ખતરામાં છે ઈમરાન ખાનની ખુરશી, પાકિસ્તાનમાં તેમને સત્તા પરથી હટાવવા ચાલી રહ્યા છે મોટા તિકડમ

પાકિસ્તાન (Pakistan) માં ઈમરાન સરકારને સત્તા પરથી હટાવવા માટે આઝાદી માર્ચ અને દેશવ્યાપી ધરણા બાદ હવે આંદોલનના આગામી ચરણ પર વિચાર કરવા જમિયતે ઉલેમાએ ઈસ્લામ-એફ (જેયુઆઈ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને (Fazlur Rehman) તમામ દળોનું એક સંમેલન બોલાવ્યું છે. મીડિયા રિપોર્ટમાં રવિવારે જણાવવામાં આવ્યું કે, આ સંમેલન મંગળવારે ઈસ્લામાબાદ (Islamabad)માં થશે અને તેમાં નવ પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓને સામેલ થવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. ફઝલુર રહેમાને વિપક્ષી દળોના અનેક મોટા નેતાઓની સાથે સાથે પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (Pakistan peoples party) ના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારી સાથે વાત કરીને તેમને સંમેલનમાં આવવા આમંત્રણ આપ્યું છે.
ખતરામાં છે ઈમરાન ખાનની ખુરશી, પાકિસ્તાનમાં તેમને સત્તા પરથી હટાવવા ચાલી રહ્યા છે મોટા તિકડમ

ઈસ્લામાબાદ :પાકિસ્તાન (Pakistan) માં ઈમરાન સરકારને સત્તા પરથી હટાવવા માટે આઝાદી માર્ચ અને દેશવ્યાપી ધરણા બાદ હવે આંદોલનના આગામી ચરણ પર વિચાર કરવા જમિયતે ઉલેમાએ ઈસ્લામ-એફ (જેયુઆઈ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને (Fazlur Rehman) તમામ દળોનું એક સંમેલન બોલાવ્યું છે. મીડિયા રિપોર્ટમાં રવિવારે જણાવવામાં આવ્યું કે, આ સંમેલન મંગળવારે ઈસ્લામાબાદ (Islamabad)માં થશે અને તેમાં નવ પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓને સામેલ થવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. ફઝલુર રહેમાને વિપક્ષી દળોના અનેક મોટા નેતાઓની સાથે સાથે પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (Pakistan peoples party) ના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારી સાથે વાત કરીને તેમને સંમેલનમાં આવવા આમંત્રણ આપ્યું છે.

જેયુઆઈ-એફ સૂત્રોએ ડોનને બતાવ્યું કે, રહેમાન સંમેલનમાં પોતાના આઝાદી માર્ચ (Azadi March) ના પ્લાન એ અને બી વિશે બતાવશે. આ ઉપરાંત તેઓ આ નેતાઓને સરકાર પાડવા માટે થયેલી ગુપ્ત વાર્તાઓની પણ જાણકારી આપશે. તો વિપક્ષી નેતાઓને જણાવશે કે, સરકારના મૂળિયાને કેવી રીતે કાપવા છે. જેયુઆઈ-એફએ 27 ઓક્ટોબરથી આઝાદી માર્ચ કાઢવાનું શરૂ કર્યું. 31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી પાર્ટીના કાર્યકર્તા ઈસ્લામાબાદમાં ધરણા પર બેસી રહ્યા અને 13 નવેમ્બરના રોજ પોતાના ધરણા સમાપ્ત કર્યા હતા. 

નિત્યાનંદ આશ્રમ કેસમાં નવો વળાંક, મિસિંગ નિત્યનંદિતાનું નેપાળ કનેક્શન આવ્યું સામે 

જેયુઆઈ-એફના નેતા તેમજ સીનેટર અબ્દુલ ગફૂર હૈદરીએ કહ્યું કે, ઈમરાન સરકારના સહયોગી પંજાબ વિધાનસભા અધ્યક્ષ ચૌદરી પરવેઝ ઈલાહીએ જેયુઆઈ-એફને આશ્વાસન આપ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાન રાજીનામુ આપશે અન રાજ્ય વિધાનસભાઓને ભંગ કરવા માટે નવા ઈલેક્શન થશે. હૈદરીએ કહ્યું હતું કે, કેટલાક ભરોસાવાળા લોકોએ આશ્વાસન અને ઈલાહીના ગેરેંટર (સરકાર રાજીનામુ આપશે તે વાતના) બન્યા બાદ અમે ધરણા પૂરા કર્યાં છે. ઈલાહીએ હૈદરીની વાતને ખોટી ગણાવતા કહ્યું કે, વડાપ્રધાનના રાજીનામા, વિધાનસભાઓને ભંગ કરવા જેવી કોઈ પણ પ્રકારનું કોઈ આશ્વાસન મૌલાના ફઝલે નથી આપવામાં આવ્યું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news