Russia Medical Equipment From India: પશ્ચિમે આપેલા દર્દની ભારત પાસે દવા માંગી રહ્યું છે રશિયા, ચીને પણ મોં ફેરવ્યું
Russia Medical Equipment From India: યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ ભારતને મદદની અપીલ કરી છે. રશિયાએ અપીલ કરતા કહ્યું કે, ભારત વધુમાં વધુ મેડિકલ સાધનો સપ્લાય કરે.
Trending Photos
Russia Medical Equipment From India: યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમ દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાએ મિત્ર ભારતને મદદની અપીલ કરી છે. રશિયાએ અપીલ કરતા કહ્યું કે, ભારત વધુમાં વધુ મેડિકલ સાધનો સપ્લાય કરે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો અને જહાજોની અવરજવર માં વિક્ષેપને કારણે રશિયામાં મેડિકલ સાધનોની અછત ઉભી થઈ ગઈ છે. રશિયા તેની જરૂરિયાતના મેડિકલ સાધનોનો મોટાભાગનો હિસ્સો યુરોપ અને ચીનથી આયાત કરતું રહ્યું છે. પરંતુ પ્રતિબંધોના કારણે યુરોપે સપ્લાય બંધ કરી દીધો છે, જ્યારે ચીન પણ એક્સપોર્ટ કરવાથી દૂર રહે છે. એવી સ્થિતિમાં રશિયાએ તેના સદાબહાર મિત્ર ભારત પાસે મદદ માંગી છે.
એસોસિએશન ઓફ ઇન્ડિયન મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીના ફોરમ કોર્ડિનેટર રાજીવ નાથે કહ્યું કે, ભારત અને રશિયાની કંપનીઓ આ વિશે વાત કરશે કે કયા મેડિકલ સાધનોના સપ્લાયમાં વધારો કરવામાં આવે. આ સંબંધમાં 22 એપ્રિલના વર્ચ્યુઅલ મીટિંગ થશે. ભારત અને રશિયા વચ્ચે સંબંધોને પ્રમોટ કરતા ગ્રુપ બિઝનેસ રશિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. ભારત તરફથી રશિયાને એક્સપોર્ટમાં વધારો કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બંને દેશ લોકલ કરેન્સીમાં ડીલને લઇને પણ વાત કરી રહ્ચયા છે. શીત યુદ્ધ દરમિયાન પણ બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર લોકલ કરેન્સી દ્વારા થયો હતો. ફરી એકવાર તે સિસ્ટમને એક્ટિવ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમેરિકાના વાંધાઓ પર ભારેત આપ્યો જડબાતોડ જવાબ
તમને જણાવી દઇએ કે, અમેરિકા તરફથી રશિયા પાસેથી સસ્તામાં તેલ ખરીદવા પર ભારતની ઘણી વખત ટીકા કરવામાં આવી છે. અમેરિકાએ ઘણી વખત ભારતને યુક્રેન યુદ્ધમાં રશિયાનો સાથ ન આપવા અપીલ કરી છે. જો કે, ભારતે ઐતિહાસિક સંબંધો અને તટસ્થાના અહેવાલ આપાત રશિયાની ટીકા કરવાની ના પાડી હતી. તેલની ખરીદી પર વાંધો ઉઠાવવા સંબંધિત એક સવાલના જવાબમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે, ભારત જેટલું તેલ રશિયા પાસેથી એક મહિનામાં ખરીદે છે, એટલું તો યુરોપ એક દિવસમાં ખરીદી લે છે.
ભારત માટે તક, રશિયામાં એક્સપોર્ટમાં થઈ શકે છે 10 ગણો વધારો
હાલ ભારત યુક્રેન યુદ્ધને વ્યાપારની દ્રષ્ટીએ પોતાના માટે એક સારી તક તરીકે જોઈ રહ્યું છે. એક તરફ રશિયામાંથી તે સસ્તામાં તેલ ખરીદી રહ્યું છે ત્યારે રશિયન બજારમાં એક્સપોર્ટ વધારી વ્યાપારમાં વધારો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રાજીવ નાથે કહ્યું કે રશિયામાં ભારતની નિકાસ આ વર્ષે 2 અબજ ડોલર થવાની આશા છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ 10 ગણી વધારે હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે