કોરોનાના ચક્રવ્યુહને તોડવામાં કારગત સાબિત થયું અનોખુ મોડલ, તૈયારી જોઇને આંખો પહોળી થઇ જશે

કોરોના મહામારીએ (Coronavirus) સમગ્ર વિશ્વનાં તમામ દેશોને એક જ સ્થળ પર ઉભા રાખી દીધા છે, જ્યાં માત્ર તેમણે જ વિચારવાનું છે કે આ ઝડપથી ફેલાઇ રહેલા વાયરસને કઇ રીતે અટકાવી શકાય. જો કે કેટલાક નાના દેશો આ લડાઇમાં આશાના કિરણની જેમ સામે ઉભરીને આવ્યા છે. આ દેશોના મોડેલ કોરોના સામે લડવા માટે કારગત ઉપાય સાબિત થઇ શકે છે. આઇસલેન્ડ પણ આવા જ કેટલાક ગણત્રીના દેશો પૈકીનો એક છે. આઇસલેન્ડે શરૂઆતમાં અનેક આ પ્રકારનાં નિર્ણયો લીધા જેના કારણે કોરોના બીજા દેશોની તુલનાએ ઓછુ નુકસાન પહોંચાડી શક્યો છે.
કોરોનાના ચક્રવ્યુહને તોડવામાં કારગત સાબિત થયું અનોખુ મોડલ, તૈયારી જોઇને આંખો પહોળી થઇ જશે

નવી દિલ્હી : કોરોના મહામારીએ (Coronavirus) સમગ્ર વિશ્વનાં તમામ દેશોને એક જ સ્થળ પર ઉભા રાખી દીધા છે, જ્યાં માત્ર તેમણે જ વિચારવાનું છે કે આ ઝડપથી ફેલાઇ રહેલા વાયરસને કઇ રીતે અટકાવી શકાય. જો કે કેટલાક નાના દેશો આ લડાઇમાં આશાના કિરણની જેમ સામે ઉભરીને આવ્યા છે. આ દેશોના મોડેલ કોરોના સામે લડવા માટે કારગત ઉપાય સાબિત થઇ શકે છે. આઇસલેન્ડ પણ આવા જ કેટલાક ગણત્રીના દેશો પૈકીનો એક છે. આઇસલેન્ડે શરૂઆતમાં અનેક આ પ્રકારનાં નિર્ણયો લીધા જેના કારણે કોરોના બીજા દેશોની તુલનાએ ઓછુ નુકસાન પહોંચાડી શક્યો છે.

આ મહામારીને પહોંચી વળવા માટે આઇસલેન્ડ મોડલ પર હાલમાં જ એક અભ્યાસ થયો છે. જેનો અહેવાલ ન્યૂઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન દ્વારા મંગળવારે પ્રકાશીત કરવામાં આવી હતી. સંશોધકોએ 31 જાન્યુઆરીએ ચાલુ કરાયેલા ઓલ આઉટ સ્ક્રીનિંગ પ્રોગ્રામના પરિણામોને પણ રિપોર્ટમાં સમાવેશ કર્યો છે. સૌથી મહત્વની બાબત છે કે આઇસલેન્ડે સ્ક્રીનિંગનો નિર્ણય વાયરસને Covid 19 નામ મળવા અંગે તેને વૈશ્વિક મહામારીનું સ્વરૂપ લેતા પહેલા જ લીધો હતો.

રિપોર્ટ અનુસાર આઇસલેન્ડે પોતાના અભિયાનને મુખ્ય રીતે બે તબક્કામાં વિભાજીત કર્યું. પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી ચાલુ થયો હતો. જેમાં COVID 19 નાં લક્ષણ ધરાવતા લોકોની ઓળખ કરવી, ઉચ્ચ જોખમ હોય તેવા વિસ્તારોની યાત્રા કરીને આવેલા લોકોની ઓળખ કરવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને લોકો ચીન, ઓસ્ટ્રેલિયા, ઇટાલી અને સ્વિત્ઝરલેન્ડનાં આલ્પ્સ વિસ્તારમાંથી આવ્યા હતા. આ ઉપરાંત પોઝિટિવ હોય તેવા વ્યક્તિના સંપર્કમા આવનારા લોકોની માહિતી મેળવવી. આ તબક્કામાં 9 હજાર લોકોની ઓળખ કરવામાં આવી. જેમાં 13.3 ટકા કોરોના વાયરસ સંક્રમિત સાબિત થયા. ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ આઇસલેન્ડમાં કોરોનાનો પહેલો કિસ્સો સામે આવ્યો હતો.

બીજા તબક્કાની તપાસ
13 માર્ચથી ચાલુ થયેલા બીજા તબક્કામાં મોટા  પ્રમાણમાં ટેસ્ટિંગ ચાલુ કરાયું. એવા લોકોની પણ તપાસ કરવામાં આવી જેમને કોરોનાના ખુબ જ સામાન્ય પ્રકારનાં લક્ષણ હોય અથવા તો તેને મળતા આવે તેવા લક્ષણો હોય. જેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણ હતા તેમને ક્વોરોન્ટાઇન કરવામાં આવી. આઇલેન્ડે અત્યાર સુધીમાં 36 હજાર લોકોની ઓળખ કરી. છે. જે તેની કુલ વસ્તીના 10 ટકા છે. એટલે કે પ્રતિ વ્યક્તિ તપાસ મુદ્દે તે બીજા નંબર પર છે અને તે બીજા લોકોથી ખુબ જ આગળ છે. 

શું થયો ટેસ્ટિંગનો ફાયદો
વ્યાપક સ્તર પર ટેસ્ટિંગનો ફાયદો થયો કે આવા લોકોની ઓળખ થઇ શકી જે લક્ષણ ન હોવા છતા કોરોના સંક્રમિત હતા. પોઝિટિવ દર્દીઓને 10 દિવસ માટે આઇસોલેશન માં મોકલવામાં આવ્યા. આ ઉપરાંત જે અન્ય લોકો તેના સંપર્કમાં હતા તેમને પણ બે અઠવાડીયા માટે સેલ્ફ ક્વોરન્ટીન રહેવા માટે જણાવાયું. સંક્રમિતો અંગે માહિતી મેળ્યા બાદ તેમને યોગ્ય સારવાર મળી રહી જેના કારણે વાયરસને કાબુ કરવામાં ધણી મદદ મળી.

એક પણ શાળા બંધ ન કરી
 અન્ય દેશોની વિપરત આઇસલેન્ડ ડે કેર સુવિધા અને પ્રાથમિક શાળાને બંધ કરવામાં ન આવી. જો કે 16 માર્ચે હાઇ સ્કુલ અને યુનિવર્સિટી બંધ કરી દેવામાં આવી. ત્યાર બાદ સ્વિમિંગ પુલ, સ્પોર્ટ એરેના રેસ્ટોરન્ટ્સ પણ બધ કરવા માટે જણાવાયું. આઇસલેન્ડમાં અત્યાર સુધી કુલ 1720 કિસ્સા સામે આવ્યા છે. માત્ર 8 લોકોનાં મોત થયા છે. સરકારનું માનવું છે કે , સંકટનો સમય પુર્ણ થઇ ચુક્યો છે અને હાઇસ્કુલ સહિતની તમામ વસ્તુઓ ફરી એખવાર 4 મેથી ખોલી શકાય તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news