FATFમાં પાકિસ્તાનને મોટો ઝટકો, કોઈ દેશે ન આપ્યું સમર્થન, 'ડાર્ક ગ્રે' યાદીમાં મૂકાવવાનો ડર

ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનનો મોટો આંચકો મળ્યો છે. આ બેઠકમાં પાકિસ્તાન અલગ થલગ પડતું જોવા મળ્યું. હવે એફએટીએફ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. આતંકી ફંડિંગ અને મની લોન્ડરિંગ રોકવામાં નિષ્ફળતા અને આતંકીઓ તથા તેમના સંગઠનો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરવાને લઈને હવે તે 'ડાર્ક ગ્રે' લિસ્ટમાં મૂકાઈ શકે છે. સુધરવા માટેની આ છેલ્લી ચેતવણી છે. 

FATFમાં પાકિસ્તાનને મોટો ઝટકો, કોઈ દેશે ન આપ્યું સમર્થન, 'ડાર્ક ગ્રે' યાદીમાં મૂકાવવાનો ડર

નવી દિલ્હી: ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનનો મોટો આંચકો મળ્યો છે. આ બેઠકમાં પાકિસ્તાન અલગ થલગ પડતું જોવા મળ્યું. હવે એફએટીએફ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. આતંકી ફંડિંગ અને મની લોન્ડરિંગ રોકવામાં નિષ્ફળતા અને આતંકીઓ તથા તેમના સંગઠનો વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી ન કરવાને લઈને હવે તે 'ડાર્ક ગ્રે' લિસ્ટમાં મૂકાઈ શકે છે. સુધરવા માટેની આ છેલ્લી ચેતવણી છે. 

FATFની હાલ બેઠલ ચાલી રહી છે જેમાં ભાગ લેનારા અધિકારીઓએ કહ્યું કે એવા સંકેત છે કે પાકિસ્તાન દ્વારા આતંક વિરુદ્ધ પૂરતી કાર્યવાહી ન કરવાના કારણે તમામ સભ્યો દ્વારા અલગ થલગ કરી દેવામાં આવશે. એક અધિકારીએ કહ્યું કે પાકિસ્તાન 27 પોઈન્ટમાંથી માત્ર 6 પોઈન્ટ પર જ ખરુ ઉતરી શક્યું છે. આવામાં એફએટીએફ તેના પર મોટી કાર્યવાહી કરી શકે છે. એફએટીએફ 18 ઓક્ટોબરના રોજ અંતિમ નિર્ણય જણાવશે. 

ગ્રે અને બ્લેક લિસ્ટ વચ્ચેની કેટેગરી છે ડાર્ક ગ્રે કેટેગરી
એફએટીએફના નિયમો મુજબ ગ્રે અને બ્લેક લિસ્ટ વચ્ચેની ડાર્ક ગ્રે કેટેગરી પણ હોય છે. ડાર્ક ગ્રેનો અર્થ થાય છે કડક ચેતવણી. જેથી કરીને સંબંધિત દેશને સુધરવાની છેલ્લી તક મળી શકે. જો આમ થાય તો પાકિસ્તાન માટે આ એક કડક ચેતવણી હશે કે તે છેલ્લી તકનો ઉપયોગ કરીને પોતાને સુધારે. નહીં તો તેને બ્લેક લિસ્ટ કરાઈ શકે છે. 

જુઓ LIVE TV

જૂન 2018માં તેને ગ્રે લિસ્ટ કરાયું હતું
FATFએ પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં નાખ્યું હતું અને 27 પોઈન્ટનો એક્શન પ્લાન આપતા એક વર્ષનો સમય આપ્યો હતો. જેમાં મની લોન્ડરિંગ અને આતંકી સંગઠનોની ટેરર ફાઈનાન્શિંગને બેંકિંગ તથા નોન બેંકિંગ, કોર્પોરેટ તથા નોન કોર્પોરેટ સેક્ટરોથી રોકવાના ઉપાય કરવાના હતાં. 

તુર્કી, મલેશિયા અને ચીન પાસેથી મદદની આશા હતી
આ બાજુ હાલના દિવસોમાં પાકિસ્તાને દુનિયાના અનેક દેશોમાં જઈને એક બાજુ જ્યાં પાકિસ્તાન પર ખોટી વાતો પ્રસાર કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં તેમના નેતા FATF ઉપર પણ સમર્થન ભેગુ કરવા માટે મથામણ કરતા હતાં. પાકિસ્તાને લગભગ તમામ દેશોનો સંપર્ક કર્યો અને કોશિશ કરી કે તેને બ્લેકલિસ્ટ ન કરવામાં આવે. હકીકતમાં જો પાકિસ્તાન બ્લેક લિસ્ટ થાય તો પહેલેથી ડામાડોળ અર્થવ્યવસ્થા વધુ ખરાબ થાય. પાકિસ્તાનને તુર્કી, મલેશિયા અને ચીન પાસેથી મદદની આશા હતીં પરંતુ આ 3 દેશો પણ દૂર થતા જોવા મળી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news