કોરોનાથી બચવા માટે જો આ કામ કરતા હોવ તો સાવધાન...ડોક્ટરે શું કહ્યું તે ખાસ જાણો

કોરોના વાયરસે છેલ્લા લગભગ બે વર્ષથી દુનિયામાં તબાહી મચાવી છે. તેની રોકથામ માટે હજુ પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ કાર્યરત છે.

કોરોનાથી બચવા માટે જો આ કામ કરતા હોવ તો સાવધાન...ડોક્ટરે શું કહ્યું તે ખાસ જાણો

Chicken Cooked in Cough Syrup: કોરોના વાયરસે છેલ્લા લગભગ બે વર્ષથી દુનિયામાં તબાહી મચાવી છે. તેની રોકથામ માટે હજુ પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ કાર્યરત છે. કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા બાદ પણ લોકો આ જીવલેણ બીમારીથી સંક્રમિત થઈ રહ્યા છે. રસી લીધી હોવા છતાં કોરોનાની ત્રીજી લહેર દુનિયાભરમાં લોકોના જીવ લઈ રહી છે. 

કોરોના વાયરસની શરૂઆત બાદથી જ લોકો પોતાના ઘરોમાં ભાત ભાતના નુસ્ખા અપનાવી રહ્યા છે. ભારતમાં લોકો ઈમ્યુનિટી બુસ્ટર અને ઉકાળા પી રહ્યા છે જ્યારે વિદેશમાં પણ લોકો અલગ અલગ ઘરેલુ નુસ્ખા અપનાવે છે. સોશિયલ મીડિયા સાઈટ ટિકટોક પર છેલ્લા કેટલાક દિવસથી કોરોનાથી બચવા માટે એક અજીબોગરીબ નુસ્ખો વાયરલ થઈ રહ્યો હતો જેને લઈને હવે ડોક્ટરે ચેતવણી ઉચ્ચારી છે. 

ચિકનને કફ સીરપમાં પકાવવામાં આવે છે
ધ મિરરના ખબર મુજબ  તાજેતરમાં ટિકટોક પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરાયો હતો કે ચિકનને કફ સીરપમાં પકાવવાથી કોરોના વાયરસ મટી જાય છે. આ ઉપરાંત એવો પણ દાવો કરાયો હતો કે તેનાથી શરદી ઊધરસ પણ ભાગી જાય છે. હવે ડોક્ટર્સે આ અંગે ચેતવણી આપી છે. ડોક્ટર્સે તેને ખતરનાક ગણાવ્યું છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેને ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ જશે. 

कफ सिरप में पकाकर चिकन खाने से ठीक हो रहा कोरोना! जानिए डॉक्टर्स ने इसे लेकर क्या बोला

ડોક્ટર્સે આપી ચેતવણી
એક ડોક્ટરે ટિકટોકના માધ્યમથી જ આવું કરનારા લોકોને વોર્નિંગ આપી છે. ડોક્ટર હાર્ટમેને MIC.com ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે કફ સીરપમાં ચીકન પકાવવાથી તે મીટમાં ઘણા પ્રમાણમાં રહી જશે. સારી રીતે પકવવામાં આવેલું ચિકન ખાવા પર સમજી લો કે તમે અડધી બોટલ સીરપ પી રહ્યા છો. જે ખુબ ખતરનાક છે. ડોક્ટરે કહ્યું કે આ રીતે ખાવાથી શરદી ઊધરસ તો નહીં જાય પરંતુ તમારું પેટ જરૂર ખરાબ થઈ જશે. 

અત્રે જણાવવાનું કે વર્ષની શરૂઆતથી જ સોશિયલ મીડિયામાં કફ સીરપ સાથે ચીકન પકાવવાનો ટ્રેન્ડવાળો વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે. જેમાં કફ સીરપ અને દારૂની સાથે ચીકનને 30 મિનિટ સુધી પકવવામાં આવે છે. દાવો કરાઈ રહ્યો છે કે તેને ખાધા બાદ કોરોના મટી જશે. વેલનેસ હેક નામથી તેને શેર કરવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news