ઈન્ડોનેશિયામાં સુનામીમાં અત્યાર સુધી 429 લોકોના મોત, વરસાદને કારણે બચાવ કાર્ય મુશ્કેલ
Indonesia volcano eruption tsunami: ડોગ અને ભારે મશીનરીની મદદથી બચાવકર્મિ કાટમાળને ખંગોળી રહ્યાં છે, જ્યાં દુર્ઘટના પહેલા સ્થાનીક લોકોના ઘર અને દુકાનો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ વિનાશકારી સુનાણીમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા મંગળવારે વધીને 429 પર પહોંચી ગઈ છે, ભારે વરસાદને કારણે સુનામીમાં જીવતા બચેલા લોકોની શોધ અને મૃતદેહની શોધખોળમાં મુશ્કેલી આવી રહી છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન બોર્ડ (બીએનપીબી)ના પ્રવક્તા સુતોપો પુરવો નુગરોહોએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે રાહત અને બચાવ ટીમ હજુપણ મૃતદેહોને શોધી રહી છે.
જકાર્તા પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, હાલના આંકડા પ્રમાણે 1485 લોકોને ઈજા પહોંચી છે, 154 લાપતા છે જ્યારે 16082 બેઘર થઈ જયા છે. સુંડા સ્ટ્રેટ પર એનાક ક્રાકાટોઓ જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ આવેલી સુનામીએ ઈન્ડોનેશિયાના જાપા અને સુમાત્રા દ્વીપમાં શનિવારે મોડી રાત્રે તબાહી મચાવી હતી. આ પહેલા કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી. સુતોપોએ કહ્યું કે, આ આંકડામાં ફેરફાર થઈ શકે છે, કારણ કે બચાવ ટુકળી પાંડેગલાંગ, સેરાંગ, દક્ષિણ લામપુંગ, પેનાવારાન અને તેનગ્ગામુસમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
બીએનપીબીના આંકડા દેખાડી રહ્યાં છે કે, સુનામીમાં 883 ઘર, 73 હોટલ અને વિલા, 60 દુકાનો તથા સ્ટોલ, 443 હોડી અને 41 ગાડીઓ નષ્ટ થઈ ગઈ છે. ઉત્તરી જાવાના બેનટેન વિસ્તારના પાંડેગલાંગ રિજેન્સીમાં સૌથી વધુ 290 લોકોના મોત થયા છે. સુતોપોએ કહ્યું, સુનામીની ચેતવણીની કોઈ સિસ્ટમ ન હોવાથી વધુ ક્ષતી પહોંચી કારણ કે, લોકોની પાસે ઘર ખાલી કરવાનો સમય ન હતો. ડોગ અને ભારે મશિનરીની મદદની સાથે બચાવકર્મી કાટમાળને શોધી રહ્યાં છે, જે દુર્ઘટના પહેલા સ્થાનિક લોકોના ઘર અને દુકાનો હતો.
બીએનપીબીના પ્રવક્તાએ કહ્યું કે, હજુ પણ સામગ્રિઓ, ટેન્ટ અને અન્ય જરૂરી વસ્તુની ખુબ જરૂરીયાત છે. સુતોપો અનુસાર, ઈન્ડોનેશિયા નૌસેનાએ સમુદ્ર અને જાવા દ્વીપના કિનારાથી દૂર મૃતદેહોને કબજે કર્યાં છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બચાવકર્મિઓની એક ટુકડી 12 કલાક સુધી ફરાયેલા એક પાંચ વર્ષના બાળકને બચાવવામાં સફળ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે