સંયુક્ત રાષ્ટ્રની ટીમને હાફિઝ સુધી નહી પહોંચવા દેવામાં આવે : પાકિસ્તાન
UNSC ટીમને સ્પષ્ટ રીતે હાફિઝ અથવા તેની સાથે જોડાયેલ સંગઠન જમાત ઉદ દાવાની તપાસ કરવા દેવામાં નહી આવે.
- સરકારી અધિકારીઓ સાથે બેઠકમાં જ આપી દેવાશે તમામ માહિતી
- તપાસ માટે અધિકારીઓને ફિલ્ડમાં જવા દેવામાં આવશે નહી
- UNની ટીમ માત્ર કાગળો પર રહેલા પુરાવાનાં આધારે તપાસ કરશે
Trending Photos
ઇસ્લામાબાદ : ભલે પાકિસ્તાન આતંકવાદ સામેની લડાઇમાં પોતાની કુર્બાનીઓની કથા કહેતું ફરતું હોય પરંતુ તે પોતાનાં દેશમાં આતંકવાદીઓને આશ્રય આપે જ છે. હાફિઝ સઇદ પર પાકિસ્તાનનાં દાવાઓનું સત્ય જાણવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું મોનિટરિંગ ટીમ આ અઠવાડીયે પાકિસ્તાન જવાનાં છે પરંતુ તેની પહેલા જ એવા સમાચાર છે કે આ ટીમને સ્પષ્ટ રીતે હાફિઝ અથવા તેની સાથે જોડાયેલ સંગઠન જમાત ઉદ દાવાની તપાસ કરવા દેવામાં નહી આવે.
પાકિસ્તાનનાં ધ નેશનનાં અનુસાર ડિપ્લોમેટિક સુત્રોએ માહિતી આપી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, UNSCની ટીમની મુલાકાત પાકિસ્તાનને દબાવવા માટે નથી. એક અધિકારીએ જણાવ્યું કે, યુએનએસસી ટીમ પ્રતિબંધિત સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રનાં પ્રતિબંધોને કાર્યાન્વીત કરવા અંગે જોડાયેલી અધિકારીક માહિતી પર ચર્ચા કરવા આવી રહી છે. આ ટીમ જેયૂડી અથવા હાફિઝ સાથે સ્પષ્ટ રીતે તપાસની માંગ નહી કરે અને જો તેઓ તેમ કરે છે તો અમે તેવું થવા નહી દઇએ. અમે ઘણા સમયથી વાતચીત કરી રહ્યા હતા અને આ મુલાકાત નક્કી થઇ છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, યુએનની ટીમ પાકિસ્તાની અધિકારીઓ સાથે પ્રતિબંધિત સંગઠનોની માહિતી પર બેઠક કરશે. અધિકારીએ કહ્યું કે, અમે સંયુક્ત રાષ્ટ્રનાં પ્રતિબંધોને લાગુ કરી રહ્યા છીએ માટે અમારે ગભરાવાની કોઇ જરૂર નથી.
UNSCની બે દિવસીય યાત્રા 26 જાન્યુઆરીથી ચાલુ થશે. સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં જેડીયુ, અલ કાયદા, તહરીક એ તાલિબાન પાકિસ્તાન, લશ્કર એ ઝાંગવી, ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન, લશ્કર એ તોયબા અને અન્ય સંગઠનો તથા લોકોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે