આ દુર્લભ બિમારીનો ભોગ બન્યા મુશર્રફ, હરવું-ફરવું, ઊભા રહેવું પણ થયું મુશ્કેલ
ગયા શનિવારે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિની તબિયત એટલી બધી લથડી ગઈ હતી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક જનરલ પરવેઝ મુશર્રફ એક એવી દુર્લભ બિમારીનો ભોગ બન્યા છે, જેના કારણે તેમનું હરવું-ફરવું અને ઊભા રહવું પણ મુશ્કેલ બની ગયું છે. અત્યારે તેઓ લંડનમાં આ બિમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. ગયા શનિવારે તેમની તબિયત એકદમ લથડી ગઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગના ઓવરસીઝ અધ્યક્ષ અફઝલ સિદ્દીકીના જણાવ્યા અનુસાર, મુશર્રફને 'એમાઈલોઈડોસિસ'ના કારણે શરીરમાં રીએક્શન ફેલાયું છે, જે અત્યંત દુર્લભ બિમારી છે. આ કારણે તેમની તબિતય અત્યંત નાજૂક અવસ્થામાં પહોંચી ગઈ છે. ડોક્ટરો દ્વારા તેમને સંપૂર્ણ આરામની સલાહ આપવામાં આવી છે.
સિદ્દીકીએ જણાવ્યું કે, ગયા વર્ષે ઓક્ટોબરથી મુશર્રફ આ દુર્લભ બિમારીથી પીડિત છે. બિમારીના કારણે તેમનું તંત્રિકા તંત્ર નબળું પડી ગયું છે. 'એમાઈલોઈડોસિસ'ના કારણે તુટી ગયેલા પ્રોટીન વિવિધ અંગોમાં એક્ઠા થવા લાગે :છે, જેના કારણે પરવેઝ મુશર્રફને ઊભા રહેવા અને હરવા-ફરવામાં મુશ્કેલી પડી રહી છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, મુશર્રફનો ઈલાજ 5-6 મહિના જેટલો લાંબો ચાલી શક છે. સિદ્દીકીએ જણાવ્યું કે, સંપૂર્ણપણે સાજા થઈ ગયા બાદ મુશર્રફ પાકિસ્તાન પાછા ફરવા માગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે