શુક્રાણુ અને અંડકોષ વિના વિકસાવ્યો માનવ ગર્ભ! હવે આ દિશામાં આગળ વધી રહ્યું છે વિજ્ઞાન

Artificial Human Embryos:​ વિજ્ઞાનીઓએ સ્પર્મ વિના માનવ ગર્ભ વિકસાવ્યો. માન્યામાં નહીં આવે પણ આ હકીકત છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રો. મેગ્ડાલેન્ઝા ગોટ્ઝે બોસ્ટનમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચની વાર્ષિક બેઠકમાં આ સંશોધન વિશે માહિતી રજૂ કરી હતી. 

શુક્રાણુ અને અંડકોષ વિના વિકસાવ્યો માનવ ગર્ભ! હવે આ દિશામાં આગળ વધી રહ્યું છે વિજ્ઞાન

 

 

Artificial Human Embryos:​ બદલાતા સમયની સાથે સ્થિતિ પણ બદલાઈ છે. ચારેય તરફ જ્યારે આધુનિકરણની દોડ લાગી છે. એવામાં સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે સતત નવા નવા પરિવર્તનો થઈ રહ્યાં છે. એવામાં એક પરિવર્તન તો એવું સામે આવ્યું છેકે, સંશોધન કર્તાઓ પણ છે અચરજમાં. જીહાં, હાલમાં જ એક સંશોધન એવું સામે આવ્યું છેકે, પુરુષના સ્પર્મ વિના પણ વિકસી શકે છે માનવ ગર્ભ. આ વાત જાણીને તમને વિશ્વાસ નહીં થાય પણ આ વાસ્તવિકતા છે.  યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના નિષ્ણાતોનો આમા વિશેષ ફાળો છે. પુરૂષના સ્પર્મ એટલે કે શુક્રાણુ અને અંડકોષ વિના માત્ર સ્ટેમ સેલનો ઉપયોગ કરીને કૃત્રિમ માનવ-ગર્ભ બનાવવામાં વિજ્ઞાનીઓને સફળતા મળી છે. આ વૈજ્ઞાનિક પ્રયોગથી કૃત્રિમ માનવ ગર્ભ બનાવવામાં સફળતા મળી, જિનેટિક ડિસઓર્ડર, ગર્ભપાતને રોકવામાં મદદ મળવાની આશા ઉભી થઈ છે. 

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર મેગ્ડાલેન્ઝા ગોત્ઝે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચની એન્યુઅલ મીટિંગમાં આપેલી માહિતી પ્રમાણે, સંશોધકોએ સ્ટેમ સેલના રિપ્રોગ્રામિંગ દ્વારા માનવ-ગર્ભ વિકસાવવામાં સફળતા મેળવી છે. આ ગર્ભમાં ધબકારા નથી અને મગજનો વિકાસ પણ થતો નથી તેથી તેના કારણે બાળક પેદા ના કરી શકાય પણ જિનેટિક ડિસઓર્ડર સહિતની સમસ્યાઓ ઉકેલવામાં મદદ મળશે. કૃત્રિમ ગર્ભના મેડિકલ ઉપયોગના સંદર્ભમાં સંખ્યાબંધ નૈતિક અને કાયદાકીય મુદ્દા છે તેથી વિજ્ઞાનીઓ તેનો ઉપયોગ ગર્ભમાં બાળકના વિકાસને લગતી સમસ્યાઓને સમજવામાં કરશે.

કાયદાકિય અવરોધો:
આ મામલાને લઈને ઘણા નૈતિક અને કાયદાકીય સવાલો પણ ઊભા થયા છે, કારણ કે લેબમાં બનેલા ગર્ભને લઈને બ્રિટન સહિત દુનિયાભરના ઘણા દેશોમાં કોઈ કાયદાકીય રીતે સ્પષ્ટતા નથી. આવામાં આ કૃત્રિમ ગર્ભના મેડિકલ ઉપયોગની સંભાવનાઓ ઓછી છે.

કઈ રીતે વિકસાવાય છે કૃત્રિમ ગર્ભ?
માનવીના શુક્રાણુ અને અંડકોશ વગર સ્ટેમ સેલનો ઉપયોગ કરીને કૃત્રિમ માનવ-ગર્ભ બનાવવામાં વિજ્ઞાનીઓને મોટી સફળતા મળી છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ મોડેલ એમ્બ્રિયોની મદદથી ગર્ભના પ્રારંભિક તબક્કાના વિકાસને સમજવામાં મદદ મળશે. જેનાથી જિનેટિક ડિસઓર્ડર અને ગર્ભપાતને રોકવામાં મદદ મળશે.

યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રો. મેગ્ડાલેન્ઝા ગોટ્ઝે બોસ્ટનમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સોસાયટી ફોર સ્ટેમ સેલ રિસર્ચની વાર્ષિક બેઠકમાં આ સંશોધન વિશે માહિતી રજૂ કરી હતી. પ્રો. ગોટ્ઝ કહે છે કે અમે સ્ટેમ સેલના રિપ્રોગ્રામિંગ દ્વારા માનવ-ગર્ભ સાથે ગર્ભનાળ પેશી અને જરદીની કોથળીઓ વિકસાવવામાં સફળ રહ્યા છીએ. જોકે આ ગર્ભમાં ન તો ધબકારા છે કે ન તો મગજનો વિકાસ થાય છે. વિજ્ઞાનીઓને 14 દિવસની કાયદાકીય મર્યાદા સુધી પ્રયોગશાળામાં ગર્ભ વિકસિત કરવાની મંજૂરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news