રશિયાની મોટી કાર્યવાહી, કાળા સમુદ્રની પર તોડી પાડ્યું અમેરિકન ડ્રોન, એલર્ટ પર બંને દેશોની સેના

Black Sea: સીએનએનના અહેવાલ મુજબ, ઘટનાથી પરિચિત એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક રશિયન ફાઇટર જેટે યુએસ એરફોર્સના MQ-9 રીપર ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યા બાદ મંગળવારે કાળા સમુદ્ર પર ડ્રોનને તોડી પાડ્યું હતું.

રશિયાની મોટી કાર્યવાહી, કાળા સમુદ્રની પર તોડી પાડ્યું અમેરિકન ડ્રોન, એલર્ટ પર બંને દેશોની સેના

રશિયા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રશિયાએ કાળા સમુદ્ર પર અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું છે. અમેરિકી સેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રશિયન જેટ અમેરિકન ડ્રોન સાથે અથડાયું અને તેને મારી નાખ્યું. મળતી માહિતી મુજબ, મંગળવારે કાળા સમુદ્રમાં અમેરિકન ડ્રોન અને રશિયન જેટ સામસામે આવી ગયા હતા, જે પછી તેને નીચે લાવવા માટે રશિયન જેટ અમેરિકન ડ્રોન સાથે અથડાયું હતું અને ડ્રોનના પ્રોપેલરને નુકસાન થયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બાદ બંને દેશોની સેનાને એલર્ટ કરી દેવામાં આવી છે. સીએનએનના અહેવાલ મુજબ, ઘટનાથી પરિચિત એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક રશિયન ફાઇટર જેટે યુએસ એરફોર્સના MQ-9 રીપર ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યા બાદ મંગળવારે કાળા સમુદ્ર પર ડ્રોનને તોડી પાડ્યું હતું.

કેવી રીતે થઈ ટક્કર?
અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકન રીપર ડ્રોન અને બે રશિયન ફાઇટર જેટ SU-27 કાળા સમુદ્રની ઉપર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે એક જેટ ઇરાદાપૂર્વક ડ્રોનની સામે આવ્યું અને તેલ છાંટવાનું શરૂ કર્યું. અધિકારીએ કહ્યું કે આ પછી એક જેટે રીપર ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું, જે ડ્રોનની પાછળ જોડાયેલ હતું. પ્રોપેલરને નુકસાન થતાં જ યુએસ આર્મીને રીપરને નીચે લાવવાની ફરજ પડી હતી.

તમને જણાવી દઈએ કે કાળા સમુદ્રની સરહદો રશિયા અને યુક્રેન સાથે મળે છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અહીં પણ તણાવ છે. યુદ્ધ દરમિયાન સામાન્ય રીતે રશિયન અને અમેરિકન એરક્રાફ્ટ અહીં ચક્કર લગાવતા જોવા મળે છે, પરંતુ આવો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે.

જો બિડેનને આપી જાણકારી
આ ઘટના પર યુએસ એરફોર્સે એક નિવેદન બહાર પાડીને રશિયન એરક્રાફ્ટ પર "બેદરકારી અને અનપ્રોફેશનલ રીતે કામ" કરવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંચાર સંયોજક જ્હોન કિર્બીના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ જો બિડેનને મંગળવારે સવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન દ્વારા આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news