Passenger Aircraft: પેસેન્જર પ્લેનનો રંગ કેમ સફેદ જ હોય છે? જાણવા જેવું છે કારણ
Find out the reason why the color of the passenger plane is white: આજે તમને વિમાન સફેદ જોવા મળે છે. પરંતુ એક જમાનામાં તે કાળા હતા. સફેદ રંગનું વિમાન અસાધારણ માનવામાં આવતું હતું. મેટલના વિમાનને પછી સફેદ રંગના વિમાનથી રિપ્લેસ કરવામાં આવ્યું.
Trending Photos
જયેશ જોશી, અમદાવાદઃ જ્યારે પણ તમે કોઈ વિમાનમાં બેસો છો ત્યારે તમારા મનમાં અવારનવાર આ સવાલ થતો હશે કે આખરે આ પેસેન્જર વિમાન હંમેશા સફેદ રંગનું જ કેમ હોય છે?.. તમે ક્યારેય પણ પેસેન્જર વિમાનને બીજા કોઈ રંગમાં નહીં જોયું હોય અને બધા દરેક એરલાઈન સફેદ રંગનું પ્લેન જ પોતાના માટે પસંદ કરે છે. ત્યારે આવો જાણીએ કે પેસેન્જર વિમાન સફેદ રંગનું જ કેમ હોય છે? વેબસાઈટ કોરા પર આ સવાલનો જવાબ આપતાં લેશી સ્મિથે જવાબ આપ્યો કે જે એરબસ સાથે જોડાયેલા છે અને તેમના આર્ટિકલ્સને લોકો પસંદ કરે છે.
એક જમાનામાં કાળા હતા વિમાન:
લેશીએ જે કારણ બતાવ્યું તે ઘણું દિલચશ્પ છે. અને આજે તમને વિમાન સફેદ જોવા મળે છે. એક જમાનામાં તે કાળા હતા. સફેદ રંગનું વિમાન અત્યંત સાધારણ માનવામાં આવતું હતું. જૂના સમયમાં જેમ કે પેન અમેરિકન એરલાઈન્સ, મેટલના બનેલા કાળા રંગના વિમાનને પસંદ કરતી હતી. જેના પર કોઈ પેઈન્ટ થતું નથી. આજે દરેક પ્રકારના વિમાન જોવા મળતા નથી.
આથી મેટલ વિમાનને પસંદ કરવામાં આવ્યું:
સફેદ રંગની જગ્યાએ મેટલના વિમાનને કેમ પસંદ કરવામાં આવતું હતું?. જે જવાબ લેશીએ આપ્યું કે તે કંઈક આ પ્રમાણે છે. આ એટલા માટે હતું કેમ કે જો એરક્રાફ્ટ પર કંઈક તૂટી પડે કે પછી તેમાં કોઈ ક્રેક જોવા મળે તો પેઈન્ટ કરેલા વિમાન પર સરળતાથી જોવા નહીં મળે. જો મેટલના વિમાન પર ઓનબોર્ડ કોઈ સમસ્યા હોય છે તો તેને સમજવું અને પછી તેને ઠીક કરવું સરળ હશે. આ વિમાનને કેટલાંક સમય પછી એરલાઈન્સે બહાર કરી દીધું હતું. મેટલના વિમાનને પછી સફેદ રંગના વિમાનથી રિપ્લેસ કરવામાં આવ્યું. સ્મિથના જણાવ્યા પ્રમાણે સફેદ રંગની સરખામણીમાં બ્લેક પેઈન્ટ બહુ વધારે ખર્ચ થતો હતો.
સૂર્યપ્રકાશમાં સ્પષ્ટ જોવા મળે:
મેટલના પ્લેનને જો કાળા રંગથી પેઈન્ટ કરવામાં આવે તો પછી બહુ વધારે પેઈન્ટનો ખર્ચ થશે અને આવું કરવાથી વિમાનનું વજન વધી જશે. બોઈંગ 747 જેવા પ્લેનને રંગવામાં અનેક કિલો પેઈન્ટ લાગે અને તેનું વજન લગભગ 250 કિલોગ્રામ સુધી વધી જાય. એરલાઈન્સને લાગ્યું કે વિમાનનો રંગ જેટલો ગાઢ હશે તેટલું જ વિમાનનું વજન વધારે હશે. તેનાથી અલગ સફેદ રંગ સૂરજના કિરણોને યોગ્ય રીતે રિફ્લેક્ટ કરી શકતો હતો. સાથે જ એરક્રાફ્ટની લાઈફને વધારવામાં પણ મદદગાર હતો. જ્યાં બાકી રંગ ઉડી જાય છે અને સફેદ રંગ ફીકો પડતો નથી.
કેટલાંક એરલાઈન્સના રંગબેરંગી વિમાન:
સ્મિથે એ પણ લખ્યું કે દરેક વિમાન સફેદ હોય એવું જરૂરી નથી. તેમણે જણાવ્યું કે નેધરલેન્ડ્સની કેએલએમ નેશનલ એરલાઈન્સે આજે પણ પોતાના એરક્રાફ્ટના ટોપ પર હળવો નીલા રંગથી પેઈન્ટ કરેલું છે. તે સિવાય સાઉથવેસ્ટ એરલાઈન જે દુનિયાની સૌથી જૂની અને બજેટ એરલાઈન છે. તેણે હંમેશા સોનેરી, નીલા અને લાલ રંગની સાથે ઉડાન ભરી છે. સાઉથવેસ્ટની શરૂઆત 1967માં થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે