ અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, અમે ભારતથી અફઘાનિસ્તાન માટે નિકાસમાં વધારો જોઇ રહ્યા છે. નિસંદેહ એક એક્સપોર્ટની રણનીતિનો પણ એક હિસ્સો હોઇ શકે છે પરંતુ તે મહત્વપુર્ણ છે. અફઘાનિસ્તાન અને ઉજબેકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે થોડા મહિનાઓ પહેલા પાકિસ્તાને વાત કરી હતી. તે ઉપરાંત પાકિસ્તાન સરકારે અફગાનિસ્તાનની તે પદ્ધતીઓ અંગે પણ વિચાર કરવાની વાત કરી, જેણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વ્યાપારને પાકિસ્તાનના રસ્તે કરી શકાય.
મુંબઇ આયોજીત ભારત- અફઘાનિસ્તાન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ શો ઉપરાંત અમેરિકી રાજદુતે આ વાત કરી. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાનનાં ગ્રોથમાં યોગદાન આપતા ભારતીય કંપનીઓએ મોટા પ્રમાણમાં ત્યાં રોકાણ કર્યું છે. ગત્ત વર્ષે દિલ્હીમાં આયોજીત ટ્રેડશોથી ભારતીય કંપનીઓની તરફતી અફઘાનિસ્તાનમાં 27 મિલિયન ડોલરનાં રોકાણનો નિર્ણય લેવામાં આવ્યો.
આ ઉપરાંત 200 મિલિયન ડોલરની રકમ પણ રોકાણ કરવામાં આવી. બાસે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં રાજનીતિક સ્થિરતા પાકિસ્તાનના લોંગ ટર્મ ઇટરેસ્ટમાં છે. તેમણે કહ્યું કે, બંન્ને દેશાઓમાં વ્યાપાર વધવાથી દક્ષિણ અને મધ્ય એશિયાની વચ્ચે સંપર્ક વધી શકશે. પાકિસ્તાનની તરફથી વ્યાપાર માટે જમીનના ઉપયોગની અનુમતી નહી આપવાથી આ ક્ષેત્રોને નુકસાન ઉઠાવવું પડી રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે