PM મોદી આજે રૂસ જવા થશે રવાના, આ મુદ્દા પર પુતિન સાથે કરશે ચર્ચા
મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે નક્કી કરેલા એડન્ડા સિવાય વાતચીત માટે 21 મેની સવારે રૂસના શહેર સોચી પહોંચશે.
Trending Photos
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રૂસ જવા રવાના થશે. આ દરમિયાન તેઓ રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે અનૌપચારિક શિખર બેઠકમાં મુખ્યત્વે, ઈરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાનું દૂર થવાના પ્રભાવ સહિત વિભિન્ન વૈશ્વિક તથા ક્ષેત્રિય મુદ્દા પર ચર્ચા કરી શકે છે.
મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે નક્કી કરેલા એડન્ડા સિવાય વાતચીત માટે 21 મેની સવારે રૂસના શહેર સોચી પહોંચશે. ઉલ્લેખનીય છે કે બંન્ને દેશના ટોંચના નેતાઓ વચ્ચે વાર્ષિક શિખર બેઠકનો સિલસિલો 2000થી ચાલી રહ્યો છે અને આ બેઠક દિલ્હી અને માસ્કોમાં આયોજીત કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીના આ પ્રવાસ વિશે રૂસમાં ભારતના રાજદૂત પંકજ શરણે કહ્યું, રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચે આ ખાસ મુલાકાત છે. રાષ્ટ્રપતિ પુતિનને રાષ્ટ્રપતિ બન્યાના હજુ બે સપ્તાહ થયા છે અને તેમણે ઘણા મુદ્દા પર વાર્તા માટે પીએમ મોદીને રૂસ આવવા માટેનું આમંત્રણ આપ્યું છે.
શરણે કહ્યું, પુતિનની ઈચ્છા છે કે બંન્ને નેતા ભવિષ્યમાં રૂસની પ્રાથમિકતાઓ, રૂસિ વિદેશ નીતિ અને ભારત-રૂસના સંબંધ પર વાત થાય. જેથી બંન્ને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ કેમ મજબૂત બનાવી શકાય તેના પર ચર્ચા થવાની સંભાવના છે. રાજદૂત પંકજ શરણે વધુમાં કહ્યું, રાષ્ટ્રપતિ પુતિન તરફથી આયોજીત લંચ બાદ બંન્ને નેતા ત્યાંના સ્થાનિક સમય 1 કલાકે ચર્ચા કરી શકે છે. બંન્ને નેતા થોડી કલાકો સાથે પસાર કરશે.
પરંપરાથી હટીને મુલાકાત
પરંપરાગત રીતની ઔપચારિક બેઠકોથી હટીને વડાપ્રધાન મોદીએ હાલમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે એક અનૌપચારિક શિખર વાર્તા કરી હતી. આ પ્રકારની વાર્તા બાદ સામાન્ય રીતે કોઈ જાહેરાત પત્ર જારી કરવામાં આવતું નથી અને વાતચીતનો વિષય બંન્ને નેતા પોતાની રીતે પસંદ કરી લેતા હોય છે.
સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, મોદી અને પુતીનની આ મુલાકાત ચારથી છ કલાક સુધી ચાલી શકે છે અને તેનો કોઈ નક્કી કરેલો એજન્ડા નથી. આ બેઠકમાં દ્રિપક્ષીય મુદ્દા પર ખૂબ સીમિત ચર્ચા થવાની સંભાવના છે.
આ મુદ્દા પર થઈ શકે છે ચર્ચા
અધિકારીએ જણાવ્યું કે, મોદી અને પુતિન ઈરાન પરમાણુ સમજૂતી પર અમેરિકાના હટવા, અફઘાનિસ્તાન તથા સીરિયાની સ્થિતિ, આતંકવાદનો ખતરો તથા આગામી શાંગહાએ સહયોગ સંગઠન તથા બ્રિક્સ શિખર સંમેલન બેછક પર વિચાર વિમર્શ કરી શકે છે.
આ રીતે અમેરિકાના એક નવા કાનૂન સીએએટીએસએ હેઠક રૂસનિ વિરુદ્ધ પ્રતિબંધોના ભારત-રૂસ સક્ષા સહયોગ પર સંભવિત અસરની પણ આ દરમિયાન ચર્ચા થઈ શકે છે. સૂત્રોએ કહ્યું કે, ભારત સરકાર આ મુદ્દાને અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનની સાથે ઉઠાવી રહી છે અને તે રૂસની સાથે પોતાના રક્ષા સંબોધો પર કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપને મંજૂરી નહીં આપે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે