South Africa Violence: આ દેશમાં હથિયાર ઉઠાવવા માટે કેમ મજબૂર બન્યા ભારતીય મૂળના લોકો? અત્યાર સુધીમાં 117 લોકોના મોત
અનેક ભારતીય મૂળના લોકોએ 7 જુલાઈથી દેશમાં ચાલી રહેલી ભીડની હિંસા બાદ પોતાના પરિવારો અને વ્યવસાયોની રક્ષા માટે સશસ્ત્ર સમૂહોની રચના કરી છે.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ આફ્રીકામાં અનેક ભારતીય મૂળના લોકોએ 7 જુલાઈથી દેશમાં ચાલી રહેલી ભીડની હિંસા બાદ પોતાના પરિવારો અને વ્યવસાયોની રક્ષા માટે સશસ્ત્ર સમૂહોની રચના કરી છે.
દક્ષિણ આફ્રીકામાં અસ્તિત્વની લડત લડી રહ્યા છે ભારતીય મૂળના લોકો
ડોક્ટર પ્રીતમ નાયડુ (સુરક્ષા કારણોસર નામ બદલવામાં આવ્યું છે)એ કહ્યું કે અમે અમારી રક્ષા માટે હથિયાર ખરીદવા અને રક્ષા સમૂહોને સંગઠિત કરવા માટે મજબૂર છીએ. અમે વેપાર અને વ્યસાયોમાં સફળ છીએ અને અનેક સ્થાનિક લોકો અમારી ઈર્ષા કરે છે. તેઓ ફક્ત અમને લૂંટવા માટેની તકની રાહ જોતા હોય છે.
નાયડુ ડર્બનથી છે જ્યાં દસ લાખ ભારતીય મૂળના લોકો વસે છે. નાયડુએ કહ્યું કે સ્તાનિક પોલીસ ફક્ત મૂક દર્શક બની ગઈ છે અને કેટલાક કેસમાં લૂંટો અને બાળી મૂકોવાળી ભીડમાં સામેલ થઈ ગઈ. જેમણે ભારતીયોને જવા માટે કહ્યું છે.
ક્વાજુલુ નટાલની સાથે બે સૌથી ખરાબ પ્રભાવિત પ્રાંતોમાંથી એક ગૌતેંગમાં કરિયાણાની દુકાનની એક શ્રૃંખલા ચલાવતા રાજેશ પટેલે કહ્યું કે અમે અહીં અનેક પેઢીઓથી છીએ. અને હવે કેટલાક ઝુલુ સતર્કતાવાધી અમે અમને એમ કહીને દેશ છોડવા માટે કહી રહ્યા છે કે આ દેશ તમારો નથી.
એકલા ડર્બનમાં 50,000 વ્યવસાયોને નષ્ટ કરાયા છે જેમાંથી મોટાભાગના ભારતીય મૂળના લોકોના સ્વામિત્વવાળા છે. ડર્બન ચેમ્બર ઓફ કોમર્સના જાનેલે ખોમોએ કહ્યું કે લગભગ 16 અબજ રેન્ડનું નુકસાન થવાનું અનુમાન છે.
દક્ષિણ આફ્રીકી સરકારે કહ્યું કે ગુરુવારે રાતે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેનાને તૈનાત કરાઈ છે. સરકારે સ્વીકાર્યુ છે કે હિંસામાં 117 લોકોના મોત થયા છે જેમાંથી મોટાભાગના ભારતીય મૂલના લોકો છે.
સરકારે એવો પણ દાવો કર્યો કે જોહાનિસબર્ગમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે પરંતુ ડર્બનમાં હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ હતી. વેપારી જોસેફ કામથ (નામ બદલ્યું છે)એ કહ્યું કે જો ભીડ ફરીથી આવશે તો અમે ગોળી મારી દઈશું. તેમણે મેસેજિંગ એપ પર આઈએએનએસને કહ્યું કે તેમણે અમારા વિસ્તારોમાં લૂંટફાટ કરી, અમારી દુકાનો અને મોલ તબાહ કરી નાખ્યા. પરંતુ જો તેઓ અમારા ઘરો સુધી પહોંચશે તો અમે પરિવારનું સન્માન જાળવવા માટે લડીશું અને મરીશું.
7 જુલાઈના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાની ધરપકડ બાદથી દક્ષિણ આફ્રીકામાં અરાજકતા અને અશાંતિ ફેલાયેલી છે. એક સમયે રંગભેદ વિરુદ્ધ લડત માટે જાણીતા જૂમાને કોર્ટના આદેશોની અવગણના કરવા બદલ એસ્ટકોર્ટ સુધાર કેન્દ્રમાં 15 મહિના માટે કેદમાં રખાયા છે.
તેમણે ન્યાયિક આયોગ સામે જુબાની ન આપી. આ આયોગ 2009-2018 વચ્ચે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહ્યું હતું. જુમાને થયેલી સજાના વિરોધમાં અનેક દક્ષિણ આફ્રીકી લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ગણતરીના સમયમાં પ્રદર્શન ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસક બની ગયું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીરો
ગૌતેંગ અને કેજેડએન પ્રાંતોના રસ્તાઓ પર મોટાપાયે હિંસા જોવા મળી. જેમાં આગજની, શુટિંગ અને લૂંટની તસવીરો તથા વીડિયો સામે આવ્યા. કેટલીક તસવીરો એવું પણ દર્શાવે છે કે કેવી રીતે ભારતીયોએ પોતાની અને પોતાની સંપત્તિની રક્ષા કરવા માટે પોતે સશ્ત્રો ઉઠાવી લીધા.
તેઓ સંપૂર્ણ રીતે સશસ્ત્ર અને વોકી ટોકીથી લેસ રાતે પેટ્રોલિંગનું આયોજન કરી રહ્યા છે. જેમ જેમ હિંસા બેરોકટોક ચાલુ રહી, દક્ષિણ આફ્રીકાના લોકોએ ભારતીય સમુદાયપર હુમલો કરવા માટે ટ્વિટરનો સહારો લીધો, ખાસ કરીને ગુપ્તા બ્રધર્સ પર, જે લાંબા સમયથી જુમાના સમર્થનમાં ભ્રષ્ટાચાર માટે દોષી હતા. એક દક્ષિણ આફ્રીકી વ્યક્તિ એક ટ્વીટના માધ્યથી હિંસા ભડકાવતો જોવા મળ્યો. જેમાં તેણે પોતાના ભાઈઓને એવું યાદ રાખવા માટે કહ્યું કે કેવી રીતે જેકબ જુમાએ દેશને ઈન્ડિયન મોનોપોલી કેપિટલને વેચી દીધુ.
આ ટ્વીટની સાથે જે તસવીર હતી તે ગુપ્તા બ્રધર્સની હતી. તેઓ 1993માં જ દક્ષિણ આફ્રીકા જતા રહ્યા હતા. હવે 10 અબજ ડોલરથી વધુની કુલ સંપત્તિ સાથે ગુપ્તા બ્રધર્સ પાસે કોલસાની ખાણો, કમ્પ્યુટર, અખબાર અને અન્ય મીડિયા આઉટલેટ છે. એક ભારતીય મૂળના પત્રકારે કહ્યું કે તેમણે જૂમા અને અન્ય રાજનેતાઓ સાથે અન્ડર હેન્ડ ડીલ કરીને દેશને અબજોનો ચૂનો લગાવ્યો છે અને સરકારી ખજાનાને ખુબ નુકસાન પહોંચાડ્યું છે.
હવે ભ્રષ્ટ ગુપ્તાની સાથે સાથે સમગ્ર સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આફ્રિકી દેશોમાં ભારતીયોને છાશવારે નિશાન બનાવવામાં આવે છે અને હિંસાને યોગ્ય ઠેરવવા માટે નીતનવા બહાના કાઢવામાં આવે છે. તાનાશાહ ઈદી અમીને ઓગસ્ટ 1972માં યુગાન્ડાથી હજારો ભારતીયોને કાઢી મૂક્યા હતા. પ્રશાંત દ્વિપ રાષ્ટ્ર ફિજીમાં વસતા ભારતીયોએ પણ આ પ્રકારની હિંસાનો સામનો કરવો પડ્યો હતો.
(અહેવાલ- સાભાર ઝી હિન્દુસ્તાન)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે