રસ્તે ભટકતો હતો એક અંધ શ્વાન, એક ફોન આવ્યોને બદલાઈ ગઈ જિંદગી, હવે જીવી રહ્યો છે Royal Life!
દિલ્લીના એક પશુ ચિકિસ્તકે અમેરિકામાં હેલન બ્રાઉનનો સંપર્ક કર્યો, જે રસ્તે રખડતા જાનવરો માટે એક એનજીઓ ચલાવે છે. શેરીને દિલ્લી લાવવામાં આવ્યો અને તેનો આગળ ઈલાજ કરવામાં આવ્યો. જે બાદ અંતમાં તેને પેન્સિલવેનિયા મોકલી દેવામાં આવ્યો.
Trending Photos
નવી દિલ્લીઃ દિલ્લીના એક પશુ ચિકિસ્તકે અમેરિકામાં હેલન બ્રાઉનનો સંપર્ક કર્યો, જે રસ્તે રખડતા જાનવરો માટે એક એનજીઓ ચલાવે છે. શેરીને દિલ્લી લાવવામાં આવ્યો અને તેનો આગળ ઈલાજ કરવામાં આવ્યો. જે બાદ અંતમાં તેને પેન્સિલવેનિયા મોકલી દેવામાં આવ્યો. લગભગ નવ મહિનાના અંધ અને ગલીમાં રખડતા શ્વાનની દિલને સ્પર્શી જાય તેવી કહાની સામે આવી છે. આ કહાનીમાં એક યુવતીના અથાગ પ્રયાસના કારણે અમેરિકાના પેનસિલ્વેનિયામાં આ શ્વાનને એક સરસ ઘર મળી ગયું છે. એક રિપોર્ટ પ્રમાણે, 'જીવ આશ્રય' નામની એક એનજીઓએ ફેબ્રુઆરી મહિનામાં ગ્વાલિયર રોડ પરથી દયનીય સ્થિતિમાં એક શ્વાનનું રેસ્ક્યૂને લઈને કૉલ આવ્યો હતો. શ્વાનના શરીરનો ઘણો ભાગ બળેલો અને ઈજાગ્રસ્ત હતો.
અંધ શ્વાનને અમેરિકામાં મળ્યું નવું ઘર:
એનજીઓ ચલાવતા મિની ખરે પોતાની ટીમ સાથે મોકા પર પહોંચી અને શેરી નામના શ્વાનને પાછી લાવી. તેણે શ્વાનનો ઈલાજ પણ કરાવ્યો. મિની ખરેએ જણાવ્યું કે, અમે શેરીનો ઈલાજ કરાવ્યો. પરંતુ પછી અમને તેના માટે ઘર શોધવામાં સમસ્યા થઈ. કારણ કે તે અંધ હોવાના કારણે ચાલી નહોતો શકતો.
દિલ્લીથી આમ મોકલાયો અમેરિકા:
તેમણે સોશિયલ મીડિયામાં એક અભિયાન ચલાવ્યું અને દિલ્લીના એક પશુ ચિકિસ્તકે અમેરિકામાં હેલન બ્રાઉનનો સંપર્ક કર્યો, જે રસ્તે રખડતા જાનવરો માટે એક એનજીઓ ચલાવે છે. શેરીને દિલ્લી લાવવામાં આવ્યો અને તેનો આગળ ઈલાજ કરવામાં આવ્યો. જે બાદ અંતમાં તેને પેન્સિલવેનિયા મોકલી દેવામાં આવ્યો. શેરીને ઔપચારિક રીતે દતક લેવામાં આવ્યો અને તેણે સોમવારથી એક નવું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે