ક્રિસમસની ઉજવણી કરવા હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા ઈશુના જન્મસ્થળ બેથલેહમ

અમેરિકન તંત્ર દ્વારા યેરૂશલેમને ઈઝરાયેલની રાજધાની જાહેર કરાયા બાદ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે
 

ક્રિસમસની ઉજવણી કરવા હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા ઈશુના જન્મસ્થળ બેથલેહમ

બેથલેહમ/યેરુશલમઃ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ દુનિયાભરના હજારો શ્રદ્ધાળુઓ ઈશુ ભગવાનના જન્મસ્થળ બેથેહેમ પહોંચ્યા છે. અહીં અનેક વર્ષો બાદ આ તહેવાર ઉજવાયો હતો. અમેરિકન તંત્ર દ્વારા યેરુશલમને ઈઝરાયેલની રાજધાની જાહેર કરાયા બાદ પ્રથમ વખત અહીં આટલી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. 

'મેન્ઝર સ્કવેર'માં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો અડધી રાત્રે એકઠા થયે હતા અને પેલેસ્ટેનિયન બાળક સ્કાઉટ અને બાળકી સ્કાઉટના નેતૃત્વમાં પારંપરિક માર્ચ કાઢવામાં આવી હતી. આ સાથે જ ક્રિસમસની ઉજવણીની શરૂઆત થઈ ગઈ હતી. 

પેલેસ્ટાઈનના પ્રવાસન મંત્રી રૂલા મૈયાએ જણાવ્યું કે, બેથલેહમની તમામ હોટલ બુક થઈ ગઈ છે અને અહીં સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ આટલી મોટી સંખ્યામાં લોકો ક્યારેય પેલેસ્ટાઈન આવ્યા નથી. 

ટ્રાવેલ એજન્ટ ફાદી ખતાને જણાવ્યું કે, આગામી કેટલાક દિવસ સુધી શહેરની તમામ હોટલ બુક છે. ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પહોંચેલા લોકોએ ગ્રોટો (પ્રાકૃતિક ગુફા)ના દર્શન માટે લાઈન લગાવી દીધી હતી. એવું કહેવાય છે કે, અહીં જ ઈશુનો જન્મ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news