અફઘાનિસ્તાનમાં સરકારી સંસ્થાને તાલિબાને બનાવી નિશાન, 18ના મોત

આંતરરાષ્ટ્રીય રિપોર્ટસ પ્રમાણે આ તાલિબાની હુમલામાં ત્રણ અધિકારીઓ સહિત 15 સુરક્ષાકર્મિઓના મોત થયા છે. 

Updated By: Apr 12, 2018, 04:07 PM IST
અફઘાનિસ્તાનમાં સરકારી સંસ્થાને તાલિબાને બનાવી નિશાન, 18ના મોત
પ્રતિકાત્મક તસ્વીર

કાબુલઃ મધ્ય અફઘાનિસ્તાના ખુજા ઓમારી જિલ્લામાં એક સરકારી સંસ્થા પર બુધવાર (11 એપ્રિલ)ની રાત્રે તાલિબાને હુમલો કર્યો. આંતરરાષ્ટ્રીય રિપોર્ટસ અનુસાર આ તાલિબાની હુમલામાં ત્રણ અધિકારીઓ સહિત 15 સુરક્ષાકર્મિઓના મોત થઈ ગયા છે. ગજની પ્રાંતના પોલીસ ઉપપ્રમુખ રમજાન અલી મોસેનીએ જણાવ્યું કે, હુમલાખોરો બુધવારે રાત્રે જિલ્લાના એક ઉચ્ચ સુરક્ષાવાળા પરિસર પર હુમલો કર્યો. સુરક્ષા જવાનોએ તેનો જવાબ આપ્યો હતો. 

તેમણે જણાવ્યું કે, જવાબી કાર્યવાહીમાં 25 તાલિબાનીઓના મોત થયા છે. આ જિલ્લા પ્રાંત રાજધાની ગજનીની નજીક સ્થિત છે. અફઘાનિસ્તાન સાંસદ મોહમ્મદ આરિફ રહમાનીએ જણાવ્યું કે હુમલામાં જિલ્લાના ગવર્નર, ગુપ્તચર સેવાઓના ડિરેક્ટર અને પોલીસ ઉપપ્રમુખ માર્યા ગયા છે. હુમલામાં 15 સુરક્ષાકર્મિઓના પણ મોત થયા છે. 

રહમાનીએ જણાવ્યું કે, હુમલાખોરોએ લેન્ડમાઇન્સ સુરંગો બિછાવી હતી જેથી સરકારી દળોને સહાયતા પહોંચાડવામાં વિક્ષેપ ઉભો થઈ શકે. મોસેનીએ જણાવ્યું કે, ત્યારબાદ સરકારી સહાયતા પહોંચી ગઈ હતી. તેણે જણાવ્યું કે, 8 સુરક્ષાકર્મિઓ ઈજાગ્રસ્ત પણ થયા છે.