એવા વિચિત્ર તહેવાર જેની કલ્પના પણ નહી કરી હોય, મચ્છર ઉત્સવથી માંડીને મંકી બફેટ ફેસ્ટિવલ
ભારતમાં દરેક તહેવારનું ખાસ મહત્વ રહેલું છે. આપણે તહેવારને ખુબ ધામધૂમથી પરંપરા મુજબ ઉજવીએ છીએ. પરંતુ દુનિયાના કેટલાક એવા તેહવાર પણ છે જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
Trending Photos
વિશ્વના એવા ઘણા દેશો છે જેમાં ખૂબ જ વિચિત્ર તહેવારો ઉજવવામાં આવે છે. જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તો આજે આપણે જાણીશું વિશ્વના અલગ અલગ ખૂણામાં ઉજવાતા કેટલાક અજબ-ગજબના તહેવારો વિશે. જેના વિશેની કહાની પણ છે ખુબ જ રસપ્રદ.
સામાન્ય રીતે તમે તહેવારમાં દેવી-દેવતાની પૂજા અર્ચના થવાનું જોયું હશે. તો કેટલાક તહેવારની હરવા ફરવા જઈને પણ ઉજવણી થાય છે. પરંતુ તમે ક્યારે મચ્છર ઉત્સવ વિશે સાંભળ્યું છે. કે પછી બાળકોને નીચે સૂવડાવી તેના પરથી કૂદવાના તહેવાર જોયા છે. આવા તો અનેક તહેવાર છે જે સમગ્ર વિશ્વમાં અનોખા છે.
બેબી જમ્પિંગ ફેસ્ટિવલ (સ્પેન)
સામાન્ય રીતે બાળકોને નજર ના લાગે તેના માટે ભારતમાં કાળી દોરી બાંધવામાં આવે છે. પરંતુ સ્પેનમાં નવા જન્મેલા બાળકોને નજર ના લાગે તેના માટે ખાસ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શેતાનનો ડ્રેસ પહેરેલી વ્યક્તિ બાળકો પરથી કૂદીને પસાર થાય છે. સ્પેનમાં એવી માન્યતા છે આવું કરવાથી બાળકોને નજર નથી લાગતી.
મચ્છર ઉત્સવ (ટેક્સાસ)
ટેક્સાસમાં ઉજવાતો એક અજીબો ગરીબ તહેવારને મચ્છર ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. આ મચ્છર ઉત્સવની ઉજવણી ક્લુટ ટેક્સાસમાં કરવામાં આવે છે. 3 દિવસ સુધી ઉજવાતા આ ઉત્સવમાં વિવિધ પ્રકારની વિચિત્ર રમતોનું પણ આયોજન કરવામાં આવે છે.
જોનબીલ મેળો (આસામ)
ભારતમાં એકમાત્ર મેળામાં વસ્તુ વિનિયમ પ્રાણી બનાવવામાં આવે છે. જેની ઉજવણી આસામમાં કરવામાં આવે છે. આ મેળાને જોનબીલ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. જોનબીલ મેળામાં થતી મુર્ગાની લડાઈ તો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે.
મંકી બફેટ ફેસ્ટિવલ (થાઇલેન્ડ)
મંદિરો કે રસ્તા પર કપિરાજને વસ્તુ આપતા લોકોને તમે જોયા હશે. પરંતુ થાઈલેન્ડમાં 1980થી કપિરાજ માટે મંકી બફેટ ફેસ્ટિવલ ઉજવાય છે. જેમાં કપિરાજ માટે ખાસ મિજબાનીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારની વસ્તુઓની વાનગીઓ કપિરાજને ખવડાવવામાં આવે છે. મહત્વનું છે પ્રવાસીઓની અવરજવર વધારવા થાઈલેન્ડમાં આ મહોત્સવની શરૂઆત થઈ હતી.
ડેડ ઓફ ધ ડેડ ફેસ્ટિવલ (મેક્સિકો)
મેક્સિકોમાં મનાવાતા ડેડ ઓફ ધ ડેડ ફેસ્ટિવલનું મહત્વ ખાસ છે. કેમ કે 19 સપ્ટેમ્બરે દેશમાં આવેલા ભૂકંપ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ડેડ ઓફ ધ ડેડ ફેસ્ટિવલ મનાવાય છે. આ વિનાશક ભૂકંપમાં 400થી વધુ લોકોના મોત થયા હતા. અને 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.
બૈટલ ઓફ ઓરેંજ (ઇટલી)
સામાન્ય રીતે હોળીની ઉજવણી એકબીજાને રંગ લગાવીને કરવામાં આવે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ઈટાલીમાં હોળી રંગોથી નહીં પણ નારંગી સાથે રમાય છે. ફેબ્રુઆરી મહિનામાં એકબીજા પર નારંગી ફેંકીને ઈટાલીમાં હોળીના તહેવારની ઉજવણી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે