ગૃહમાં સનસનીખેજ ખુલાસો, નોટબંધી બાદ નકલી નોટોના વેપારમાં ગુજરાત મોખરે

સમગ્ર દેશની 40 ટકા નકલી નોટ માત્ર ગુજરાતમાંથી જ જપ્ત કરવામાં આવી છે, નોટબંધી બાદ રાજ્યમાંથી ઝડપાયેલી નકલી ચલણી નોટનો આંકડો 6 કરોડ જેટલો થઈ ગયો છે. 

ગૃહમાં સનસનીખેજ ખુલાસો, નોટબંધી બાદ નકલી નોટોના વેપારમાં ગુજરાત મોખરે

અમદાવાદ: નોટબંધી બાદ ભારતમાં નકલી ચલણી નોટનું પ્રમાણ ઘટશે તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ નકલી ચલણી નોટના વેપારમાં ગુજરાત જ મોખરે જોવા મળ્યું છે. લોકસભામાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હંસરાજ ગંગારામ આહિરે નકલી ચલણી નોટ અંગેની માહિતીમાં આ ખુલાસો કર્યો છે. તેમણે રજૂ કરેલા આંકડા અનુસાર સમગ્ર દેશની 40 ટકા નકલી નોટ માત્ર ગુજરાતમાંથી જ જપ્ત કરવામાં આવી છે, નોટબંધી બાદ રાજ્યમાંથી ઝડપાયેલી નકલી ચલણી નોટનો આંકડો 6 કરોડ જેટલો થઈ ગયો છે. 

9 નવેમ્બર 2016થી 30 જૂન 2018 સુધીમાં સમગ્ર દેશમાંથી 13.86 કરોડોની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી જ 6 કરોડ જેટલી નકલી ચલણી નોટ અને બાદમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, મિઝોરમ પછીના ક્રમે આવે છે. કેન્દ્ર-રાજ્યની ગુપ્તચર સંસ્થાઓ દ્વારા કરાયેલી તપાસમાં આ માહિતી સામે આવી છે. 

ગુજરાતમાં નકલી ચલણી નોટનો ધરખમ વેપાર
નોટબંધી બાદ રાજ્યમાંથી 6 કરોડની નકલી નોટ જપ્ત
લોકસભામાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાને આપી માહિતી
સમગ્ર દેશની 40 % નકલી નોટ માત્ર ગુજરાતમાંથી મળી
9 નવે.2016થી 30 જૂન 2018 સુધી કરોડોની નોટ જપ્ત
સમગ્ર દેશમાંથી રુ.13.86 કરોડની નકલી નોટ જપ્ત 
ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, મિઝોરમ પછીના ક્રમે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news