Study: શું તમે ક્યારેય વિચાર્યું છે....બાથરૂમમાં જ કેમ આવે છે સારા સારા આઈડિયા? સ્ટડીમા થયો આ ખુલાસો

The shower effect: આ વાત તમને કદાચ નવાઈ પમાડે...પણ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે તમે જ્યારે ફૂવારા નીચે ન્હાતા હોવ કે બાથરૂમમાં સ્નાન કરતા હોવ, ટોઈલેટમાં હોવ ત્યારે સારા વિચારો આવે છે? તેની પાછળ કારણ શું? ખાસ વાંચો અહેવાલ.

Study: શું તમે ક્યારેય વિચાર્યું છે....બાથરૂમમાં જ કેમ આવે છે સારા સારા આઈડિયા? સ્ટડીમા થયો આ ખુલાસો

The shower effect: તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જ્યારે ફૂવારા નીચે ન્હાતા હોવ કે બાથરૂમમાં સ્નાન કરતા હોવ, ટોઈલેટમાં હોવ ત્યારે સારા વિચારો આવે છે? દાયકાઓથી વૈજ્ઞાનિકો શાવર ઈફેક્ટ વિશે વાત કરતા આવ્યા છે. હાલમાં આ અંગે બે નવા પ્રયોગ પણ હાથ ધરાયા જેથી ખબર પડી શકે કે આખરે બાથરૂમમાં સારા આઈડિયા આવવા પાછળનું કારણ શું? તો ચાલો પહેલા વાત કરીએ પહેલા સ્ટડીની....આ સ્ટડી વર્જિનિયા યુનિવર્સિટીમાં ફિલોસોફી ઓફ કોગ્નીટિવ સાયન્સના રિસર્ચર જેક ઈરવિંગે કર્યો છે. 

રિસર્ચર જેકનું એવું કહેવું છે કે કારણ વગરનું કોન્સન્ટ્રેશન તમારી કલ્પનાશક્તિ કે રચનાત્મકતાનું દુશ્મન હોય છે. કોઈ એક સમસ્યાનું સમાધાન શોધવા માટે સતત કામ કરતા રહવાને બદલે તમે બ્રેક લઈ  લો તે વધુ સારું. કે પછી થોડીવાર બીજું કામ કરો. જેમ કે બાથરૂમાં ન્હાવું. બાથરૂમનું વાતાવરણ તમારા મગજને એકદમ ફ્રી કરી નાખે છે. તમે અલગ અલગ દિશાઓમાં વિચારવાનું શરૂ કરો છો. એ પણ બીજા કોઈ પણ જાતના કોન્સન્ટ્રેશન વગર. કોઈ પણ વધ્ન વગર. તમે વિચારોની લહેરો સાથે ડૂબકીઓ લગાવવાનું શરૂ કરી દો છો. આ સાથે જ અલગ અલગ વિચારો, વિષયો પર વિચારવા લાગો છો. આથી ત્યાંથી એક સારો આઈડિયા સામે આવવાની શક્યતાઓ વધુ રહેલી છે. 

જો તમે કોઈ ખુબ જ બોરિંગ કામ સતત કરી રહ્યા હોવ તો તમારી ક્રિએટિવિટી અને નવા આઈડિયા ખતમ થવા લાગશે. તમારું ધ્યાન અસલ સમસ્યાથી ભટકી જશે. તમે ફક્ત એક જ સમસ્યા પર અટકીને રહી જશો. કોઈ દીવાલનું રંગકામ ચાલતું હોય અને તેને જોયા કરવું એ એક બોરિંગ કામ છે. કે પછી કોઈ પણ એવું કામ જે સતત એક જ રૂટીનમાં કર્યા કરવું. જ્યાં સુધી તમે કઈંક એવું કામ ન કરો કે જેમાં તમે પોતે સામેલ ન હોવ. જેમ કે પગપાળા ચાલવું, બગીચાકામ કરવું, કે પછી ન્હાવું. આ બધા એવા કામ છે કે જે તમને ઓછા લેવલ પર વ્યસ્ત રાખે છે, જેનાથી ક્રિએટિવિટી વધે છે. 

ઈતિહાસ સાક્ષી છે કે શાવર ઈફેક્ટ પર કરાયેલા રિસર્ચના પરિણામો એક જેવા નહતા. જ્યારે તમે કોઈ એવું કામ કરો જેમાં કોઈ પણ પ્રકારની ડિમાન્ડ હોતી નથી, જેમ કે ધ્યાન લગાવવાની, ભૂલો ન કરવાની જેમ કે ન્હાવું, ટોઈલેટ જવું, ત્યારે તમારું દિમાગ બંધનોથી મુકત હોય છે. પછી તે વિચારવાનું શરૂ કરી દે છે. આજુ બાજુનું વિચારે છે. પરંતુ આ વાત અનેક સ્ટડી પ્રમાણિત કરવામાં ચૂકી ગયા. 

જે ઈરવિંગે કહ્યું કે જૂના પ્રયોગોની ડિઝાઈનોમાં ભૂલ હોઈ શકે છે. આથી જૂના સ્ટડી એ જાણી શક્યા નહીં કે ફ્રી થિંકિંગ, અને ફોક્સ્ડ થિંકિંગમાં સંતુલન રાખવું પડે છે. જ્યારે તેઓ તો દિમાગનું ધ્યાન વહેંચાઈ કેવી રીતે જાય છે તેના પર સ્ટડી કરી રહ્યા હતા છતાં જૂના સ્ટડીઝ એ નથી જણાવી શકતા કે દિમાગ ન્હાતી વખતે કેમ આટલું ફ્રી હોય છે. વર્ષ 2015માં એક સ્ટડી આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે જો માણસ પોતાના કામથી અલગ વધુ વિચારે તો તે ક્રિએટિવ આઈડિયા લાવી શકે નહીં. એટલે કે ફોકસ વગરના વિચાર બેકાર હોય છે. 

આ Video પણ જુઓ...

આથી જેક ઈરવિંગ અને તેમના સાથીઓએ બે પ્રયોગો ડિઝાઈન કર્યા. પહેલા પ્રયોગમાં 22 લોકોએ ભાગ લીધો. જેમાંથી મોટાભાગની મહિલાઓ હતી. શરૂઆતમાં ભાગ લેનારા લોકોને કહેવાયું કે 90 સેકન્ડમાં ઈંટ કે પેપર ક્લિપ કે જ યૂઝમાં નથી તે અંગે કોઈ સટીક આઈડિયા લઈને આવો. ત્યારબાદ પ્રયોગમાં ભાગ લેનારા લોકોને એક થી 2 અઠવાડિયાનું એક ટાસ્ક આપવામાં આવ્યું. પહેલા સમૂહને હેરી મેટ સેલી ફિલ્મની 3 મિનિટનો એક સીન જોવાનું કહેવાયું. બીજા ગ્રુપને એક 3 મિનિટનો સીન દેખાડવામાં આવ્યો જેમાં એક વ્યક્તિ ધોવાના કપડાં લઈને ઊભો છે. 

વીડિયો જોયા બાદ બંને સમૂહને 45 સેકન્ડનો સમય અપાયો જેથી કરીને તેઓ પોતાના ટાસ્કમાં કોઈ નવો આઈડિયા જોડી શકે. છેલ્લે તેમને પૂછવામાં આવ્યું કે વીડિયો સેગમેન્ટનો સમય તેમના દિમાગમાં કેટલો ચાલ્યો. પછી ખબર પડી કે જે લોકો ધોવાના કપડાં લઈને ઊભેલા વ્યક્તિને જોઈ રહ્યા હતા તેઓ કંટાળી ગયા. પરંતુ આ બધા વચ્ચે તેમના દિમાગમાં વધુ સારા આઈડિયા આવ્યા. જ્યારે જે લોકો ફિલ્મનો સીન જોઈ રહ્યા હતા તેમના દિમાગમાં સારા આઈડિયા આવ્યા નહીં. બીજા પ્રયોગના પણ આવા જ પરિણામ આવ્યા. 

આખરે તારણ એ નીકળ્યું કે જ્યારે તમારું દિમાગ ફ્રી હોય છે ત્યારે તમે સારા આઈડિયા લાવી શકો છો. પછી ભલે તે બોરિંગ વીડિયો જોઈને આવ્યા હોય કે પછી બાથરૂમમાં આવ્યા હોય. આ સ્ટડી હાલમાં જ સાઈકોલોજી ઓફ એસ્થેટિક્સ, ક્રિએટિવિટી એન્ડ ધ આર્ટ્સ માં પ્રકાશિત થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news