Ukraine War: ફાઇટર પ્લેન રહેણાંક વિસ્તાર પડ્યું, 17 એપાર્ટમેન્ટ ચપેટમાં
Russian fighter plane crash: જોકે અકસ્માત બાદ સામે આવેલા કેટલા વિડિયો ફૂટેજમાં એક બિલ્ડીંગની ઘણા માળ પર એકદમ ભીષણ આગ લાગેલી જોવા મળી રહી છે. તેને જેટ વિમાન ટકરાવવાથી લાગેલી આગ કહેવામાં આવી રહ્યું છે.
Trending Photos
Russian fighter plane crash: યૂક્રેન પર રશિયાના હવાઇ હુમલા વચ્ચે તેનું એક સુખોઇ Su-34 ફાઇટર જેટ સોમવારે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. એન્જીનમાં ખરાબીના લીધે આ અકસ્માત યૂક્રેન નજીક સીમાની નજીક યેસ્ક (Yeysk) પોર્ટ રહેણાંક વિસ્તારમાં થયો, જે અજોવ સાગર પર એક મહત્વપૂર્ણ સૈન્ય અડ્ડા છે. દક્ષિણી રશિયા શહેર યેસ્કમાં રશિયન વાયુસેનાનો એરબેગ પણ છે, જ્યાંથી યૂક્રેન પર હુમલા માટે સતત ઉડાનો ભરવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટ અનુસાર અકસ્માતની ચપેટમાં આવીને ઓછામાં ઓછા 17 રહેણાંક એપાર્ટમેન્ટ ક્ષતિગ્રસ્ત થયા છે. જેમાંથી એક બિલ્ડીંગના ઘણા માળમાં આગ લાગી ગઇ છે. મોડી રાત સુધી આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. નુકસાનની સંખ્યા હજુ સુધી સ્પષ્ટ થઇ નથી.
વિમાનમાં ઉડતી વખતે લાગી આગ, પાયલોટ કૂદયા
રશિયન રક્ષા મંત્રાલયના નિવેદનમાં દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે Su-34 ફાઇટર જેટની ઉડાન ભરતી વખતે તેના એક એન્જીનમાં આગ લાગી ગઇ અને તે ક્રેશ થઇ ગયું. જેટ વિમાનના ક્રેશ થતાં પહેલાં તેમાં સવાર બંને પાયલોટ ઇમરજન્સી ઇજેક્ટની મદદથી સુરક્ષિત બહાર નિકળી ગયા, પરંતુ વિમાન સીધું એક રહેણાંક વિસ્તારમાં પડ્યું. આ નિવેદનમાં આ અકસ્માતના કારણે મરનાર ને ઘાયલ થનારાઓની સંખ્યાની જાણકારી આપવામાં આવી નથી.
ક્રાસનોડાર રીઝન (Krasnodar region) ના રીજનલ ગવર્નાર વેનિયામિન કોંદ્રાત્યેવ (Veniamin Kondratyev) એ પણ અકસ્માતની પુષ્ટિ કરી. યેસ્ક શહેર આ રીઝનમાં આવે છે. કોંદ્રાત્યેવએ ટેલિગ્રામ પોસ્ટમાં કહ્યું કે આ અકસ્માતમાં પ્રાથમિક રીત ઓછામાં ઓછા 17 એપાર્ટમેન્ટ્સને નુકસાન થવાની જાણકારી મળી છે. જેમાંથી એક 9 માળની મલ્ટી સ્ટોરી એપાર્ટમેન્ટના ઘણા માળ પર આગ લાગી ગઇ છે. ઇમરજન્સી સર્વિસના લોકો આગ ઓલવવા માટે જોડાયેલા છે. મૃતકો અથવા ઘાયલોની સંખ્યાની જાણકારી તેમને પણ આપી નથી. તેમણે લખ્યું કે મૃતકો અને ઘાયલોની શોધખોળ ચાલી રહી છે.
An apartment building in the Russian city of Yeysk has caught fire after a a military Su-34 multipurpose fighter jet crashed nearby on Monday evening. pic.twitter.com/MtZjN7UigJ
— PressTV Extra (@PresstvExtra) October 17, 2022
જોકે અકસ્માત બાદ સામે આવેલા કેટલા વિડિયો ફૂટેજમાં એક બિલ્ડીંગની ઘણા માળ પર એકદમ ભીષણ આગ લાગેલી જોવા મળી રહી છે. તેને જેટ વિમાન ટકરાવવાથી લાગેલી આગ કહેવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે