આતંકવાદ

શહલા રશીદના પિતાએ લગાવ્યો આરોપ- 'મારી પુત્રી દેશદ્રોહી ગતિવિધોમાં સામેલ'

જેએનયૂમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર શહલા રશીદના પિતા અબ્દુલ રશીદ  ( Abdul rashid)એ પુત્રીની કરતૂતોનો ભાંડો ફોડ્યો છે. તેમણે કહ્યું કે જે પ્રકારે તેમની પુત્રી જોરદાર પૈસા ખર્ચ કરી રહી છે અને એનજીઓ ચલાવી રહી છે.

Nov 30, 2020, 09:11 PM IST

26/11ની વરસી પર રક્ષામંત્રીની પાકિસ્તાનને કડક ચેતવણી,, કહ્યું- સુધરી જાવ નહીતર....

રક્ષામંત્રી રાજનાથ સિંહે 26/11 હુમલાના 12 વર્ષ પુરા થવાના અવસર પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. રક્ષામંત્રીએ કહ્યું કે 'આમ તો 12 વર્ષ સુધીનો સમય લાંબો સમય હોય છે પરંતુ  26/11 ની ઘટનાને કોઇપણ સ્વાભિમાની દેશ ક્યારેય ભૂલી ન શકે.

Nov 26, 2020, 10:31 PM IST

PoKમા ભારતીય સેનાએ કરી એર સ્ટ્રાઇક, આતંકવાદીઓના લોન્ચ પેડ પર મોટો હુમલો

 ભારતીય સેનાએ ફરી એકવાર મોટુ પરાક્રમ કર્યું છે. ભારતીય સેનાએ PoKમા એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડને નિશાન બનાવ્યા છે.

Nov 19, 2020, 07:07 PM IST

બ્રિક્સમાં PM મોદીનું પાક પર નિશાન- આતંકનો સાથ આપનાર દેશોનો થાય વિરોધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ સમૂહના વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બ્રિક્સ સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ આતંકવાદના મુદ્દા પર નામ લીધા વગર પાડોસી દેશ પાકિસ્તાનને આડે હાથ લીધો છે.
 

Nov 17, 2020, 05:31 PM IST

ISISના આતંકીઓએ હવે આ દેશમાં મચાવ્યો કાળો કેર, 50 લોકોના માથા વાઢી નાખ્યા

દક્ષિણ આફ્રીકાના દેશ મોઝામ્બિકથી હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. અહીં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકીઓએ 50 લોકોના માથા વાઢી નાક્યા છે. આ હત્યાકાંડને ગામના એક ફૂટબોલ મેદાનમાં અંજામ આપવામાં આવ્યો અને મૃતકોના બોડીના નાના નાના ટુકડા કરીને જંગલોમાં ફેંકી દીધા. સીરિયાથી ભાગી આવેલા આતંકીઓ હવે અહીં કેર વર્તાવી રહ્યા છે. 

Nov 11, 2020, 02:46 PM IST

કાર્ટૂન વિવાદ પર બોલ્યા મુનવ્વર રાણા- મારી વાત પર ગુનો સાબિત થાય તો શૂટ કરી દો, માફી નહીં માગુ

મુનવ્વર રાણાએ કહ્યુ કે, 69 વર્ષના શાયરને ભલે બનાવી દો જેહાદી, સત્ય બોલવાનું છોડીશ નહીં. મારા વિરુદ્ધ મૂર્ખાઓએ કોઈના ઈશારે કાર્યવાહી કરી. મારા નિવેદન માટે માફી માગીશ નહીં, ભલે ફાંસી થઈ જાય. 
 

Nov 2, 2020, 05:14 PM IST

ફ્રાન્સઃ ઝડપાઈ ગયો નીસ હુમલા સાથે જોડાયેલો ત્રીજો આતંકી, એજન્સીએ શરૂ કરી તપાસ

Terror Attack in France:  ફ્રાન્સના નીસ શહેરના ચર્ચમાં ચાકુબાજી કરનાર આતંકીના ત્રીજા સહયોગીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફ્રાન્સના બીએફએમ ટીવીના રિપોર્ટ પ્રમાણે આ શંકાસ્પદ આતંકીને શુક્રવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. 
 

Oct 31, 2020, 05:58 PM IST

મસૂદ અઝહર અને હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી નહી, FATF ની ગ્રે લિસ્ટમાં રહેશે PAK

આતંકવાદી સંગઠનોની ટેરર ફંડિંગ (Terror Funding) પર પ્રતિબંધ ન લગાવી શકવાના કારણે પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર એફએટીફ (Financial Action Task Force) ની ગ્રે લિસ્ટમાં યથાવત રહેશે.

Oct 23, 2020, 11:39 PM IST

આ દેશે PAK ને કહ્યું- કાશ્મીરમાં વધારો આતંકવાદ, શરૂ કરી હથિયારોની સપ્લાઇ

તુર્કી હવે ખુલીને કાશ્મીરમાં આતંક્વાદને વધારવા માટે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. તમને જણાવી દઇએ કે ચીન બાદ હવે તુર્કીએ પણ પાકિસ્તાન (Pakistan) ને હથિયારની સપ્લાઇ શરૂ કરી દીધી છે.

Oct 23, 2020, 06:21 PM IST

UNના મંચથી પીએમ મોદીએ દુનિયાને આપ્યું કોરોના વેક્સિન પર મોટુ આશ્વાસન

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુધાર પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યુ કે, આજે સંપૂર્ણ વિશ્વ સમુદાયની સામે એક મોટો સવાલ છે કે જે સંસ્થાની રચના ત્યારની પરિસ્થિતિઓમાં થઈ હતી, તેનું સ્વરૂપ શું આજે પણ વ્યવહારૂ છે. 

Sep 26, 2020, 07:56 PM IST

યૂએનમાં સ્થાયી સીટ માટે પીએમ મોદીની સ્પષ્ટ વાત, પૂછ્યું- ક્યાં સુધી રાહ જોશે ભારત

દુનિયાભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીને જોતા આ વખતે દુનિયાભરના નેતા  UNGAના સત્રને વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કરી રહ્યાં છે. 

Sep 26, 2020, 06:31 PM IST

સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાન પર નિશાન- વિદેશમંત્રી બોલ્યા- સરહદ પાર આતંકવાદ મુખ્ય વૈશ્વિક પડકાર

વિદેશમંત્રીએ કહ્યું કે, નેબરહુડ ફર્સ્ટ નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા યથાવત છે અને તેઓ એક કનેક્ટેડ, એકીકૃત, સુરક્ષિત અને સમૃદ્ધ દક્ષિણ એશિયાને થતું જોવા ઈચ્છે છે.

Sep 24, 2020, 05:53 PM IST

#ZeeNewsWorldExclusive: જાણો દાઉદની 'હયાત'નું સત્ય, ભારત વિરૂધ્ધ ઝેરી 'બોલ'

Zee News એ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ની પાકિસ્તાની પ્રેમિકા વિશે મોટો ખુલાસો કર્યો છે. દાઉદની પ્રેમિકા પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાત (Mehwish Hayat) ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ રહી છે.

Aug 25, 2020, 05:59 PM IST

UNSC માં ભારતે પાકિસ્તાનને ઘેર્યું, કહ્યું- દાઉદ જેવા આતંકવાદીને પાળે છે

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ''આતંકવાદ અને સંગઠિત અપરાધ વચ્ચે સંબંધોના મુદ્દે ઉકેલ' વિષય પર ઉચ્ચસ્તરીય ખુલી ચર્ચામાં ભારતે આ વાત કહી. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું 'ભારત સીમા પાર પ્રાયોજિત આતંકવાદથી પીડાઇ રહ્યું છે.

Aug 8, 2020, 08:06 AM IST

Ground Report: પથ્થરોની નહીં, કલાકારોનું છે સુંદર કાશ્મીર, બદલાઇ રહી છે પરિસ્થિતિ

જે કાશ્મીર (Kashmir)ને અમે અને તમે સમાચારોના માધ્યમથી જોઇએ છે. તેનાથી અલગ આ જન્નતમાં જોવા માટે ઘણું બધું એવું છે જે આંખો ખોલી રહી છે. સામાન્ય માણસના સપના, તેમનું ટેલેન્ટ, તેમની ઇચ્છાઓ અને સૌથી મોટી વાત કાશ્મીર હવે હિન્દુસ્તાનની સાથે વિકાસના માર્ગ પર ચાલવા માંગે છે.

Aug 3, 2020, 05:44 PM IST
Encounter underway in Hardshiva area of Sopore, Police and security forces are on the job: Jammu & Kashmir Police PT2M47S

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકી અથડામણમાં 2 આતંકીઓ ઠાર કરાયા

Encounter underway in Hardshiva area of Sopore, Police and security forces are on the job: Jammu & Kashmir Police

Jun 25, 2020, 09:10 AM IST

પાકિસ્તાનને FATFનો ઝટકો, ટેરર ફન્ડિંગ માટે હજુ પણ ગ્રે લિસ્ટમાં રહેશે

ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ  (FATF)એ બુધવારે નિર્ણય કર્ય કે પાકિસ્તાનને હાલ ગ્રે લિસ્ટમાં રાખવામાં આવશે કારણ કે તે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પહોંચતા ફન્ડિંગને રોકી શક્યું નથી.

Jun 24, 2020, 11:44 PM IST

આતંકવાદીઓ ગમે ત્યારે કરી શકે છે હુમલો, પૂંછમાં સેનાના જવાનોને લડવા અપાઇ તાલીમ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની હિલચાલને લઇ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે. આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ સ્થળે હુમલો કરી શકે છે જેને પગલે સેનાના જવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. આતંકવાદી હુમલાની શક્યતાના પગલે CRPFના જવાનોને હુમલાનો સામનો કરવા તાલીમ અપાઇ રહી છે. ખાસ કરીને પૂંછમાં સેનાના જવાનોને તાલીમ આપવામાં આવી હતી. 

Jun 9, 2020, 12:40 AM IST

UNSC સીટ માટે ભારતે શરૂ કર્યું અભિયાન, આંતરરાષ્ટ્રીય આતંકવાદને લઇને કહી આ વાત

વિદેશમંત્રી એસ જયશંકરએ કહ્યું કે ભારત જવાબદાર અને સમાવેશ સમાધાનની શોધ કરશે. તેમણે કહ્યું કે આ સાથે જ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા માટે યૂએનએસસીમાં શાંતિ અને સુરક્ષા માટે એક વ્યાપક દ્વષ્ટિકોણ પણ રાખવામાં આવશે. 

Jun 6, 2020, 09:39 AM IST

પાકિસ્તાન જ છે આતંકવાદનું કેન્દ્ર, UNના રિપોર્ટમાં ઇમરાન ખાનનો સ્વિકાર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં હજારો આતંકવાદી મોકલવાને લઇને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાના વડાપ્રધાનમંત્રી ઇમરાન ખાને સાર્વજનિક રૂપથી આ સ્વિકાર કર્યો છે.

Jun 6, 2020, 08:07 AM IST