Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના જીવનના હવે માત્ર 3 વર્ષ જ બચ્યા? જાણો કોણે કર્યો દાવો

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વિશે એવી અટકળો પહેલેથી થઈ રહી છે કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. જો કે વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે રવિવારે પુતિન બીમાર હોવાની અટકળો ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે બીમારી તરફ ઈશારો કરતા કોઈ સંકેત નથી.

Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના જીવનના હવે માત્ર 3 વર્ષ જ બચ્યા? જાણો કોણે કર્યો દાવો

રશિયાની એક ગુપ્તચર એજન્સીના અધિકારીએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને જીવવા માટે 3 વર્ષનો સમય મળ્યો છે. જેની પાછળનું કારણ તેમનું ઝડપથી વધી રહેલું કેન્સર છે. એફએસબીના અધિકારીનો એવો પણ દાવો છે કે પુતિન આંખની રોશની પણ ગુમાવી રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વિશે એવી અટકળો પહેલેથી થઈ રહી છે કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. જો કે વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે રવિવારે પુતિન બીમાર હોવાની અટકળો ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે બીમારી તરફ ઈશારો કરતા કોઈ સંકેત નથી. ઈન્ડિપેન્ડન્ટના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે એફએસબી અધિકારીએ બ્રિટનમાં રહેતા પૂર્વ રશિયન જાસૂસ બોરિસ કાર્પિચકોવને એક સંદેશામાં પુતિનના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી.  

અધિકારીએ એમ પણ કહ્યું કે પુતિન માથાના દુખાવાથી પીડાય છે અને જ્યારે પણ ટીવી દેખાય ત્યારે તેમને કાગળ પર મોટા અક્ષરે લખાણની જરૂર હોય છે. જેથી કરીને બરાબર વાંચી શકે. આ અક્ષરો એટલા મોટા હોય છે કે એક પાનામાં ગણતરીના વાક્યો જ આવી શકે. News.com.au મુજબ તેમની દ્રષ્ટિ ગંભીર રીતે બગડી રહી છે. 

બીજી બાજુ મેટ્રો એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ પુતિનનો તેમના અંગો પર કાબૂ નથી અનિયંત્રિત રીતે તેઓ કાંપ્યા કરે છે. હાલમાં જ એક્સપ્રેસમાં એક અહેવાલ છપાયો હતો જે મુજબ પુતિને પેટની એક સર્જરી કરાવી છે. વધુમાં કહેવાયું કે રશિયાની વિદેશી ગુપ્તચર સેવા સાથે જોડાયેલી ટેલિગ્રામ ચેનલ જનરલ એસવીઆરને આ જાણકારી અપાઈ છે. જો કે લાવરોવે રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્ય અંગે આ અહેવાલોને ફગાવ્યા હતા. 

રશિયાના ટોચના રાજનયિકે ફ્રાન્સના પ્રસારક TF1 ના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે મને નથી લાગતું કે સમજદાર લોકો આ વ્યક્તિમાં કોઈ પણ બીમારીના લક્ષણો જોઈ શકતા હોય. પુતિન ઓક્ટોબરમાં 70 વર્ષના થઈ જશે. તેઓ દરરોજ જાહેરમાં દેખાય છે. તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તમે તેમને સ્ક્રીન પર જોઈ શકો છો. તેમના ભાષણ સાંભળી અને વાંચી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news