પાકિસ્તાની હિન્દુએ કહ્યું, PAKમાં જિંદગી નરક હતી, મોદી સરકારનો કાયદો અમારા માટે મોટી રાહત

અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનથી પરેશાન થઈને ભાગેલા સુરવીર સિંહે ઓળખ અને રોજીરોટી જેવા ઘંટીના બે પડ વચ્ચે ભીંસાવવું પડી રહ્યું છે. 

પાકિસ્તાની હિન્દુએ કહ્યું, PAKમાં જિંદગી નરક હતી, મોદી સરકારનો કાયદો અમારા માટે મોટી રાહત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનથી પરેશાન થઈને ભાગેલા સુરવીર સિંહે ઓળખ અને રોજીરોટી જેવા ઘંટીના બે પડ વચ્ચે ભીંસાવવું પડી રહ્યું છે. પોતાની માતૃભૂમિક ભારતની નાગરિકતા માટે જરૂરિયાતોને પૂરા કરવા અને એક સ્થિર નોકરી મેળવવા માટે તેમની દુવિા 27 વર્ષ બાદ પણ દૂર થવાનું નામ લેતી નથી. ચાર સભ્યોના તેમના પરિવાર સાથે અમૃતસરમાં રહેતા 33 વર્ષના સિંહે કહ્યું કે પોતાની માતૃભૂમિમાં રહેવા માટે દર બીજા મહિને તેમણે સરકારી ઓફિસોરના ધકકા ખાવા પડે છે. વર્ષ 1992માં તેમના માતા પિતાના ભારત આવવાના નિર્ણય પહેલા સુરવીર સિંહનો પરિવાર અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં રહેતો હતો. 

સોવિયેત સંઘની વાપસી અને મુજાહિદ્દીના આગમન બાદ હિન્દુઓ અને સિખોએ અફઘાનિસ્તાન છોડવા માંડ્યુ હતું. પરિવારમાં એક માત્ર કમાનાર વ્યક્તિ હોવાના કારણે સુરવીર સિંહ અનેક પ્રકારના કામ કરીને પોતાની રોજીરોટી રળે છે. જો કે તેમનો પરિવાર તે જ સમયે ભારત આવ્યો હતો અને તેમના પરિવારના પ્રત્યેક વ્યક્તિ પાસે અલગ અલગ તારીખે જારી કરાયેલા વિઝા  અને શરણાર્થી પ્રમાણપત્ર પણ છે. 

સિંહે કહ્યું કે તેમની નાગરિકતાની અરજી બ્યુરોક્રેસીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે અને તેમણે પોતાના દસ્તાવેજો જાળવી રાખવા માટે નિયમિતપણે સરકારી ઓફિસોના ચક્કર લગાવવા પડે છે. તેમણે અનેક રાજકીય નેતાઓને ભારતી નાગરિકત્વ મેળવવા માટે ગુહાર લાવી છે પરંતુ તેમને આશ્વાસનો સિવાય કઈ નથી મળ્યું. સુરવીર સિંહે કહ્યું કે દર 12 મહિના બાદ દસ્તાવેજોની અવધિ સમાપ્ત થઈ જાય છે અને ત્યારબાદ મારે દર બે કે ત્રણ મહિનામાં તેના રિન્યુઅલ માટે મારા પરિવારના એક સભ્યની સાથે નવી દિલ્હી જવું પડે છે. 

તેમણે કહ્યું કે નોકરી શોધવી એ પહેલા કરતા પણ કપરું છે કારણ કે કોઈ પણ શરણાર્થીઓને રોજગાર આપવા નથી માંગતા. જો કોઈ નોકરી મળે તો પણ ચૂકવણી ઓછી કરાય છે અને દર બીજા મહિને દિલ્હી જવાની જરૂર પડે છે. જેના કારણે નોકરી આપનારા નારાજ થાય છે અને તેઓ એવા કર્મચારીઓની શોધ કરે છે જેમને ઓછી રજાની જરૂર પડે. જો કે નરેન્દ્ર મોદી સરકારના નાગરિકતા સંશોધન બિલથી સુરવીર સિંહ અને પાકિસ્તાન તથા અફઘાનિસ્તાનના હજારો શરણાર્થીઓના મનમાં આશાની કિરણ પેદા થઈ છે. 

આ પ્રસ્તાવિત બિલ નાગરિકતા કાયદા 1955માં સંશોધન માટે લાવવામાં આવ્યું છે. આ બિલ કાયદો બનશે ત્યારબાદ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુઓ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મમાં માનનારા અલ્પસંખ્યક સમુદાયોને 12 વર્ષની જગ્યાએ 6 વર્ષ ભારતમાં પસાર કર્યા બાદ અને પૂરા દસ્તાવેજો વગર પણ ભારતીય નાગરિકત્વ મળી શકશે. સુરવિર સિંહે કહ્યું કે હું સરકારને આ બિલ જેમ બને તેમ જલદી પસાર કરવાનો આગ્રહ કરું છું. સરન સિંહે કહ્યું કે તેઓ એક ગરિમાપૂર્ણ જીવન જીવવા માંગે છે. 

પાકિસ્તાનમાં કરોડો  રૂપિયાની સંપત્તિ છોડીને 1999માં પરિવાર સાથે પંજાબ પહોંચેલા 50 વર્ષના સરન સિંહે કહ્યું કે પાકિસ્તાનમાં તેમની સાથે નરક જેવો વ્યવહાર  થતો હતો. તેઓ પાકિસ્તાનના ખેબર એજન્સીમાં રહેતા હતાં જ્યાં આતંકવાદ અને ધાર્મિક ઉત્પીડન ચરમસીમાએ હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓ તેમને કહેતા હતાં કે જો તેઓ જીવિત રહેવા માંગતા હોય તો તેમનો પરિવાર ઈસ્લામ કબુલ કરે. 

આ માટે અનેક મહિલાઓના અપહરણ કરાયા અને તેમને જબરદસ્તી ઈસ્લામ કબુલ કરાવ્યો. સરને કહ્યું કે કોઈ પણ અમારી પુત્રીઓ અને પુત્રો સાથે લગ્ન કરવા માંગતા નથી કારણ કે જ્યારે તેમને ખબર પડે છે કે અમે પાકિસ્તાનથી આવ્યાં છીએ તો તેઓ અમને શંકાની નજરથી જૂએ છે. લોકો કહે છે કે તમારી પાસે તો ભારતીય નાગરિકત્વ પણ નથી. જો સરકાર તમને નિર્વાસિત કરવાનું નક્કી કરે તો શું થશે? લગ્નનું શું થશે?

Image result for pakistani hindu zee news

તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનથી બચીને અમારી માતૃભૂમિ ભારત પહોંચ્યાં પરંતુ અહીં અમે નોકરશાહીમાં અટવાઈ ગયાં. ક્યારેક ક્યારેક અધિકારીઓ અમને પાકિસ્તાની પાસપોર્ટના રિન્યુઅલનું કહે છે જેના કારણે અમારે પાકિસ્તાન જવા અને દસ્તાવેજો મેળવવા માટે જીવ જોખમમાં મૂકવા પડે છે. 

સરને કહ્યું કે જ્યારે અમે પાકિસ્તાનમાં રહેતા હતાં તે સ્થાનિકોનું કહેવું હતું કે તમે પાકિસ્તાની નથી કારણ કે તમે હિન્દુ અને સિખ છો તો તમારે તમારા દેશ જતા રહેવું જોઈએ. ભારતમાં રહીએ છીએ તો લોકો કહે છે કે તમે પાકિસ્તાનના છો. તેમણે સરકારને જેમ બને તેમ જલદી નાગરિકતા આપવાની ભલામણ કરી. 

સરને કહ્યું કે અમે અમારા દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ કારણ કે કોઈ પણ કામ માટે આધાર કાર્ડ અને મતદાર ઓળખ પત્રની જરૂર પડે છે. તેમણે દાવો કર્યો કે દસ્તાવેજો નહીં હોવાના કારણે અનેક શરણાર્થીઓ પોતાના બાળકોને શિક્ષણ પણ આપી શકતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news