Nobel Prize 2022: સાહિત્ય માટે નોબેલ પુરસ્કારની જાહેરાત, ફ્રાન્સની લેખિતા એની અર્નોક્સે જીત્યો એવોર્ડ

literature Nobel Prize 2022: આર્નોક્સનો જન્મ વર્ષ 1940 માં થયો હતો અને તે નોર્મેન્ડીના નાના શહેર યવેટમાં મોટો થયો હતો. એની માને છે કે લેખન એ એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતા તરફ આપણી આંખો ખોલે છે.

Nobel Prize 2022: સાહિત્ય માટે નોબેલ પુરસ્કારની જાહેરાત, ફ્રાન્સની લેખિતા એની અર્નોક્સે જીત્યો એવોર્ડ

સ્ટોકહોમઃ આ વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. સાહિત્યમાં (literature) ફ્રાન્સની લેખિકા એની અર્નાક્સને ( Annie Ernaux)  વર્ષ 2022નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એની અરનાક્સનો જન્મ વર્ષ 1940માં થયો હતો અને તે નોરમેન્ડીના નાના શહેર યવેટોટમાં અભ્યાસ કરી મોટી થઈ હતી. 

એનીનું માનવું છે કે લેખન એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતા માટે આપણી આંખો ખોલે છે. આ ઉદ્દેશ્ય માટે તે ભાષાનો 'ચાકૂ'ના રૂપમાં ઉપયોગ કરે છે. એનીના માતા-પિતાની એક સંયુક્ત દુકાન અને કેફે હતું. તેની પારિવારિક સ્થિતિ ખરાબ હતી, પરંતુ તે મહત્વાકાંક્ષી હતી. તે માતા-પિતા સાથે તેણે પોતે શ્રમજીવી અસ્તિત્વમાંથી બુર્જિયો સુધીનું જીવન જીવ્યું. આ જીવનની યાદો તે ક્યારેય ભૂલ્યા નહીં. પોતાના લેખનમાં અર્નાક્સે સમાજની આ વિસંગતિયોનો ઉલ્લેખ કર્યો. લેખક બનવાનો તેમનો માર્ગ લાંબો અને મુશ્કેલ હતો. 

— The Nobel Prize (@NobelPrize) October 6, 2022

પાછલા વર્ષે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર તાંન્ઝાનિયામાં જન્મેલા બ્રિટિશ લેખત અબ્દુલરાઝાક ગુરનાહને આપવામાં આવ્યો હતો. તેઓ 1986ના પુરસ્કાર વિજેતા વોલે સોયિંકા બાદ પુરસ્કાર જીતનાર બીજા અશ્વેત આફ્રિકી લેખત હતા અને 1993ના પુરસ્કાર વિજેતા ટોની મોરિસન બાદ ચોથા અશ્વેત લેખક હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news