હોટલમાં રોકાઓ તો હંમેશા ત્રીજાથી છઠ્ઠા માળની વચ્ચેનો રૂમ જ બુક કરવો, જાણો શાં માટે?

વેકેશનમાં બહાર ફરવા તો જતા જ હોઈએ છીએ. બહાર જાઓ એટલે હોટલમાં રોકાવાનું થાય અથવા તો પછી લોજમાં રહેવાનું થાય. બજેટ પ્રમાણે આપણે હોટલ પસંદ કરતા હોઈએ છીએ. જો કે હોટલમાં રોકાતા પહેલા સુરક્ષાને લઈને પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ.

હોટલમાં રોકાઓ તો હંમેશા ત્રીજાથી છઠ્ઠા માળની વચ્ચેનો રૂમ જ બુક કરવો, જાણો શાં માટે?

વેકેશનમાં બહાર ફરવા તો જતા જ હોઈએ છીએ. બહાર જાઓ એટલે હોટલમાં રોકાવાનું થાય અથવા તો પછી લોજમાં રહેવાનું થાય. બજેટ પ્રમાણે આપણે હોટલ પસંદ કરતા હોઈએ છીએ. જો કે હોટલમાં રોકાતા પહેલા સુરક્ષાને લઈને પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ. આમ તો સારી સુવિધા માટે હંમેશા વધુ પૈસા ખર્ચવા જ પડે એવું પણ હોતું નથી. અનેકવાર ફક્ત કોઈ ચીજની બરાબર ચકાસણી કે તપાસ કરવામાં પણ તમને સારી વસ્તું મળતી હોય છે. આવામાં સલાહ આપવામાં આવે છે કે સસ્તાના ચક્કરમાં સુરક્ષા સાથે ક્યારેય કોમ્પ્રોમાઈસ કરવું જોઈએ નહીં. એક પૂર્વ સીઆઈએ અને એફબીઆઈ એજન્ટે આ માટે કેટલીક ટિપ્સ આપી છે જે તમારે ખાસ જાણવી જોઈએ. 

હંમેશા ત્રીજા કે છઠ્ઠા માળની પસંદગી કરવી
ટ્રેસી વેલ્ડર નામના પૂર્વ એજન્ટે જણાવ્યું કે તેઓ જ્યારે પણ હોટલમાં રોકાય ત્યારે તેમની કોશિશ એ જ હોય છે કે રૂમ ત્રીજાથી છઠ્ઠા માળની વચ્ચે જ હોય. તેની પાછળ તેમણે સુરક્ષાને કારણ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે આ એવા રૂમ હોય છે જે મેઈન ફ્લોર અને ઈમરજન્સી એક્સેસની એકદમ નજીક હોય છે. કારણ કે તે ગ્રાઉન્ડ ફ્લોર પર નથી ત્યારે આવામાં ચોરોનું જોખમ પણ ઓછું રહે છે. જો તમે નીચેના ફ્લોર પર રહો તો અહીં રૂમની અંદર ચોરની આવવાની આશંકા વધી જાય છે. જો તમે ઊંચાઈ પર હોવ તો કોઈ પણ ઈમરજન્સીમાં ત્યાંથી ભાગવામાં મુશ્કેલી થાય. જ્યારે ત્રીજાથી છઠ્ઠા ફ્લોર પર તમે સીડીથી પણ અવરજવર કરી શકો છો. 

આ વાતોનું રાખો ધ્યાન
વેલ્ડરનું કહેવું છે કે આ ઉપરાંત તેઓ રૂમની અંદર જવા માટે લોક અને બોલ્ટ  બંને જ સારી રીતે બંધ કરે છે. તેમનું કહેવું છે કે જ્યાં તમે ટ્રાવેલ કરો છો  તેના વિશે વધુમાં વધુ જાણકારી મેળવી લેવી જરૂરી છે. બાળકોને ટ્રેકિંગ ડિવાઈસ પહેરાવીને રાખવા જોઈએ. જ્યારે લગેજ પર એરટેગ લગાવવાથી પણ લોકેશનની ખબર રહે છે. તેમના મુજબ પ્રાઈવેટ રેન્ટલ્સથી બચવું જોઈએ. કારણ કે તે ખુબ રિસ્કી હોય છે. તમને ખબર નથી કે તમે કોના ઘરમાં રહો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news