અફઘાનિસ્તાન:તાલિબાનના હુમલામાં 4 મહિલાઓ સહિત 12 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં તાલિબાને કરેલા હુમલામાં ચાર મહિલાઓ સહિત 12 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે.

Updated: Aug 8, 2018, 10:18 AM IST
અફઘાનિસ્તાન:તાલિબાનના હુમલામાં 4 મહિલાઓ સહિત 12 લોકોના મોત
સાંકેતિક તસવીર

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાને કરેલા હુમલામાં ચાર મહિલાઓ સહિત 12 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે નાટોના હવાઈ હુમલામાં અફઘાન પોલીસકર્મીઓના મોત થયાં. ચાર મહિલાઓએ આતંકવાદીઓ અને સૈનિકો વચ્ચેના ફાયરિંગમાં જીવ ગુમાવ્યાં. પશ્ચિમ ફરાહ પ્રાંતના ગવર્નરના પ્રવક્તા નાસેર મેહરીએ જણાવ્યું કે તાલિબાને પ્રાંતમાં એક સૈન્ય ચોકી પર હુમલો કર્યો, જેમાં ચાર સૈનિકો માર્યા ગયા અને છ ઘાયલ થયાં. 

સોમવારની મોડી રાતે બાલા બુલુક જિલ્લામાં હુમલો શરૂ થયો હતો જે અનેક કલાકો સુધી ચાલ્યો. મેહરીના જણાવ્યાં મુજબ અફઘાન હવાઈ હુમલામાં 19 તાલિબાની માર્યા ગયાં અને 30 ઘાયલ થયાં. પૂર્વી લોગાર પ્રાંતમાં ચાર મહિલાઓના જીવ ગયાં અને ચાર બાળકો ઘાયલ થયાં. સોમવારની રાતે પૂર્વી ગજની પ્રાંતમાં તાલિબાનના હુમલામાં ચાર પોલીસકર્મી માર્યા ગયાં. 

કાબુલમાં થયા હતાં 3 સૈનિકોના મોત
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 5 ઓગસ્ટના રોજ પૂર્વ અફઘાનિસ્તાનમાં સૈન્ય પેટ્રોલિંગ ટુકડી પર થયેલા ફિદાયીન હુમલામાં 3 વિદેશી સૈનિકોના મોત થયા હતાં. જે હાલના મહિનાઓમાં અમેરિકી નેતૃત્વવાળા નાટો જૂથ પર સૌથી ઘાતક હુમલામાંનો એક ગણાયો છે. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે. અફઘાનિસ્તાનમાં નાટો મિશને એક નિવેદનમાં જણાવ્યું કે અફઘાન દળોની સાથે જોઈન્ટ પેટ્રોલિંગ દરમિયાન એક ફિદાયીન હુમલામાં રેજુલેટ સપોર્ટ સર્વિસના 3 સભ્યોના મોત થયાં.