સુરત: ટ્રાફિક પોલીસે શિક્ષિકાને રીઢા ગુનેગારની જેમ ફટકારી, વીડિયો થયો હતો વાયરલ

પોતાની કાર ટ્રાફિક પોલીસ દ્વારા લોક કરવાના મુદ્દે અસભ્ય વર્તન અને દાદાગીરી કરતા શિક્ષિકાની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. આ અંગેનો વિડીયો વાઈરલ થયો હતો. જોકે હવે શિક્ષિકાને પોલીસે માર મારતો વીડિયો વાઇરલ થયો છે. પોલીસ મથકે લઇ જવાની બાબતે મહિલા પોલીસ શિક્ષિકા વંદના પટેલને રીઢા ગુનેગારની જેમ પકડી લઈ જઈ ગાડીમાં બેસાડવા બાબતે માથાકૂટ કરે છે. 

સુરત: ટ્રાફિક પોલીસે શિક્ષિકાને રીઢા ગુનેગારની જેમ ફટકારી, વીડિયો થયો હતો વાયરલ

તેજસ મોદી/સુરત: બે દિવસ અગાઉ શિક્ષિકા મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા ઝપાજપીનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ મહિલાને પોલીસ મથકે લઇ જવા માટે રસ્તા પર ઘસડવામાં આવી હતી. આ મહિલા શિક્ષિકાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે, મહિલાએ પોલીસ પર આરોપ લગાવ્યા છે, કે પોલીસ દ્વારા તેના વાળ ખેચી જીપમાં બેસાડવામાં આવી હતી. અને મોઢા અને પીઠના ભાગમાં માર માર્યો હતો. જ્યારે ઉમરા પીઆઇ ગોરેએ મેડિકલ માટે ખાનગી હોસ્પિટલમાં મોકલી હતી. રોશે ભરાયેલી મહિલાએ પોલીસ કમીશ્નરને રજૂઆત કરતા શિક્ષિકાની ફરિયાદને કમીશ્નરે સાંભળી નહિ,  

શિક્ષિકા પોતાની ગાડીમાં આવવાનું કહે છે. પરતું પોલીસ તેને જબરદસ્તી પોલીસની ગાડીમાં બેસવાનો પ્રયાસ કરે છે, જેથી નાં પાડતા મહિલા પોલીસે તેને પકડી માર માર્યો હતો. એટલું જ નહિ શિક્ષિકા સાથે રીઢા ગુનેગારની જેમ વ્યવહાર કર્યો હતો. ફરજ પરના પોલીસ અધિકારીએ શિક્ષિકા પર અભદ્વ ભાષાનો ઉપયોગ કર્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોસીયલ મીડિયા પર વાઇરલ થતા લોકોએ પોલીસ પર આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાએ પોલીસ સાથે માથાકૂટ કરી તો તેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી, જયારે પોલીસે પણ મહિલાની સાથે જે વર્તન કર્યુ તે પણ સુરત પોલીસને શોભે નહિ તે વાત પણ ચોક્કસ છે. ત્યારે શિક્ષિકા વંદના પટેલે ઝી 24 કલાક વાત કરી તે દિવસની સમગ્ર હકિકત જણાવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news