દિલ્હી ચૂંટણી પરિણામોમાં પાકિસ્તાનને ગજબનો રસ, પાડોશી દેશના વિદેશમંત્રીએ કરી મોટી કમેન્ટ 

આજે દિલ્હીની વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટીની ઘોડો વિનમાં હોય એવું પ્રારંભિક તબક્કે લાગી રહ્યું છે

દિલ્હી ચૂંટણી પરિણામોમાં પાકિસ્તાનને ગજબનો રસ, પાડોશી દેશના વિદેશમંત્રીએ કરી મોટી કમેન્ટ 

કરાચી : પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ના કારણે તેમનો પક્ષ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારના ખતરાનો સામનો કરી રહ્યો છે. ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં કુરૈશીએ આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે 2019માં થયેલી સામાન્ય ચૂંટણીમાં મળેલી જીત પછી ભાજપને ત્રણ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો છે. હવે દિલ્હીના પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે ત્યારે લાગે છે કે ભાજપને ફરીવાર હારનું મોં જોવું પડશે. 

ભારત વિરૂદ્ધના પાકિસ્તાનના પ્રચારને દુનિયામાં ટેકો ન મળવાના મુદ્દે કુરૈશીએ કહ્યું છે કે ઘણા દેશોને લાગે છે કે ભારત એક મોટું માર્કેટ છે અને એના કારણે તેઓ પોતાના હિતોની રક્ષા માટે મૌન સેવી રહ્યા છે. બધા લોકો નૈતિકતા અને સત્યની વાત કરી છે પણ તેમનો એકમાત્ર ઉદ્દેશ પોતાના આર્થિક હિતોની રક્ષા કરવાનો છે. પોતાના દેશની બદતર આર્થિક સ્થિતિ વિશે કુરૈશીએ કહ્યું છે કે દુનિયા પાકિસ્તાનને ગંભીરતાથી ત્યારે જ લેશે જ્યારે એની આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

મહમૂદ કુરૈશીએ આ વાર્તાલાપમાં દાવો કહ્યો છેકે ભાજપ સત્તામાં આવ્યું એ પછી ભારતનો વિકાસદર અડધો થઈ ગયો છે અને મને ડર છે કે ભારત પોતાની આર્થિક સ્થિતિથી ધ્યાન હટાવવા માટે કોઈ ફોલ્સ ફ્લેગ ઓપરેશન કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો વિશ્વના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news