Shocking: શિક્ષકે મોબાઈલ આંચકી લીધો તો 14 વર્ષની છોકરીએ સ્કૂલ સળગાવી દીધી! 20 છોકરીઓના મોત
આ આગને કારણે આરોપી યુવતી પણ ઘાયલ થઈ ગઈ, હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ અન્ય 9 લોકોમાંથી ઘણાની હાલત નાજુક છે.
Trending Photos
તમને નવાઈ લાગશે પણ આ હકીકત છે. 14 વર્ષની એક વિદ્યાર્થીની પર તેની શાળામાં આગ લગાવવાનો આરોપ છે. તેના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે તે શિક્ષક દ્વારા ફોન લઈ લેવાથી એ ગુસ્સે ભરાઈ હતી. ઘટના પહેલા તેણે આગચંપી કરવાની પણ ધમકી આપી હતી. આ મામલો દક્ષિણ અમેરિકન દેશ ગુયાનાનો (Guyana)છે.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, મહદિયા માધ્યમિક શાળાની (Mahdia Secondary School) ગર્લ્સ હોસ્ટેલમાં સોમવારે રાત્રે આગ લાગી હતી. થોડી જ વારમાં, તેણે શાળાના મોટા ભાગને ઘેરી લીધો. ઘણી વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ તેમાં ફસાઈ ગયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. પરંતુ આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં 20 લોકોના મોત થયા હતા.
આ ઘટના રાજધાની જ્યોર્જટાઉનથી લગભગ 200 માઈલ દૂર સેન્ટ્રલ ગુયાના માઈનિંગ ટાઉનમાં બની હતી. હવે આ મામલામાં પોલીસે ખુલાસો કર્યો છે કે આગ લગાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ સ્કૂલની એક વિદ્યાર્થીની હતી. વિદ્યાર્થીનો મોબાઈલ તેના શિક્ષકે જપ્ત કર્યો હતો. આ વાતથી તે નારાજ હતી. ગુસ્સામાં તેણે ભયજનક પગલું ભર્યું. યુવતી પોતે પણ આગમાં દાઝી ગઈ હતી.
પોલીસનું કહેવું છે કે આરોપી વિદ્યાર્થીએ માત્ર એટલા માટે આગ લગાડી કારણ કે સ્કૂલ પ્રશાસને તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો. વાસ્તવમાં, શાળા પ્રશાસનને જાણ થઈ હતી કે વિદ્યાર્થીની એક વૃદ્ધ વ્યક્તિના સંપર્કમાં હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગુયાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગોવિયાએ જણાવ્યું કે, આરોપી યુવતીની ઉંમર લગભગ 14 વર્ષની છે. જ્યારે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો ત્યારે તેણે ગર્લ્સ હોસ્ટેલને આગ લગાડી દેવાની ધમકી આપી હતી.
શાળામાં લાગ આગ
જો કે, તે બાળકી પણ આગને કારણે ઘાયલ થઈ હતી, હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ અન્ય 9 લોકોમાંથી ઘણાની હાલત નાજુક છે.
હાલમાં આ હૃદયદ્રાવક ઘટના અંગે અમેરિકા જેવા દેશોએ ગુયાનાને મદદની ઓફર કરી છે. આ દેશોએ ડીએનએ ઓળખમાં મદદ માટે ફોરેન્સિક નિષ્ણાતો મોકલવાની વાત કરી છે. કારણ કે, આગમાં સળગી જવાને કારણે મૃતદેહોની ઓળખ મોટું સંકટ છે.
મૃતકોમાં મોટાભાગની 12 થી 18 વર્ષની વયની છોકરીઓ ગામડામાંથી આવતી હતી. શાળામાં કામ કરતી મહિલા કર્મચારીનો પાંચ વર્ષનો પુત્ર પણ આ અકસ્માતનો શિકાર બન્યો હતો. અગ્નિશમન દળના જવાનોએ દિવાલમાં કાણું પાડીને કેટલાક લોકોને બચાવવામાં સફળતા મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે