કર્ણાટક વિધાનસભા ચૂંટણી ફિવર વચ્ચે કેન્દ્રિય મંત્રીનું અપમાન કરાતાં ચૂંટણી પંચને રજૂઆત

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ફિવર ચરમસીમાએ છે ત્યારે ભાજપના કેન્દ્રિય મંત્રી સાથે અપમાનનો કિસ્સો સામે આવતાં રાજકારણ ગરમાયું છે. 

કર્ણાટક વિધાનસભા ચૂંટણી ફિવર વચ્ચે કેન્દ્રિય મંત્રીનું અપમાન કરાતાં ચૂંટણી પંચને રજૂઆત

બેંગલુરૂ : કર્ણાટક વિધાનસભા ચૂંટણી ચરમસીમાએ છે એ સંજોગોમાં કેન્દ્રિય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ સાથે હુબલી એરપોર્ટ પર અપમાનજનક વ્યવહાર કરાતાં વિવાદ ખડો થયો છે. ભાજપ કર્ણાટક ચૂંટણી વિંગ દ્વારા આ મામલે ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, મંત્રી જ્યોતિને હુબલી એરપોર્ટ પર હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, એરપોર્ટ ઓથોરિટીના અધિકારી દ્વારા એમને જાણી જોઇને હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. અહીં નોંધનિય છે કે, સાધ્વી નિરંજન જ્યોતિ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના સાંસદ છે અને કેન્દ્રમાં રાજ્યમંત્રી છે. 

— ANI (@ANI) May 4, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news