પાકિસ્તાને શરૂ કરી વોરગેમ: બાલકોટ જેવી એરસ્ટ્રાઇકથી બચવા માટે કરે છે પ્રેક્ટિસ

પાકિસ્તાન એરફોર્સ હાલ એક વોર ગેમમાં ભાગ લઇ રહ્યું છે. તેનો કોડ નેમ હાઇ માર્ક રાખવામાં આવ્યું છે. ઇન્ડિયન એરફોર્સ તેના પર સતત બારીક નજર રાખી રહ્યું છે. આ વોર ગેમનો ઇરાદો ફેબ્રુઆરી 2019માં થયેલા બાલાકોટ જેવી એર સ્ટ્રાઇકને પહોંચી વળવા માટેનો છે.
પાકિસ્તાને શરૂ કરી વોરગેમ: બાલકોટ જેવી એરસ્ટ્રાઇકથી બચવા માટે કરે છે પ્રેક્ટિસ

ઇસ્લામાબાદ : પાકિસ્તાન એરફોર્સ હાલ એક વોર ગેમમાં ભાગ લઇ રહ્યું છે. તેનો કોડ નેમ હાઇ માર્ક રાખવામાં આવ્યું છે. ઇન્ડિયન એરફોર્સ તેના પર સતત બારીક નજર રાખી રહ્યું છે. આ વોર ગેમનો ઇરાદો ફેબ્રુઆરી 2019માં થયેલા બાલાકોટ જેવી એર સ્ટ્રાઇકને પહોંચી વળવા માટેનો છે.

જો કે પાકિસ્તાનનાં લોકો પોતાના જ એરફોર્સની ડ્રિલથી દહેશતમાં આવી ચુક્યું છે. તે પોતાનાં જ ફાઇટર જેટ્સને ભારતનાં ફાઇટર જેટ સમજી બેઠા. મંગળવારે રાત્રે સોશિયલ મીડિયા પર આવેલા સમાચારો વાયરલ થતા રહ્યા કે, ભારતનાં ફાઇટર જેટને કરાંચી અને બહાવલપુરમાં ઉડ્યન કરી રહ્યા છે. 

સમાચાર એજન્સી એએનઆઇનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાન એરફોર્ટઆ વોર ગેમમાં તેના તમામ ફાઇટર જેટ્સ હિસ્સો લઇ રહ્યા છે. તેમાં જેએફ-17, એફ 16 અને મિરાજ 3નો સમાવેશ થાય છે. પીએએફએ તેની માહિતી ત્યાંના એવિએશન મિનિસ્ટ્રીને પણ આપી છે.

રાત્રે પણ ઉડ્યન કરી રહ્યા છે પાકિસ્તાની ફાઇટર જેટ
પાકિસ્તાની એરફોર્સ રાત્રે ઉઢ્યન કરવાની પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. મંગળવારે રાત્રે કરાંચીની હવામા પાકિસ્તાની એરફોર્સનાં ફાઇટર વિમાન દેખાઇ રહ્યા છે. ગત્ત અઠવાડીયે પણ પાકિસ્તાને એવા જ એક એરફોર્સ ડ્રિલ કરી હતી. ત્યારે હંદવાડના એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના એક કર્નલ શહીદ થઇ ગયા હતા. પાકિસ્તાનને ડર હતો કે ભારતીય વાયુસેના ફરી કોઇ એર સ્ટ્રાઇક કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news