આતંકી હાફિઝ અને PAK મંત્રી મંચ પર એકસાથે, પોલ ખુલી તો વિદેશ મંત્રીએ આપ્યું આ નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોતાના મંત્રીમંડળના સહયોગી નૂર ઉલ હક કાદરી દ્વારા આ સપ્તાહે કરવામાં આવેલી ભૂલનો સ્વીકાર કરતા કહ્યું કે તેમણે 2008 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની સાથે મંચ શેર કરતી વખતે 'થોડું વધારે સંવેદનશીલ થવું જોઈતું હતું'.
Trending Photos
વોશિંગ્ટન: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોતાના મંત્રીમંડળના સહયોગી નૂર ઉલ હક કાદરી દ્વારા આ સપ્તાહે કરવામાં આવેલી ભૂલનો સ્વીકાર કરતા કહ્યું કે તેમણે 2008 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની સાથે મંચ શેર કરતી વખતે 'થોડું વધારે સંવેદનશીલ થવું જોઈતું હતું'. પાકિસ્તાનના ધાર્મિક મામલાઓના મંત્રી કાદરી દ્વારા ઈસ્લામાબાદમાં એક સભામાં લશ્કર એ તૈયબાના પ્રમુખ સઈદ સાથે મંચ શેર કરવા પર પ્રશ્ન પૂછવામાં આવતા વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ કહ્યું કે હું સ્વદેશ જઈશ અને નિશ્ચિત રીતે તેમને પૂછીશ કે તેમણે આવું કેમ કર્યું. જો કે મને બતાવવામાં આવ્યું હતું કે કાર્યક્રમ કાશ્મીરની સ્થિતિનો ઉલ્લેખ કરવા અંગે હતો.
કુરેશીએ અમેરિકી કોંગ્રેસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારા ધનથી ચાલતી ટોચની થીંક ટેંક યુએસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પીસમાં કહ્યું કે તેને લશ્કર એ તૈયબાદ સાથ કઈ લેવાદેવા નહતા. કાર્યક્રમમાં અન્ય રાજનીતિક લોકો હતાં. તેઓ તેમનામાંથી એક હતાં. તેમણે કહ્યું કે 'મને લાગે છે કે તેમણે (કાદરી) વધુ સંવેદનશીલ થવું જોઈતું હતું. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ તેમના (સઈદ)ના વિચાર સાથે સહમત છે.'
કાદરી ઈસ્લામાબાદમાં રવિવારે દિફા એ પાકિસ્તાન કાઉન્સિલ દ્વારા આયોજિત સર્વપક્ષીય સંમેલનમાં સઈદની નજીક બેઠેલા જોવા મળ્યા હતાં. સંમેલનના પૃષ્ઠફૂમિમાં એક બેનરમાં 'પાકિસ્તાનની રક્ષા' લખ્યું હતું અને તેમાં 'ભારતના જોખમો'ની સાથે સાથે કાશ્મીરનો ઉલ્લેખ હતો. દિફા એ પાકિસ્તાન કાઉન્સિલ 40થી વધુ પાકિસ્તાની રાજકીય પક્ષો અને ધાર્મિક દળોનું ગઠબંધન છે, જે રૂઢિવાદી નીતિઓની વકીલાત કરે છે.
કાદરીની સઈદ સાથેની તે કાર્યક્રમમાં હાજરી ભારતના તે વલણની પુષ્ટિ કરે છે કે ઓગસ્ટમાં વડાપ્રધાન ઈમરાન ખાનના પદભાર ગ્રહણ કર્યા બાદ પણ આતંકવાદને લઈને પાકિસ્તાનના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી. કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ગંભીર છે. તેમણે કહ્યું હતું કે અમે આતંકવાદ સામે ઘૂંટણિયે પડશું નહીં. આપણે તેનો મુકાબલો કરવો પડશે અને વિસ્તારમાંથી ખદેડવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે