નોબલ પુરસ્કાર આપનાર સંસ્થા સેક્સ સ્કેંડલમાં ફસાઇ, પુરસ્કાર પર સંકટના વાદળ
આ વર્ષે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર સ્થગિત થવાની સંભાવના ઉભી થઇ છે. જોકે, નોબેલ પુરસ્કાર આપનાર સંસ્થા સેક્સ સ્કેંડલમાં ફસાઇ ગઇ છે ત્યારબાદ 2018માં સાહિત્ય નોબેલ આપવા પર સંકટના વાદળો ઘેરાયા છે.
Trending Photos
સ્ટોકહોમ: આ વર્ષે સાહિત્યમાં નોબેલ પુરસ્કાર સ્થગિત થવાની સંભાવના ઉભી થઇ છે. જોકે, નોબેલ પુરસ્કાર આપનાર સંસ્થા સેક્સ સ્કેંડલમાં ફસાઇ ગઇ છે ત્યારબાદ 2018માં સાહિત્ય નોબેલ આપવા પર સંકટના વાદળો ઘેરાયા છે. બીબીસીના ગુરૂવારના રિપોર્ટ અનુસાર ફ્રેંચ ફોટોગ્રાફર જીન ક્લાઉડ અરનોલ્ટના કથિત જાતીય ગેરવર્તણૂકને લઇને સ્વીડિશ એકેડમી ટીકાના ઘેરામાં છે. અરનોલ્ટના લગ્ન વર્ષો જૂની એકેડમીના એક પૂર્વ સભ્ય સાથે થયા છે.
એકેડમીએ નિર્ણય કરવાનો છે કે શું આ વર્ષે આ પુરસ્કાર આપવામાં આવશે કારણ કે એકેડમીના કેટલાક સભ્ય પુરસ્કાર આપવાને લઇને ચિતિંત છે અને તે તેના માટે સ્થિતિને અનુકૂળ નથી ગણાવી રહ્યા. ગત વર્ષે નવેમ્બરમાં 18 મહિલાને 'હેશ મી ટૂ' આંદોલનના માધ્યમથી અરનોલ્ટ પર જાતિ હુમલા તથા શોષણના આરોપ લગાવ્યા હતા.
એકેડમીની પરિસંપત્તિને લઇને પણ કથિત રીતે ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે. અરનોલ્ટે આ બધા આરોપોને નકારી કાઢ્યા છે. સંગઠને તેમની પત્ની અને કવયિત્રી તથા લેખિકા કટરીના ફ્રોસ્ટેનસનને 18 સભ્યોની કમિટીમાંથી કાઢવાને લઇને વોટ કર્યો. તેના બીજા દિવસે એકેડમીના સભ્ય સારા ડેનિઅસે કહ્યું કે સંસ્થા કથિત આરોપો બાદ અરનોલ્ટ સાથે સંબંધ તોડી દીધો છે.
તેમના પર એકેડમીના કર્મચારી તથા સભ્યોના સંબંધોની સાથે અનિચ્છિત સેક્સનો આરોપ છે. ડેનિઅસ સહિત અત્યાર સુધી એકેડમીના છ સભ્યોએ પોતાની રાજીનામું આપી દીધું છે. આ પહેલાં 1943માં નોબેલ પુરસ્કાર વિશ્વ યુદ્ધને લઇને સ્થગિત કરવામાં આવ્યો હતો.
નોબલ પુરસ્કારના પદકો વિશે જાણો
નોબલ પુરસ્કારના રૂપમાં મળનાર દરેક પદક લગભગ 175 ગ્રામ અને 18 કેરેટ ગોલ્ડ (સોના અને ચાંદીની મિશ્ર ધાતુ)માંથી બનાવવામાં આવે છે જેના પર 24 કેરેટનું પાણી ચઢાવવામાં આવે છે. આ પદકને નિશાનથી બચાવવા માટે અંતિમ રૂપ આપતી વખતે ખૂબ સૂક્ષ્મ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ભૌતિક વિજ્ઞામ રસાયણ વિજ્ઞાન, ચિકિત્સા અને સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવતા પદકને સ્વીડિશ કલાકાર એરિકા લિંડબર્ગે ડિઝાઇન કર્યો જ્યારે શાંતિ પુરસ્કારના પદકને નોર્વેના ગસ્તાવ વિગેલેંડે ડિઝાઇન કર્યો. અર્થશાસ્ત્રના ક્ષેત્રના 'સ્વેરિઝસ રિક્સબેંક' પુરસ્કારના પદક ગનવોર સ્વેનસન કુંડવિસ્ટે ડિઝાઇન કર્યો. નોર્વે નોબેલ સમિતિના પદક પર અલ્ફ્રેડ નોબેલને અન્ય પદકોથી અલગ પ્રકારે બતાવવામાં આવ્યો છે. પરંતુ તેનાપર ઉત્કીર્ણ શબ્દ છે જે લેટિન ભાષામાં છે અને તેનો અર્થ છે, માનવ જાતિની શાંતિ અને ભાઇચારા માટે.
ઇનપુટ ભાષામાંથી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે