અમેરિકાના ઇલિનોયસ પ્રાંતમાં જુલાઇ પરેડ દરમિયાન ગોળીબારમાં 6ના મોત, 16 ઘાયલ
અમેરિકી પ્રાંત ઇલિનોયસ શિકાગો ઉપનગરમાં 4 જુલાઇની પરેડ દરમિયાન ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. તો બીજી તરફ 16 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Trending Photos
શિકાગો: અમેરિકી પ્રાંત ઇલિનોયસ શિકાગો ઉપનગરમાં 4 જુલાઇની પરેડ દરમિયાન ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. તો બીજી તરફ 16 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર એક બંદૂકધારી દુકાનની છત પરથી પરેડમાં સામેલ લોકો પર ગોળીબારી કરવા લાગ્યા. તેનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ફાયરિંગ બાદ લોકો ગભરાઇને આમ તેમ દોડતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં જોવા મળી રહ્યા છે પરેડમાં ભાગ લેનાર એક સમૃદ્ધ ઉપનગરીય શહીર હાઇલેંડ પાર્કના રસ્તા પર ગોળીબાર દરમિયાન અચાનક દહેશત મચતાં લોકો ભાગી રહ્યા છે.
વીડિયોમાં દેખાઇ રહ્યં છે કે પરેડ જોવા આવેલા પરિવાર ફૂટપાથ પર બેસીને જોઇ રહ્યા છે. બીજી ફેમમાં તે જમીન પરથી છલાંગ લગાવતાં અને દોડતા જોવા મળી રહ્યા છે. પાછળ બંદૂકની ગોળીનો અવાજ અને લોકોની ચીસોનો અવાજ સંભળાઇ રહ્યો છે. લેક કાઉન્ટી શેરિફ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે ગોળીબારી સ્વતંત્રતા દિવસ પરેડ માર્ગના ક્ષેત્રમાં થઇ છે. શિકાગોના એક ઉપનગરમાં ચોથી જુલાઇની પરેડની પાસે ગોળીબારી દરમિયાન ઘણા લોકોને ગોળી મારવામાં આવી.
The moment the crowd realized there had been mass shooting in Highland Park, Illinois, at their fourth of July parade. Unfortunately there's nothing more American than this tragedy. pic.twitter.com/beXt9uYP3F
— Read Wobblies and Zapatistas (@JoshuaPotash) July 4, 2022
ગોળી ચલાવનાર આરોપી ફરાર
લેક કાઉન્ટી શેરિફના કાર્યાલાયે કહ્યું કે સોમવારે હાઇલેંડ પાર્કના ઘની શિકાગો ઉપનગરમાં 5 જુલાઇની પરેડ માર્ગ પર ગોળીઓ ચલાવી, એક સ્થાનિક ટીવી સ્ટેશને કહ્યું કે પાંચ લોકોના મોત થયા છે. ગોળી ચલાવનાર હજુ ફરાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે