જો તમારું ટ્વિટર એકાઉન્ટ છે તો જરૂર વાંચો, યૂજર્સ માટે જાહેર કરી જરૂરી સૂચના

જો તમે પણ ટ્વિટર (Twitter) યૂજર છો તો તમારા માટે જરૂરી સૂચના છે. ટ્વિટરે પોતાના 33 કરોડ (330 મિલિયન) યૂજર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યું છે. જોકે, ટ્વિટરના ઇન્ટરનલ લોગમાં એક બગ મળ્યો છે, જેને ઠીક કરી દેવામાં આવ્યો છે.

જો તમારું ટ્વિટર એકાઉન્ટ છે તો જરૂર વાંચો, યૂજર્સ માટે જાહેર કરી જરૂરી સૂચના

નવી દિલ્હી: જો તમે પણ ટ્વિટર (Twitter) યૂજર છો તો તમારા માટે જરૂરી સૂચના છે. ટ્વિટરે પોતાના 33 કરોડ (330 મિલિયન) યૂજર્સને પાસવર્ડ બદલવા માટે કહ્યું છે. જોકે, ટ્વિટરના ઇન્ટરનલ લોગમાં એક બગ મળ્યો છે, જેને ઠીક કરી દેવામાં આવ્યો છે. ટ્વિટર (Twitter) એ ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી છે. ટ્વિટર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે બગના લીધે કોઇપણ યૂજર્સના ડેટા પર કોઇ અસર પડશે નહી. ના તો કોઇ પણ પ્રકારની સુરક્ષા પ્રભાવિત થઇ છે. 

ટ્વિટર (Twitter) એ ટ્વિટમાં લખ્યું છે, 'અમને તાજેતરમાં જ એક બગ જોવા મળ્યો છે, તેના લીધે ઇન્ટરનલ લોગમાં સંરક્ષિત પાસવર્ડનો ખુલાસો થઇ ગયો છે. બગને ઠીક કરી દેવામાં આવ્યો છે, સાથે જ કોઇપણ પ્રકારે ડેટામાં સેંધ લાગી નથી. કંપનીએ યૂજર્સને વિશ્વાસ અપાવ્યો છે કે તે એવો પ્રયત્ન કરી રહ્યાં છે કે આગળ જતાં આ પ્રકારની કોઇ સમસ્યા ઉભી ન થાય.

ટાટાની Nexon નું ઓટોમેટિક વેરિએન્ટ લોંચ, જાણો ફીચર્સ અને કિંમત 

— Twitter Support (@TwitterSupport) May 3, 2018

ટ્વિટર પર લાગ્યો છે યૂજર્સનો ડેટા વેચવાનો આરોપ
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ડેટા વેચવાનો આરોપ લાગ્યો હતો. ટ્વિટરે યૂજર્સની ડિટેલ કેમ્બ્રિજ એનાલિટિકાને વેચી હતી. બ્રિટનની કંસલ્ટિંગ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ લગભગ 8.7 કરોડ ફેસબુક યૂજરને ડેટા વિના તેમની જાણકારીનો ઉપયોગ કર્યો હતો, જેના લીધે ખૂબ બબાલ મચી હતી.

દાવો કરવામાં આવી રહ્યો છે કે કેમ્બ્રિજ એનાલિટિકા માટે ટૂલ બનાવનાર એલેક્સેંડર કોગને ટ્વિટર પાસેથી ડેટા ખરીદ્યો હતો. આ વાત 2015ની છે. કોગને વૈશ્વિક વિજ્ઞાન શોધ (જીએસઆર) નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જેને ટ્વિટરના સર્વરમાં જવાનો એક્સેસ મળ્યો હતો. જેથી તે જ્યારે ઇચ્છે ત્યારે ડેટા ઉઠાવી લે છે અને તેનો ઉપયોગ પોતાના પ્રોજેક્ટમાં કરતો હતો. 

સંડે ટેલીગ્રાફના એક અહેવાલ અનુસાર કોગને ડિસેમ્બર 2014 થી એપ્રિલ 2015 દરમિયાન ટ્વિટર પરથી ટ્વિટ, વપરાશકારોના નામ, ફોટો, પ્રોફાઇલ ફોટો અને ડેટા ખરીદ્યો. એપ્રિલમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ પણ સ્વિકારી ચૂક્યા છે કે 8.7 કરોડ યૂજર્સનો ડેટા ખોટી રીતે કેમ્બ્રિજ એનાલિટિકાને વેચવામાં આવ્યો. આ મામલે ઝુકરબર્ગ પર કેસ પણ ચાલી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news