ENG vs IND 5th Test: ચોથા દિવસની રમત પુરી, ઇગ્લેંડને જીત માટે 119 રનની જરૂર
ઇગ્લેંડને ભારત વિરૂદ્ધ બર્મિઘમ ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત પુરી થયા બાદ જીત માટે 119 રનની જરૂર છે. તેણે બીજી ઇનિંગમાં 3 વિકેટના નુકસાન પર 259 રન બનાવી લીધા છે. જો રૂટ 76 રન અને જોની બેયરસ્ટો 72 રન બનાવીને અણનમ છે.
Trending Photos
England vs India 5th Test Edgbaston Birmingham: ઇગ્લેંડને ભારત વિરૂદ્ધ બર્મિઘમ ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત પુરી થયા બાદ જીત માટે 119 રનની જરૂર છે. તેણે બીજી ઇનિંગમાં 3 વિકેટના નુકસાન પર 259 રન બનાવી લીધા છે. જો રૂટ 76 રન અને જોની બેયરસ્ટો 72 રન બનાવીને અણનમ છે. આ બંને ખેલાડીઓ વચ્ચે 150 રનની ભાગીદારી થઇ ગઇ છે. ટીમ ઇન્ડીયાને મેચના અંતિમ દિવસે જલદી વિકેટ લેવાની જરૂર રહેશે.
ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેંડની ટીમે ચોથા દિવસની રમત પુરી થાય ત્યાં સુધી 3 વિકેટ ગુમાવી 259 રન બનાવ્યા હતા. ઇગ્લેંડની બીજી ઇનિંગમાં સારી શરૂઆત રહી. ઓપનર ખેલાડી લીસ અને જૈક ક્રાઉલી વચ્ચે સદીની ભાગીદારી થઇ. ક્રાઉલી 7 ચોગ્ગાની મદદથી 46 રન બનાવીને આઉટ થઇ ગયા. જ્યારે લીસે 65 બોલમાં 56 રન બનાવ્યા. તેમણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓલી પોપ ખાતું ખોલાવી વિના આઉટ થઇ ગયા હતા. તેમણે જસપ્રીત બુમરાહને આઉટ કર્યો.
આ પહેલાં
ટીમ ઇન્ડીયાએ ઇગ્લેંડને બર્મિઘમ ટેસ્ટમાં જીત માટે 378 રનો ટાર્ગેટ મુક્યો છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં 245 રનોના સ્કોર પર ઓલ આઉટ થઇ. આ દરમિયાન ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી. પૂજારાએ 66 રનની ઇનિંગ રમી. ઇગ્લેંડ માટે ભારતની બીજી ઇનિંગ દરમિયાન કેપ્ટન બેન સ્ટોક્સએ 4 વિકેટ લીધી. તો બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડ અને મૈટી પોટ્સને બે-બે વિકેટ મળી.
ટીમ ઇન્ડીયા માટે બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે ફિફ્ટી ફટકારી. પૂજાએ 168 બોલનો સામનો કરતાં 8 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. જ્યારે પંતે 86 બોલનો સામનો કરતાં 8 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા. વિરાટ કોહલી 40 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. હનુમા વિહારી 11 રન જ બનાવી શક્યા. શ્રેયર ઐય્યરે 19 રનનું યોગદાન કર્યું. રવિન્દ્ર જાડેજા 58 બોલમાં 23 રન બનાવીને આઉટ થયા. મોહમંદ શમીએ 13 રનનું યોગદાન આપ્યું. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડીયા 245 રનના સ્કોર પર આઉટ થયા.
ઇગ્લેંડ માટે બે સ્ટોક્સે શાનદાર બોલીંગ કરી. તેમણે 111.5 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ લીધી. તો બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડે 16 58 રન આપીને 2 વિકેટ લીધી. મૈટી પોટ્સને પણ બે સફળતા હાથ લાગી. તેમણે 17 ઓવરોમાં 50 રન આપીને 2 વિકેટ લીધી. પોટ્સે 3 મેડન ઓવર પણ નિકાળી. જેમ્સ એંડરસન અને જૈક લીચે એક-એક વિકેટ મળી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત પહેલી ઇનિંગમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી 416 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઇગ્લેંડે પહેલી ઇનિંગમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી 284 રન બનાવ્યા. ઇગ્લેંડ માટે જોની બેયરસ્ટોએ સદી ફટકારી. હવે ઇગ્લેંડની ટીમ પોતાની બીજી ઇનિંગ રમવા મેદાનમાં ઉતરશે.
ભારત પ્રથમ ઇનિંગ- 416-10 (84.5 ઓવર)
ઇગ્લેંડ પ્રથમ ઇનિંગ- - 284-10 (61.3 ઓવર)
ભારત બીજી ઇનિંગ - 245-10 (81.5 ઓવર )
ઇગ્લેંડ બીજી ઇનિંગ - 259 ઓવર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે