નેપાળમાં મોટી દુર્ઘટના, 68 મુસાફરો સાથેનું વિમાન તૂટી પડ્યું, તમામ યાત્રીઓના મોતની આશંકા
નેપાળી મીડિયાના હવાલાથી સમાચાર મળ્યા છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં 68 મુસાફરો સવાર હતા. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. દુર્ઘટના પછી રાહત અને બચાવ કામગીરી તેજ કરાઈ છે. દુર્ઘટના પછી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું.
Trending Photos
Nepal Plane Crash : નેપાળી મીડિયાના હવાલાથી સમાચાર મળ્યા છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં 68 મુસાફરો સવાર હતા. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. દુર્ઘટના પછી રાહત અને બચાવ કામગીરી તેજ કરાઈ છે. દુર્ઘટના પછી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું. હાલ આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ યાત્રીઓના મોતની આશંકા સેવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે, યેતી એરલાઈન્સ (Yeti Arlines) ના વિમાનમાં કુલ 68 મુસાફરો સવાર હતા. આ સિવાય પ્લેનમાં ચાર ક્રુ મેમ્બર્સ સવાર હતા. વિમાન જૂના એરપોર્ટથી પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે દુર્ઘટનાગ્રસ્ત થુયં છે. ઘટનાથી જોડાયેલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેમાં વિમાનના કાટમાળમાંથી ઘુમાડો ઉડતો દેખાઈ રહ્યો છે.
A 72-seater passenger aircraft crashes on the runway at Pokhara International Airport in Nepal. Rescue operations are underway and the airport is closed for the time being. Details awaited. pic.twitter.com/Ozep01Fu4F
— ANI (@ANI) January 15, 2023
વિમાનમાં 72 મુસાફરો હતો
72 सीटर इस ATR-72 માં 68 મુસાફરો અને 4 ક્રુ મેમ્બર્સ મળીને કુલ 72 લોકો સવાર હતા. જોકે, જાનહાનિ વિશે હજી સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી અનસાર, યેતી એરલાઈન્સના પ્લેને કાઠમાંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી, અને તેના બાદ ક્રેશ થયુ હતું. જોકે, આ વિમાન કેવી રીતે દુર્ઘટનાગ્રસ્ત થયુ તે વિશે હજી જાણી શકાયુ નથી. વિમાન પોખરા પહોંચતે તે પહેલા જ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. તે પર્વતીય વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
કહેવાય છે કે, ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો હતો. વિમાન એક પહાડી સાથે ટકરાઈને અકસ્માતગ્રસ્ત થયુ હતું અને નદીમાં જઈને પડ્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે