સિદ્ધૂ બાદ હવે કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા પહોંચ્યા પાકિસ્તાન, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મિલાવ્યો હાથ

પઠાણકોટ અને ઉરીમાં થયેલા આતંકી હુમલા છતાં પાકિસ્તનના પીએમ ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં સિદ્ધૂએ હાજરી આપીને ટીકાને આમંત્રણ આપ્યું હતું. હવે શત્રુઘ્ન સિન્હાની મુલાકાત બાદ પણ વિવાદ ઉભો થઈ શકે છે.   

Updated By: Feb 22, 2020, 10:01 PM IST
સિદ્ધૂ બાદ હવે કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા પહોંચ્યા પાકિસ્તાન, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મિલાવ્યો હાથ

ઇસ્લામાબાદઃ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂ બાદ હવે પાર્ટીના વધુ એક નેતા શત્રુઘ્ન સિન્હાએ પાકિસ્તાનનો પ્રવાસ કરીને આલોચનાને આમંત્રણ આપ્યું છે. સિન્હા હકીકતમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમણે શનિવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ અલ્વીએ એવો દાવો કર્યો છે કે 'શત્રુઘ્નએ કાશ્મીરમાં લોકડાઉનની સ્થિતિ પર તેમની ચિંતા પર સમર્થન વ્યક્ત કર્યું છે.' પરંતુ શત્રુઘ્નએ સફાઈ આપતા કહ્યું કે, આ પ્રવાસ સંપૂર્ણ રીતે વ્યક્તિ ગત હતો અને તેને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. 

અલ્વીની ઓફિસે ટ્વીટ કર્યું, 'ભારતીય રાજનેતા શત્રુઘ્ન સિન્હાએ રાષ્ટ્રપતિ આરિફ અલવી સાથે લાહોરમાં આજે મુલાકાત કરી. તેમણે બંન્ને દેશો વચ્ચે શાંતિનો પુલ બનાવવાના મહત્વ પર ચર્ચા કરી. સિન્હાએ કાશ્મીરમાં 200થી વધુ દિવસથી લોકડાઉન પર રાષ્ટ્રપતિની ચિંતાનું સમર્થન કર્યું.'

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાનના સંબંધ અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. પાકિસ્તાને ભારતની સાથે ટ્રેડ સંબંધને સસ્પેન્ડ કરી દીધો અને ત્યાં સુધી રેલગાડીઓની અવર-જવર પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાન ત્યાં ન રોકાયું તેણે પીએમ મોદીના વિદેશ પ્રવાસ માટે પોતાના હવાઈ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી પણ ન આપી હતી. 

પઠાણકોટ અને ઉરીમાં થયેલા આતંકી હુમલા છતાં પાકિસ્તનના પીએમ ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં સિદ્ધૂએ હાજરી આપીને ટીકાને આમંત્રણ આપ્યું હતું. ત્યાં સુધી કે તે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને ગળે પણ મળ્યા હતા. ઇવેન્ટની તસવીર સામે આવ્યા બાદ તેની ભારતમાં ખુલ ટીકા થઈ હતી. તો પાક રાષ્ટ્રપતિના શત્રુઘ્નને લઈને કરવામાં આવી રહેલા દાવાથી કોંગ્રેસ માટે મુશ્કેલી થઈ શકે છે જેના નેતાઓ પર ભાજપ પહેલેથી જ પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવતું આવ્યું છે. 

શત્રુઘ્ન પાકિસ્તાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ફિલ્મકાર મિયાં એહસાનના પૌત્ર મિંયા અહમદના લગ્નમાં હાજરી આપવા પાકિસ્તાન પહોંચ્યા હતા. તેમની તસવીર ઘણા સમયથી મીડિયામાં વાયરલ થઈ રહી છે. હવે તેમણે ખુદ તસવીર શેર કરીને પોતાનો બચાવ કર્યો છે. તેમણે લખ્યું, 'આ સંપૂર્ણ પણે વ્યક્તિગત યાત્રા છે સત્તાવાર નહીં, અને તેમાં કોઈ રાજનીતિ નથી. અહસાન પરિવાર ઘણીવાર અમારા ઘરે આવ્યા છે અને પાછલીવાર મારા પુત્ર માટે આવ્યો હતો.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...