Saudi Arabia નો મહિલાઓ માટે મોટો નિર્ણય, જાણીને તમારા માન્યામાં નહીં આવે એવી છે વાત
સઉદી અરબે મહિલાઓ માટે મોટો નિર્ણય કર્યો છે. કિંગ સલમાને રવિવારે એક શાહી ફરમાન જાહેર કરીને બે મહિલાઓને પોતાના મંત્રીમંડળના સભ્ય બનાવ્યા. કિંગ સલમાને રાજકુમારી હાઈફા બિન્ત મોહમ્મદને સઉદી અરબના પ્રવાસન ઉપમંત્રી અને શિહાના અલજાજને મંત્રી પરિષદના ઉપ મહાસચિવના પદ પર નિયુક્ત કર્યા છે.
Trending Photos
નવી દિલ્લી: મહિલા અધિકારોના દમનને લઈને માનવાધિકાર કાર્યકર્તાઓના નિશાના પર રહેનારો મુસ્લિમ દેશ સઉદી અરબે હાલના વર્ષોમાં મહિલાઓ માટે અનેક સુધારા કર્યા છે. હવે સઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીજ અલ-સઉદે મહિલાઓને મંત્રી પરિષદમાં જગ્યા આપવાનું શરૂ કરી દીધું છે. સઉદીએ આ વખતે પોતાના મંત્રીમંડળમાં પરિવર્તન દરમિયાન બે મહિલાઓ, હાઈફા બિન્ત મોહમ્મદ અને શિહાના અલજાજને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે.
કઈ જવાબદારી સોંપવામાં આવી:
કિંગ સલમાને રાજકુમારી હાઈફા બિન્ત મોહમ્મદને સઉદી અરબના પ્રવાસન ઉપમંત્રી અને શિહાના અલજાજને મંત્રી પરિષદના ઉપ મહાસચિવના પદ પર નિયુક્ત કરી છે. રવિવારે કિંગ સલમાન તરફતી શાહી ફરમાન જાહેર કરીને તેની જાહેરાત કરવામાં આવી,
કોણ છે શિહાના અલજાજ:
અલજાજ સઉદી અરબની વકીલ બનનારી પહેલી મહિલાઓમાંથી એક હતી. તેમણે બ્રિટનના દુરહમ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તે સરકારી રોકાણ કોષમાં વકીલના પદ પર કામ કરી ચૂકી છે. ફોર્બ્સ મિડલ ઈસ્ટે વર્ષ 2020માં અલજાજને 100 સૌથી વધારે પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં તેનો સમાવેશ કર્યો હતો.
કોણ છે રાજકુમારી હાઈફા બિન્ત:
રાજકુમારી હાઈફા બિન્તે અમેરિકાની ન્યૂ હેવન યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. લંડન બિઝનેસ સ્કૂલ, યૂકેમાંથી એમબીએ કર્યુ છે. રાજકુમારી હાઈફા વર્ષ 2014માં સ્થાપિત એનજીઓ સંગઠન ધ એમ્પાવરમેન્ટ હબના સંસ્થાપક સભ્યોમાંથી એક છે. આ એનજીઓ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દા પર જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે. પ્રવાસન ઉપ મંત્રી હોવા ઉપરાંત રાજકુમારી હાઈફા નાગરિક ઉડ્ડયન મેનેજમેન્ટ, પ્રવાસન રોકાણ કોષ અને પ્રવાસન વિકાસ પરિષદના મેનજમેન્ટ મંડળમાં પણ છે.
પ્રિન્સ સલમાનના આવ્યા પછી બદલાઈ મહિલાઓની સ્થિતિ:
સઉદી અરબની શાહી ગાદીના દાવેદાર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મહિલા અધિકારોના ક્ષેત્રમાં ઘણા મોટા કામ કર્યા છે. સઉદી અરબમાં પહેલા મહિલાઓને ડ્રાઈવિંગની પરમિશન ન હતી. જેના માટે અનેક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. જેના પછી 2018માં સઉદીની મહિલાઓને ડ્રાઈવિંગની પરમિશન મળી. સઉદીમાં હવે 21 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ પોતાની મરજીથી ગમે ત્યાં જઈ શકે છે. આ સિવાય સઉદીએ મહિલાઓના સાર્વજનિક જગ્યાઓ પર હિજાબ પહેરવાની નીતિને સમાપ્ત કરી દીધી છે.
ક્રાઉન પ્રિન્સનો શું ઈરાદો છે:
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું કહેવું છે કે તે દેશને આધુનિક બનાવવાની યોજના અંતર્ગત કામ કરી રહ્યા છે. આ મહિલા સુધારો તેમના વિઝન 2030નો ભાગ છે. જે અંતર્ગત તે સઉદી અરબને ઉદાર ઈસ્લામિક દેશ બનાવવા માગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે